Top Costliest Divorce Settlements Of The World
  • Home
  • Business
  • આ છે દુનિયાના 10 સૌથી મોંઘા છુટાછેડા, અબજો રૂપિયામાં મામલો થાળે પડ્યો

આ છે દુનિયાના 10 સૌથી મોંઘા છુટાછેડા, અબજો રૂપિયામાં મામલો થાળે પડ્યો

 | 12:07 pm IST

એમેઝોનના સંસ્થાપક જેફ બેજૉસ પોતાની પત્ની મૈકેંજીથી તલાક લઈ રહ્યા છે. હજુ તેમની વચ્ચે સેટલમેન્ટની રકમ નક્કી થઈ નથી. એવુ અનુમાન છે કે જો સંપત્તિનો બરાબરનો ભાગ મળે તો મૈકેજીના ભાગમાં 69 અરબ ડૉલર એટલેકે 4860 અરબ, 70 કરોડ 50 લાખની સંપત્તિ આવશે. આવુ થાય તો ઈતિહાસના સૌથી મોંઘા તલાક ગણાશે

એલક વિલડનસ્ટીન અને જોસલીન વિલડનસ્ટીન 3.8 બિલિયન ડૉલર

ફ્રેન્ચ મૂળના અમેરિકી વેપારી અને આર્ટ ડીલર એલક વિલડનસ્ટીને લગ્નના 24 વર્ષ પછી પોતાની પત્ની જોસલીન વિલડનસ્ટીનને તલાક આપ્યા હતા. તેમનું સેટલમેન્ટ લગભગ 3.8 બિલિયન ડૉલર હાલના હિસાબે 267 અરબ 84 કરોડ અને 30 લાખ રૂપિયા થાય છે.

રૂપર્ટ મર્ડોક અને એના ટોર્વ 1.7 બિલિયન ડૉલર


મીડિયા મુગલ રૂપર્ટ મર્ડોક અને પત્રકાર એના ટોર્બ 31 વર્ષ સુધી પત્ની પતિનો સંબંધ નિભાવી છુટા પડ્યા તેમને ત્રણ બાળકો પણ છે. 1998માં આ બંનેના તલાક થયા. 1.7 બિલિયન ડૉલર એટલેકે 119 અરબ 82 કરોડ અને 45 લાખમાં મામલો થાળે પડ્યો.

બર્ની એકલિસ્ટન અને સ્લેવિકા રેડિક 1.2 બિલિયન ડૉલર

યૂનાઈટેડ કિંગડમના સૌથી અમીરના એક બર્ની એકલિસ્ટન અને ક્રોશિયાની મૉડલ સ્વેલિકા રેડિએક વચ્ચે વર્ષ 2009માં તલાક થયા હતા. તલાકની વધારે ડીટેલ બહાર આવી નથી અનુમાન છે કે આ મામલો 1.2 બિલિયન ડૉલર આજના હિસાબે 84 અરબ અને 57 કરોડમાં થાળે પડ્યો હતો.

​સ્ટીવ અને એલન વીન 1 બિલિયન ડૉલર

લાસ વેગાસની મોટી કેસિનો કંપનીના માલીક સ્ટીવ અને એલન વીન વચ્ચે ફક્ત એકવાર જ નહી બે વાર લગ્ન થયા. પહેલી વાર 1963થી 1986 સુધી પતિ-પત્ની રહ્યા અને પછી 1991થી 2010 સુધી. બીજી વખત આ લોકોના જ્યારે તલાક થયા ત્યારે તે સૌથી મોંઘા સાબીત થયા. જો કે તલાકની ડિટેલ્સને ખાનગી રાખવામાં આવ્યા છે. અનુમાન અનુસાર 1 બિલિયન ડૉલર એટલેકે હાલના 70 અરબ 48 કરોડ અને 50 લાખમાં મામલો થાળે પડ્યો હતો.