Top European Union Leaders Talk To Xi Jinping To Reduce Tensions With China
  • Home
  • Featured
  • ભારત સાથે પંગો લઈને બરાબરના ભેરયાવુ ચીન, જિનપિંગ કરવા લાગ્યા ફોન પર ફોન

ભારત સાથે પંગો લઈને બરાબરના ભેરયાવુ ચીન, જિનપિંગ કરવા લાગ્યા ફોન પર ફોન

 | 10:06 pm IST

વિસ્તારવાદી ચીનને ભારત ઉપરાંત હોંગકોંગ, તાઇવાન અને સાઉથ ચાઇના સી પર શિંગડા ભરાવવાને લઈને ડ્રેગનની ભારે ટીકા થઈ રહી છે. જગત જમાદાર બનવા નિકળેલા ચીનથી હવે ધીમે ધીમે દુનિયા મોં ફેરવી રહી છે. ખાસ કરીને ભારત સાથે સરહદી મામલો સળગાવવો રાષ્ટ્રપતિ શી જીનપિંગને ભારે પડી રહ્યું છે. ઘરમાં જ ઘેરાયેલા જિનપિંગ હવે ડ્રેમેજ કંટ્રોલમાં લાગી ગયા છે.

તાજેતરમાં જ યુરોપના પ્રવાસે ગયેલા ચીનના વિદેશ મંત્રી વાંગ યીનું ભારે અપમાન થયું હતું. હવે આ મામલો થાળે પાડવા ખુજ જિનપિંગ મેદાનમાં આવ્યા છે. જિનપિંગ જર્મનીના ચાંસેલર એંજેલા મોર્કેલ ઉપરાંત યુરોપના અનેક નેતાઓ સાથે વાતચીત ચલાવવા લાગ્યા છે. ચીન અને યૂરોપીયન યૂનિયન વચ્ચે વ્યાપાર, રોકાણની સજનુતિ પર ચર્ચા વધારે ઝડપી બનાવવાને લઈને સહમતિ સધાઈ છે. જિનપિંગે યૂરોપિયન યૂનિયન સાથેના સંબંધોને નુંકશાન પહોંચાડી રહેલા રાજનૈતિક મુદ્દાઓનો ઉકેલ લાવવા અને વિશ્વાસ સ્થાપિત કરવા જેવા વિષયો પર વાતચીત કરી હતી.

ચીનના કહેવા પ્રમાણે આ વાતચીત ખૂબ જ સાર્થક સાબિત થઇ હતી. યુરોપીય યૂનિયન ભલે ચીનના સૌથી મોટું વેપારી ભાગીદાર હોય પણ તેની સાથે જોડાયેલા 27 દેશોનું બીજિંગને લઇ જુદુ જુદુ વલણ છે. તે ચીનને પ્રતિસ્પર્ધિના રૂપમાં જુએ છે. હાલ યુરોપીય યૂનિયનની ક્રમિક અધ્યક્ષતા કરી રહેલી મર્કેલે પરિષદ અધ્યક્ષ ચાર્લ્સ મિશેલ, આયોગ અધ્યક્ષ ઉર્સુલા વોન ડેર લેયન અને સંધ વિદેશ નીતિ પ્રમુખ જોસેફ બોરેલનું સમર્થન છે.

હોંગકોંગમાં તાજેતરમાં જ લાગુ કરવામાં આવેલ ચીનના નવા કાનૂનને યુરોપીય સંઘે પસંદ નથી કર્યું. તેનું કહેવું છે કે, આ કાયદો ક્ષેત્રીય સ્વાયત્તા ઘટાડે છે. અનેક દેશો હોંગકોંગની સાથે પોતાના સંબંધો ઓછા કર્યા છે. જેમાં જર્મની અને ફાંસ મુખ્ય છે.

જાહેર છે કે, બર્લિનમાં ચેક રિપબ્લિકની સીનેટના અધ્યક્ષ મિલોસ વીસટ્રિસિલેને તાઇવાન યાત્રાને લઇને ચીનના વિદેશ મંત્રી વાંગે મોટી કિંમત ચુકવવી પડશે તેવી ચેતવણી આપી હતી. ત્યાર બાદ સભામાં બર્લિનના વિદેશ મંત્રીએ વાંગ યીને ટકોર કરતા કહ્યું હતું કે, અમે આ મંચનો કોઇ યુરોપીયન દેશની વિરુદ્ધ ઉપયોગ નહીં થવા દઇએ. તેમણે ચેક રિપબ્લિકની સાથે જર્મનીની એકતાને પણ પ્રદર્શિત કર્યું હતું. આમ ચીનના વિદેશ મંત્રીનું હળહળતુ અપમાન કરી નાખવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન