26મી જાન્યુઆરીએ સમય કાઢીને ખાસ જોજો આ 5 દેશભક્તિની ફિલ્મો - Sandesh
  • Home
  • Entertainment
  • 26મી જાન્યુઆરીએ સમય કાઢીને ખાસ જોજો આ 5 દેશભક્તિની ફિલ્મો

26મી જાન્યુઆરીએ સમય કાઢીને ખાસ જોજો આ 5 દેશભક્તિની ફિલ્મો

 | 6:35 pm IST
  • Share

ફિલ્મ જગતે સમયે સમયે ભારતીય સ્વતંત્રતા સંગ્રામ અથવા તો એની સાથે જોડાયેલી કોઇ ઘટનાને ફિલ્મનો વિષય બનાવીને પડદા પર રજૂ કરી છે. તો આજે અમે તમને એવી ટોપ 5 ફિલ્મો વિશે જણાવીશું જે તમારા મનમાં રહેલા દેશ પ્રત્યેના પ્રેમને ફરી જાગૃત કરી દેશે.

ગાંધી (1982)

આ ફિલ્મ હોલીવૂડના નિર્માતા-દિગ્દર્શક રિચર્ડ એટનબરોએ બનાવી હતી. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવનાર પણ બ્રિટિશ એક્ટર સર બેન કિંગ્સલે હતા. ફિલ્મમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જીવનના સંઘર્ષ અને ભારતીય સ્વતંત્રતા સંગ્રામના વિભિન્ન પાસાઓને બેહતરિન રીતે રજૂ કરવામાં આવ્યા હતા.

રંગ દે બસંતી (2006)

રાકેશ ઓમ પ્રકાશ મહેરા દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં એક વિદેશી નિર્માતા સુ ભગતસિંઘ, ચંદ્રશેખર આઝાદ અને એના સહયોગિઓએ ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં અંગ્રેજો વિરુદ્ધ જે વીરતા દર્શાવી હતી એને કેન્દ્રમાં રાખીને ફિલ્મ બનાવવા માટે ભારત આવે છે. આ ફિલ્મ યુવાગણને ખૂબ જ પસંદ પડી હતી.

બોર્ડર (1997)

1997ની સાલમાં રિલીઝ થયેલી ‘બોર્ડર’ તો બધાને યાદ જ હશે. જો કે આ મુવી હાલના સમયમાં પણ ફેમસ છે. વર્ષ 1971માં ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન રાજસ્થાનના લૌંગવાલા પોસ્ટ એલામેલા યુદ્ધની અમુક સત્ય ઘટનાઓને આ ફિલ્મમાં વણી લેવામાં આવી છે. જેપી દત્તાએ આ ફિલ્મનું દિગ્દર્શન કર્યું હતું. આ ફિલ્મમાં સની દેઓલ, અક્ષય ખન્ના, જૈકી શ્રોફ, સુનીલ શેટ્ટી, પુજા ભટ્ટ, તબ્બુ, જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં હતાં.

શહીદ (1948)

દેશ આઝાદ થયાના એક વર્ષ પછી એટલે 1948માં રિલીઝ થયેલી ફિલ્મ ‘શહીદ’માં પણ સ્વતંત્રતા સંગ્રામને દર્શાવવાની કોશિશ કરવામાં આવી હતી. શહીદ ફિલ્મ સુપરહિટ સાબિત થઇ હતી. આ ફિલ્મમાં દિલીપકુમાર અને કામિની કૌશલ મુખ્ય ભૂમિકાઓમાં જોવા મળ્યા હતા. જ્યારે રમેશ સહગલે આ ફિલ્મનું દિગ્દર્શનનું પાસુ સંભાળ્યું હતું.

લીજેન્ડ ઓફ ભગત સિંહ (2002)

સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન શહીદ ભગત સિંહે ફક્ત 24 વર્ષની વયે ફાંસીના ફંદાને હસતા હસતા પહેરી લીધો હતો. એના જીવનની કહાની હંમેશા દેશવાસીઓ માટે પ્રેરણાદાયી રહી છે. એના જીવન પરથી પ્રેરણા લઇને દિગ્દર્શક રાજકુમાર સંતોષીએ આ ફિલ્મ બનાવી. આ ફિલ્મમાં અજય દેવગણે શહિદ ભગતસિંહનું પાત્ર ભજવ્યું હતું. આ સિવાય રાજ બબ્બર, અમૃતારાવ અને ફરીદા જલાલ જેવા મશહુર કલાકારો આ ફિલ્મમાં હતાં.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો