ઇન્ફોસિસના ટોચના એક્ઝિક્યુટિવ સંગીતાસિંઘે આપ્યું રાજીનામું - Sandesh
NIFTY 11,431.70 -39.00  |  SENSEX 37,893.72 +-130.65  |  USD 68.8800 +0.21
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • ઇન્ફોસિસના ટોચના એક્ઝિક્યુટિવ સંગીતાસિંઘે આપ્યું રાજીનામું

ઇન્ફોસિસના ટોચના એક્ઝિક્યુટિવ સંગીતાસિંઘે આપ્યું રાજીનામું

 | 3:58 pm IST

ઇન્ફોસિસના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડન્ટ અને હેલ્થકેર અને લાઇફ સાયન્સિસના માતબર ૭૫ કરોડ ડોલર બિઝનેસના વડા સંગીતાસિંઘે રાજીનામું  ધરી દેતાં કોર્પોરેટ જગતમાં આશ્રર્યનું મોજું ફરી વળ્યું છે. કંપનીમાં જોડાયાના બે વર્ષ કરતાં ઓછા સમયમાં તેમણે ભરેલું આ પગલું અનેકને અચંબિત કરી ગયું છે. ભારતીય આઇટી ઉદ્યોગમાં બિઝનેસ ચલાવનારા સંગીતાસિંઘ અત્યંત સિનિયર મહિલા છે. આ પહેલાં તેઓ વિપ્રોમાં આ જ પોર્ટફોલિયો સંભાળતા હતા અને તે સમયે તેનું કદ ૮૦ કરોડ ડોલર હતું.

ઉલ્લેખનિય છે કે સિનિયર વાઇસ પ્રેસિડન્ટ અને મેન્યુફેક્ચરિંગ એન્ડ એજ પ્રોડક્ટ્સના વૈશ્વિક વડા નીતીશ બાંગાએ પણ કંપનીમાંથી રાજીનામું આપ્યું હતું. તેઓ ગ્લોબલ લોજિકમાં ઉચ્ચપદે જોડાયા છે.ઇન્ફોસિસમાંથી બાંગાની વિદાયે પણ આશ્રર્ય સર્જ્યું છે. કેમ કે તાજેતરમાં તેમને સલિલ પારેખ સાથે કામગીરી પાર પાડવા સીઇઓ બનાવાયા હતા.

કંપનીની સબસિડિયરી એજવર્વના પ્રોડક્ટ્સ અને પ્લોટફોર્મના વડા તરીકે અતુલ સોનેજાની નિમણૂક કરવામાં આવી છે. સોનેજા સિનિયર વાઇસ પ્રેસિડન્ટ છે. એજવર્વમાં બિઝનેસને આગળ વધારવામાં કંપનીના સિનિયર્સ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે.

ઘણાં વર્ષો પછી પણ ઇન્ફોસિસની આવકમાં તેનો ૫.૨ ટકા હિસ્સો છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં સીઇઓ પરવિંદર જોહરે નોકરીમાં જોડાયાના આઠ મહિનામાં જ રાજીનામું આપી દીધું હતું.
કંપનીના અમુક સ્થાપકો સાથે મતભેદને પરિણામે ભૂતપૂર્વ સીઇઓ વિશાલ સિક્કાએ રાજીનામું આપ્યું. ત્યારબાદ દેશની બીજા ક્રમની આઇટી કંપનીને અનેક સિનિયર છોડી ગયા છે. આ જૂથમાં વધું એક નામ સંગીતાસિંઘનું ઉમેરાયું છે. ઇન્ફોસિસમાંથી રાજીનામું આપનારાઓમાં ટેક્નોલોજીના વડા નવીન બુધરેજા, ડિઝાઇનના વડા સંજય રાજગોપાલન, એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડન્ટ રિતિકા સૂરી, સિનિયર વાઇસ પ્રેસિડન્ટ અબ્દુલ રઝાકનો સમાવેશ થાય છે.