Top Headline: 12th Sep 2019 Headlines Til 12 PM Headline
  • Home
  • Featured
  • [email protected] PM: ઐતિહાસિક ક્ષણથી ગુજરાત 1 મીટર દૂર, ચંદ્રયાન-2 મિશનને લઇને મોટા સમાચાર

[email protected] PM: ઐતિહાસિક ક્ષણથી ગુજરાત 1 મીટર દૂર, ચંદ્રયાન-2 મિશનને લઇને મોટા સમાચાર

 | 11:56 am IST

હાલ ઢોંગી ઢબુડીને લઇને મોટા સમાચાર મળી રહ્યા છે. ગાંધીનગર નજીક પેથાપુર પોલીસ સ્ટેશનમાં થયેલી અરજીના અનુસંધાને બુધવારે રાતે 11.45 વાગ્યે ઢબુડી માતા ઉર્ફે ધનજી ઓડ હાજર થયો હતો. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી હાલ 137.2 મીટર નોંધાઇ છે. સરદાર સરોવર ડેમમાં ઉપરવાસમાંથી 10,16,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ભારતનું ચંદ્રયાન-2 મિશન હજુ ખતમ થયું નથી. ઇસરોના વૈજ્ઞાનિકોએ લેન્ડર વિક્રમને બેઠુ કરવા માટે તમામ તાકત લગાવી દીધી છે. હવે આ અભિયાનમાં દુનિયાની સૌથી મોટું સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન NASA પણ જોડાઈ ગયું છે. આ સહિતના સમાચાર

વધુ વાંચવા કરો ક્લિક-1: ‘ઢોંગી ઢબુડી’ વિદેશ ભાગી જવાની ફિરાક વચ્ચે ગઇકાલે મધ્યરાત્રીએ કર્યું એવું કામ કે, પોલીસે છોડી મૂક્યો

હાલ ઢોંગી ઢબુડીને લઇને મોટા સમાચાર મળી રહ્યા છે. ગાંધીનગર નજીક પેથાપુર પોલીસ સ્ટેશનમાં થયેલી અરજીના અનુસંધાને બુધવારે રાતે 11.45 વાગ્યે ઢબુડી માતા ઉર્ફે ધનજી ઓડ હાજર થયો હતો.

વધુ વાંચવા કરો ક્લિક-2: ઐતિહાસિક ક્ષણથી ગુજરાત એક મીટર દૂર, રાજ્યના 175 ગામોને કરી દેવાયા એલર્ટ, NDRF ટીમો તૈનાત

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી હાલ 137.2 મીટર નોંધાઇ છે. સરદાર સરોવર ડેમમાં ઉપરવાસમાંથી 10,16,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેની સામે ડેમના 23 દરવાજા 4.15 મીટર ખોલીને 8,09,015 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાઈ રહ્યું છે.

વધુ વાંચવા કરો ક્લિક-3: ચંદ્રયાન-2ને લઇ આવ્યા મોટા સમાચાર, લેન્ડર વિક્રમની વ્હારે આવ્યું NASA, મોકલી રહ્યું છે ધડાધડ સંદેશા

ભારતનું ચંદ્રયાન-2 મિશન હજુ ખતમ થયું નથી. ઇસરોના વૈજ્ઞાનિકોએ લેન્ડર વિક્રમને બેઠુ કરવા માટે તમામ તાકત લગાવી દીધી છે. હવે આ અભિયાનમાં દુનિયાની સૌથી મોટું સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન NASA પણ જોડાઈ ગયું છે. 

વધુ વાંચવા કરો ક્લિક-4: ટ્રાફિકના કાયદાને લઇ મોદી સરકારમાં અંદરોઅંદર ડખાં? BJP રાજ્યોએ જ કરી પોતાની મનમાની!

‘એક દેશ એક વિધાન’નું સૂત્ર આપનાર ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર માટે તેમનો જ કાયદો મુસબીત બની ગયો છે. ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે લગાવામાં આવેલા નવા મોટર વ્હિકલ એકટમાં દંડની રકમને ખૂબ વધારી દીધી છે.

વધુ વાંચવા કરો ક્લિક-5: ઇમરાન સરકારના ગૃહમંત્રીનું કબૂલનામું- કાશ્મીર મુદ્દે દુનિયા અમારી સાથે નહીં, પરંતુ ભારતની…

પાકિસ્તાનના ગૃહમંત્રી એજાજ અહમદ શાહે પોતાના દેશમાં આતંકી સંગઠનોની હાજરી કબૂલ કરી. એક મીડિયા ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં તેમણે એ પણ સ્વીકાર કર્યો કે કાશ્મીર મુદ્દા પર પાકિસ્તાનનો વિશ્વાસ દુનિયા કરી રહી નથી.

વધુ વાંચવા કરો ક્લિક-6: શું અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવોર થાળે પડી ગયું? ચીને ભર્યું આ ચોંકાવનારું પગલું

વિશ્વની બે પ્રમુખ અર્થવ્યવસ્થા અમેરિકા અને ચીન વચ્ચે છેલ્લા ઘણા સમયથી ટ્રેડ વોર ચાલી રહ્યો છે. જેની અસર સંપૂર્ણ વૈશ્વિક બજાર પર જોવા મળી રહી છે. બન્ને દેશો વચ્ચે ચાલી રહેલા આ ટ્રેડવોરમાં ભારત પણ હડફેટે લેવાયું છે. 

વધુ વાંચવા કરો ક્લિક-7: INDvsSA: આજે ટેસ્ટ સિરીઝ માટે ટીમ ઇન્ડીયાની જાહેરાત, રોહિત સાથે આ ગુજરાતી ખેલાડી પણ રેસમાં

સાઉથ આફ્રિકા વિરુદ્ધ થનારી 2 મેચની ટેસ્ટ સિરીઝ માટે ગુરુવારે ભારતીય ક્રિકેટ ટીમની પસંદગી કરવામાં આવશે. આ ટીમમાં ક્યાં ખેલાડીઓને તક મળશે અને કોને બહાર બેસવું પડશું તે વિશે આજે ટીમ ઇન્ડિયાના પસંદગીકર્તાઓ માહિતી આપશે.

વધુ વાંચવા કરો ક્લિક-8: PM મોદીએ વરુણ ધવનના કર્યા બે મોઢે વખાણ, કારણ છે એકદમ ખાસ

થોડાક દિવસ પહેલા વરુણ ધવને એક મહત્વની ઘોષણા કરી હતી. તેણે એક તસવીર શેર કરીને જણાવ્યું હતું કે કુલી નંબર 1ની ટીમે નિર્ણય કર્યો છે કે તે સેટ પર પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરે. તેણે જણાવ્યું હતું કે સેટ પર પ્લાસ્ટિકની બોટલ હટાવીને દરેક લોકોને સ્ટીલની બોટલ આપવામાં આવી છે.

વધુ વાંચવા કરો ક્લિક-9: લો હવે તમે તમારા મોબાઈલમાં પોર્ટિબિલિટી સરળતાથી કરાવી શકશો, ટ્રાઈ લાવ્યું નવા નિયમો

Telecom Regulatory Authority of India (TRAI)એ મોબાઈલ પોર્ટિબિલિટીને સસ્તી કરી દીધી છે. જો કે આનાથી સબ્સક્રાઈબર્સને ખાસ ફાયદો થશે નહી, પણ દેશનાં ટેલિકોમ ઓપરેટર્સ માટે આ રાહતના સમાચાર કહી શકાય. 

વધુ વાંચવા કરો ક્લિક-10: બહુ ભૂખ લાગી છે તો બનાવો સોજીના ઉત્તપમ, મિનિટોમાં બની જશે

સોજી ઉત્તપમ એક સરળ, પૌષ્ટિક અને ઝડપથી બની શકે તેવી વસ્તું છે. આ વાનગીને તમે મિનિટોમાં બનાવી શકો છો. જેને તમે સવારે નાસ્તામાં કે સાંજે પણ આ બનાવી શકો છો. તો આવો જોઇએ કેવી રીતે ઝડપથી બનાવાય આ રેસિપી..

વધુ વાંચવા કરો ક્લિક-11: પિતૃ પક્ષમાં નવી વસ્તુઓની ખરીદી કરી શકાય? જાણો શું છે માન્યતા

ભારતીય સંસ્કૃતિમાં આપણા હિંદુ ધર્મશાસ્ત્રમાં શ્રાદ્ધ પક્ષનું વિશેષ મહત્વ છે. ભાદરવા માસના વદ (કૃષ્ણ) પક્ષના પંદર દિવસ ‘પિતૃપક્ષ’ તરીકે ઓળખાય છે. આ શ્રાદ્ધ સદીઓથી હિંદુ ધર્મના વિવિધ ધર્મગ્રંથોના વિધિ વિધાન મુજબ કરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન