Top Headline: 14th Sep 2019 Headlines Til 12 PM Headline
  • Home
  • Featured
  • [email protected] PM: અભિનેત્રી કંગનાને લઇને દ્વારકામાં વિવાદ, નુસરત જહાંને મોદી સરકારે સોંપી અગત્યની જવાબદારી

[email protected] PM: અભિનેત્રી કંગનાને લઇને દ્વારકામાં વિવાદ, નુસરત જહાંને મોદી સરકારે સોંપી અગત્યની જવાબદારી

 | 11:58 am IST

યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશ જગતમંદિરે દેશ વિદેશથી આવતા હજારો યાત્રીકોને ઠેસ પહોચે છે. એકને ગોળ અને એકને ખોળ જેવી નીતિ અપનાવી રહ્યા છે. જગતમંદિરમાં ફિલ્મ અભિનેત્રી કંગનાએ ગર્ભગૃહ પાસે ઉભી રહી ફોટો પાડયો હતો. જે સોશિયલ મિડિયામાં વાઈરલ થયો છે. એકવખત અમદાવાદમાં એક ગોજારી ઘટના સામે આવી છે. અમદાવાદમાં આજે સવારે એક ફ્લેટની બાલ્કની ધારાશાઇ થવાના અહેવાલ મળી રહ્યા છે. આ ગોજારી ઘટનામાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. 17મી લોકસભા માટે સંસદની સ્થાયી સમિતિઓની રચના કરી છે. પહેલી વખત સંસદ પહોંચેલા ભાજપ સાંસદ પ્રજ્ઞા ઠાકુર અને ટીએમસી સાસંદ નુસરત જહાંને સંસદમાં અગત્યની જવાબદારી સોંપાઇ છે.  અમેરિકન સાંસદોના ગ્રૂપે જમ્મુ-કાશ્મીરની સ્થિતિ વિશે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે નવી દિલ્હી અને ઈસ્લામાબાદમાં હાજર અમેરિકન રાજદૂતને ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઓછો કરવાનો આગ્રહ કર્યો છે.આ સહિતના સમાચાર

વધુ વાંચવા કરો ક્લિક-1: બૉલીવુડ અભિનેત્રી કંગનાએ દ્વારકા મંદિરમાં આ શું કરી નાખ્યું? વિવાદની સાથે શ્રદ્ધાળુઓની આસ્થાને ઠેસ

યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશ જગતમંદિરે દેશ વિદેશથી આવતા હજારો યાત્રીકોને ઠેસ પહોચે છે. એકને ગોળ અને એકને ખોળ જેવી નીતિ અપનાવી રહ્યા છે. જગતમંદિરમાં ફિલ્મ અભિનેત્રી કંગનાએ ગર્ભગૃહ પાસે ઉભી રહી ફોટો પાડયો હતો. જે સોશિયલ મિડિયામાં વાઈરલ થયો છે

વધુ વાંચવા કરો ક્લિક-2: અમદાવાદના મેમનગરમાં ફ્લેટની બાલ્કની ધડાકાભેર ધરાશાઇ, ગોજારી ઘટનામાં 1નું મોત

ફરી એકવખત અમદાવાદમાં એક ગોજારી ઘટના સામે આવી છે. અમદાવાદમાં આજે સવારે એક ફ્લેટની બાલ્કની ધારાશાઇ થવાના અહેવાલ મળી રહ્યા છે. આ ગોજારી ઘટનામાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે.

વધુ વાંચવા કરો ક્લિક-3: ‘દેશના ભાગલા ભારતની સૌથી મોટી ભૂલ, કેટલાંક લોકોની મહત્વકાંક્ષાના લીધે પડ્યા ટુકડા’

કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે દેશના ભાગલા આધુનિક ભારતની સૌથી મોટી ભૂલ હતી. તેમણે કહ્યું કે કેટલાંક લોકોની મહત્વકાંક્ષાના લીધે જ દેશના ભાગલા પડી ગયા. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે જો ભાગલા ના પડ્યા હોત તો આજે જેવી જમ્મુ-કાશ્મીર પર ચર્ચા થાય છે તેવી ચર્ચા થતી ના હોત.

વધુ વાંચવા કરો ક્લિક-4: MP નુસરત જહાંને મોદી સરકારે સોંપી અગત્યની જવાબદારી, જાણો રાહુલ ગાંધીને શેના માટે પસંદ કર્યા?

17મી લોકસભા માટે સંસદની સ્થાયી સમિતિઓની રચના કરી છે. પહેલી વખત સંસદ પહોંચેલા ભાજપ સાંસદ પ્રજ્ઞા ઠાકુર અને ટીએમસી સાસંદ નુસરત જહાંને સંસદમાં અગત્યની જવાબદારી સોંપાઇ છે. નુસરત જહાંને જળ સંસાધન બાબતો પર બનેલી સંસદીય કમિટીના સભ્ય તરીકે નિમણૂક કરાઇ છે.

વધુ વાંચવા કરો ક્લિક-5: અમેરિકન સાંસદોએ ભારત-પાકિસ્તાનમાં રાજદૂતોને કાશ્મીરને લઇ પત્ર લખ્યો, વ્યકત કરી આ ગંભીર ચિંતા

અમેરિકન સાંસદોના ગ્રૂપે જમ્મુ-કાશ્મીરની સ્થિતિ વિશે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે નવી દિલ્હી અને ઈસ્લામાબાદમાં હાજર અમેરિકન રાજદૂતને ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઓછો કરવાનો આગ્રહ કર્યો છે.

વધુ વાંચવા કરો ક્લિક-6: આ રીતે મૃત્યુ થવા પર નથી મળતા લાઇફ ઇન્સ્યોરન્સના પૈસા, જાણી લો તમે પણ

લાઇફ ઇન્સ્યોરન્સ પૉલિસી કોઇ વ્યક્તિ દ્વારા એટલા માટે લેવામાં આવે છે જેથી તેમના મૃત્યુ બાદ તેના પરિવારને આર્થિક સમસ્યાનો સામનો ન કરવો પડે. જોકે, ઘણા મૃત્યુને લાઇફ ઇન્સ્યોરન્સ પોલિસી હેઠળ કવર કરવામાં આવતી નથી.

વધુ વાંચવા કરો ક્લિક-7: India vs South Africa: સીરીઝમાં કાળા અક્ષરોમાં લખાઈ ચુક્યા છે આ વિવાદો

સાઉથ આફ્રિકાનો પ્રવાસ આવતી કાલ એટલેકે 15 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે. આ પ્રવાસની શરૂઆત ટી-20 સીરીઝ સાથે થશે, જેનો પહેલો મેચ રવિવારે ધર્મશાળામાં રમવામાં આવશે. ત્યારબાદ 2 ઓક્ટોબરથી ત્રણ ટેસ્ટ મેચની શૃંખલા શરૂ થઈ જશે.

વધુ વાંચવા કરો ક્લિક-8: રાનૂ ફરીથી રેલવે સ્ટેશન પર આવી જશે! કારણ કે બોલિવૂડનો ઈતિહાસ કમકમાટી ભર્યો છે

રાનૂ મંડલને લઈ રોજ સવારે ઉઠતા વેંત જ કંઈક નવા સમાચાર સાંભળવા મળે છે. રાતોરાત સ્ટાર બનેલી રાનૂની લાઈફ પણ હવે બદલાઈ ગઈ છે. સોશિયલ મીડિયામાં એના નામનો સિક્કો ચાલવા લાગ્યો એમ કહીએ તો હવે કંઈ ખોટું નથી. 

વધુ વાંચવા કરો ક્લિક-9: ભારતીય હેકરે કર્યું મોટું કારનામુ, Uberમાં શોધી એવી ખામી કે થઇ ગયો લાખોપતિ

ભારતીય એથિકલ હેકર અને એપ સિક્યોરના ફાઉન્ડર આનંદ પ્રકાશે એક વખત ફરીથી Uberની મોટી ખામી બતાવી છે તેના માટે Uberએ તેને 6500 ડોલર (લગભગ 4.61 લાખ રૂપિયા)નુ ઇનામ આપ્યું છે આ પહેલા પણ તેણે Uber નો એવો બગ શોધ્યો હતો.

વધુ વાંચવા કરો ક્લિક-10: આ રીતે બનાવો ફુલેલી પોચી પુરી, ખીર જોડે ખાવાની પડશે મજા

આપણા ત્યાં કોઈ પ્રસંગ હોય કે મહેમાન આવવાના હોય ત્યારે પુરી બનાવતા હોઇએ છે પણ ઘણા લોકો ની પુરી પ્રોપર નથી બનતી કાતો એ ફૂલે નહિ કે એમાં તેલ ભરાઈ જાય તો સરસ એવી પરફેક્ટ પુરી કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ..

વધુ વાંચવા કરો ક્લિક-11: જાણો શાસ્ત્રોમાં પિતૃપક્ષમાં કોને છે પિંડદાન કરવાનો અધિકાર

પિતૃપક્ષ એટલેકે પૂર્વજોને યાદકરી તેમને શ્રદ્ધા પૂર્વક શ્રાધ્ધ અને પિંડદાન કરવાના દિવસ. ભાદરવા માસ એટલેકે અશ્વિન માસના કૃષ્ણ પક્ષમાં પ્રતિપદા પક્ષમાં શ્રાધ્ધનો આરંભ થાય છે. આ વર્ષે 13 સપ્ટેમ્બરે પૂર્ણિમાએ ઋષિ તર્પણ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન