Top Headline: 19th Sep 2019 Headlines Til 12 PM Headline
  • Home
  • Featured
  • [email protected] PM: સ્વામિનારાયણ સંતનો માફી માંગતો વીડિયો વાયરલ, રાજનાથે રચ્યો ઇતિહાસ

[email protected] PM: સ્વામિનારાયણ સંતનો માફી માંગતો વીડિયો વાયરલ, રાજનાથે રચ્યો ઇતિહાસ

 | 11:56 am IST

ગુજરાતમાં ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. આગામી બે દિવસમાં બંગાળની ખાડીમાં સર્જાયેલાં લો પ્રેશરને કારણે ગુજરાતમાં 19થી 26 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની આગાહી છે. રાજકોટના સરધાર સ્વામિનારાયણના સંત નિત્યસ્વરુપદાસજીનો વીડિયો વાયરલ થયો છે. જેમાં સ્વામિનારાયણ સંત નિત્યસ્વરુપદાસજી માફી માફી માંગી રહ્યા છે. દેશનું દમદાર લડાકુ વિમાન તેજસ એક વખત ફરીથી ચર્ચામાં છે. દુશ્મનના છક્કા છોડાવાની તાકત ધરાવતા ભારતના આ દેશી ફાઇટ પ્લેનમાં આજે રક્ષા મંત્રી રાજનાથ સિંહે ઉડાન ભરી ઇતિહાસ રચી દીધો. મધ્ય પ્રદેશના ઇન્દોરમાં પોલીસ હાઇપ્રોફાઇલ કેસમાં એક હનીટ્રેપ કેસની તપાસ કરી રહ્યું છે. ગઇકાલે મોડી રાત્રે આ સંદર્ભે ભોપાલથી ચાર યુવતીઓ સહિત કેટલાંક લોકોની ધરપકડ કરાઇ છે.  કાશ્મીર મુદ્દા પર ભારતની વિરૂદ્ધ દુષ્પ્રચાર કરવામાં મશગૂલ પાકિસ્તાને હવે નેપાળથી કથિત રીતે પોતાનો એક રિટાયર્ડ આર્મી ઓફિસર ગુમ થતાં દોષનો ટોપલો નવી દિલ્હી પર ઢોળવાની કોશિષ કરી છે.આ સહિતના સમાચાર

વધુ વાંચવા કરો ક્લિક-1: રાજ્યમાં ફરી એકવખત વરસાદી સિસ્ટમ સક્રિય, છેલ્લા રાઉન્ડમાં પણ ગુજરાતના આ વિસ્તારોને ખતરો

ગુજરાતમાં ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. આગામી બે દિવસમાં બંગાળની ખાડીમાં સર્જાયેલાં લો પ્રેશરને કારણે ગુજરાતમાં 19થી 26 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની આગાહી છે. આ તારીખોમાં અમદાવાદ સહિત રાજ્યમાં વરસાદની શક્યતા છે.

વધુ વાંચવા કરો ક્લિક-2: સ્વામિનારાયણ સંતનો માફી માંગતો વીડિયો વાયરલ, દેવોના દેવ મહાદેવ વિશે જાણો ફરીથી પાછું શું કહ્યું?

રાજકોટના સરધાર સ્વામિનારાયણના સંત નિત્યસ્વરુપદાસજીનો વીડિયો વાયરલ થયો છે. જેમાં સ્વામિનારાયણ સંત નિત્યસ્વરુપદાસજી માફી માફી માંગી રહ્યા છે. રાજ્યમાં પ્રખર કથાકાર મોરારીબાપુના નીલકંઠવર્ણી મુદ્દે વિવાદ વકર્યા બાદ અનેક મોટા કલાકારોએ બાપુનું સમર્થન કરીને સ્વામિનારાયણ સંસ્થામાથી મળેલા એવોર્ડ પાછા આપી દીધા હતા.

વધુ વાંચવા કરો ક્લિક-3: દુશ્મનના હાજા ગગડી જશે…દેશી તેજસનું તેજ જાણી આંખો અંજાઇ જશે, રાજનાથે ઉડાન ભરી રચ્યો ઇતિહાસ

દેશનું દમદાર લડાકુ વિમાન તેજસ એક વખત ફરીથી ચર્ચામાં છે. દુશ્મનના છક્કા છોડાવાની તાકત ધરાવતા ભારતના આ દેશી ફાઇટ પ્લેનમાં આજે રક્ષા મંત્રી રાજનાથ સિંહે ઉડાન ભરી ઇતિહાસ રચી દીધો. 

વધુ વાંચવા કરો ક્લિક-4: IAS-IPS અધિકારીઓ અને નેતાઓ મોહ’જાળ’માં ફસાયા, કોંગ્રેસના નેતા સહિત યુવતીઓની ધરપકડ

મધ્ય પ્રદેશના ઇન્દોરમાં પોલીસ હાઇપ્રોફાઇલ કેસમાં એક હનીટ્રેપ કેસની તપાસ કરી રહ્યું છે. ગઇકાલે મોડી રાત્રે આ સંદર્ભે ભોપાલથી ચાર યુવતીઓ સહિત કેટલાંક લોકોની ધરપકડ કરાઇ છે. આ લોકો સામે ઇન્દોરમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

વધુ વાંચવા કરો ક્લિક-5: પાકિસ્તાનનું ફરી નવું જુઠ્ઠાણું, ભારતને ગમે તે રીતે ભરાવાના ધંધામાંથી બાજ નથી આવતું, હવે બોલ્યું…

કાશ્મીર મુદ્દા પર ભારતની વિરૂદ્ધ દુષ્પ્રચાર કરવામાં મશગૂલ પાકિસ્તાને હવે નેપાળથી કથિત રીતે પોતાનો એક રિટાયર્ડ આર્મી ઓફિસર ગુમ થતાં દોષનો ટોપલો નવી દિલ્હી પર ઢોળવાની કોશિષ કરી છે.

વધુ વાંચવા કરો ક્લિક-6:  ગુજરાતીઓ થઈ જાઓ ખુશ, IRCTC હવે ટ્રેનમાં આપશે આ અનોખી સુવિધા

ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન(IRCTC) ટૂંક સમયમાં દિલ્હી અને મુંબઈથી અમદાવાદ વચ્ચે પ્રાઇવેટ તેજસ એક્સપ્રેસનું સંચાલન શરૂ કરવા જઈ રહ્યું છે. લખનૌથી નવી દિલ્હી વચ્ચે દોડનારી તેજસ એક્સપ્રેસ પહેલી ટ્રેન હશે જેને IRCTC ચલાવશે.

વધુ વાંચવા કરો ક્લિક-7: Video: ડેવિડ મિલરે લપક્યો અવિશ્વનીય કેચ તો ધવન-કોહલીની પણ આંખો થઈ ગઈ પહોળી

ભારતે ત્રણ ટી20 મેચ સિરીઝની બીજી મેચમાં સાઉથ આફ્રિકાને બુધવારે મોહાલીમાં 7 વિકેટથી હરાવ્યું છે. પીસીએ સ્ટેડિયમમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે થયેલ આ મેચમાં ભારત સામે જીત માટે 150 રનનો લક્ષ્ય હતો.

વધુ વાંચવા કરો ક્લિક-8: પ્રિયંકા ચોપરા ચોધાર આંસૂએ રડી અને કહ્યું મને માફ કરી દો, જાણો કેમ?

બૉલિવૂડની દેશી ગર્લથી ઇન્ટરનેશનલ સ્ટાર બનેલી પ્રિયંકા ચોપરા હાલ ખૂબ ચર્ચામાં છે. તે તેની અપકમિંગ ફિલ્મ ધ સ્કાય ઇસ પિંકના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ ટ્રેલર રિલીઝ બાદથી ચર્ચામાં છે. જ્યારે હવે ધ સ્કાય ઇસ પિંકને લઇને એવી ખબર આવી રહી છે

વધુ વાંચવા કરો ક્લિક-9: Realmeના આ દમદાર સ્માર્ટફોનનું વેચાણ શરૂ, જાણો તેના ફિચર્સ અને કિંમત

Realme 5 Pro નું વેચાણ ખૂબ જ જોરદાર રહ્યું છે. આ સ્માર્ટફોન લોન્ચ થયા પછીના સેલમાં તેનું વેચાણ અભૂતપૂર્વ રહ્યું છે. ગઇકાલે પણ સવારે અને સાંજે સેલનું આયોજન કરવામાં આવ્યું હતુ. તેમજ હવે ફરી વખત સેલ આગામી સમયમાં બહુ જ જલ્દી આવી જશે.

વધુ વાંચવા કરો ક્લિક-10: બિસ્કીટ જેવી કડક ભાખરી બનાવવા નોંધી લો એકદમ સરળ રીત

ગુજરાતી ભોજન એટલે કહેવું જ ન પડે, ખાસ કરીને ઘણા લોકોના ઘરે ભાખરી બનતી હોય છે. જેમાથી એક છે બિસ્કીટ ભાખરી, જે ખાવામાં એકદમ ક્રિસ્પી અને બિસ્કીટ જેવી લાગે છે. આજે અમે તમારા માટે બિસ્કીટ જેવી ભાખરીની રેસીપિ લઇને આવ્યા છીએ. 

વધુ વાંચવા કરો ક્લિક-11: મંગળ 47 દિવસ રહેશે શત્રુના ઘરમાં, જાણો તમારી રાશિ પર કેવી થશે અસર

શૌર્ય, સાહસ, બળ, આત્મવિશ્વાસ અને પરાક્રમનો પ્રતિનિધિ ગ્રહ મંગળ 25 સપ્ટેમ્બર 2019 બુધવારથી સવારે 6 કલાક 58 મિનિટથી કન્યા રાશિમાં પ્રવેશ કરશે. મંગળ હાલ 9 ઓગસ્ટથી સિંહ રાશિમાં છે. મંગળ 10 નવેમ્બે આ જ રાશિમાં ગોચર કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન