Top Headline till 12 pm on 22nd November 2019
  • Home
  • Featured
  • [email protected]: BRTS અકસ્માત કેસમાં ડ્રાઈવરની થઈ ઘરપકડ, મહારાષ્ટ્રમાં આવ્યું નવું ટ્વિસ્ટ

[email protected]: BRTS અકસ્માત કેસમાં ડ્રાઈવરની થઈ ઘરપકડ, મહારાષ્ટ્રમાં આવ્યું નવું ટ્વિસ્ટ

 | 12:01 pm IST

ગઈકાલે અમદાવાદના પાંજરાપોળ ખાતે BRTS બસ અકસ્માતમાં બે સગા ભાઇઓના કરૂણ મોત નિપજ્યા હતા. રાજ્યમાં હાલ પણ મહિલાઓની સુરક્ષા એક ગંભીર સમસ્યા છે. આપણે અવારનવાર મહિલાઓ સાથે અડપલાં અથવા તો દુષ્કર્મ થયા હોવાના સમાચાર સાંભળીએ છીએ. કૉંગ્રેસ, શિવસેના અને એનસીપી ગઠબંધન પર આજે એટલે કે શુક્રવારનાં મહોર લાગી શકે છે, પરંતુ તેના પહેલા એક મોટી જાણકારી સામે આવી રહી છે. મહારાષ્ટ્રમાં ચૂંટણી પરિણામોની જાહેરાતનાં લગભગ એક મહિના બાદ નવી સરકાર બનવાની તસવીર સ્પષ્ટ થઈ રહી છે.  ઇઝરાયલનાં અટોર્ની જનરલે ગુરૂવારનાં પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ પર ભ્રષ્ટાચારનાં મામલે એક શૃંખલામાં ઔપચારિક રીતે આરોપ લગાવ્યો. ઇડન ગાર્ડન્સના ઐતિહાસિક મેદાન પર ટીમ ઇન્ડિયા અને બાંગ્લાદેશ પહેલી ડે નાઇટ મુકાબલો રમવા માટે તૈયાર છે. ભારત અને બાંગ્લાદેશની આ પહેલી ડે નાઇટ મેચ છે. સહિતનાં મહત્વનાં સમાચાર વાંચવા માટે આપેલી લિંક્સ પર ક્લિક કરો.

વધુ વાંચવા માટે કરો ક્લિક-1: BRTS અકસ્માત: બે સગા ભાઈના મોતનો જવાબદાર બસ ડ્રાઈવર પોલીસના સકંજામાં, થઈ ધરપકડ

ગઈકાલે અમદાવાદના પાંજરાપોળ ખાતે BRTS બસ અકસ્માતમાં બે સગા ભાઇઓના કરૂણ મોત નિપજ્યા હતા. એક જ પરિવારનાં બે દિકરાઓનાં અકસ્માતમાં મોત થઈ જતાં પરિવારમાં આક્રંદ છવાઈ ગયો હતો. આ ઘટના બાદ સ્થાનિકો દ્વારા ભારે હોબાળો કરવામાં આવ્યો હતો. પરંતુ તેમ છતાં તંત્ર દ્વારા અક્સમાત થયાના ઘણા સમય સુધી પણ કોઈ એક્શન ન લેવાયું હતું.

વધુ વાંચવા માટે કરો ક્લિક-2: ફિલ્મ જોવા આવી કિશોરી સાથે શખ્સોએ કર્યા અડપલાં, પરિવારને માર્યો ઢોર માર, CCTV આવી સામે

રાજ્યમાં હાલ પણ મહિલાઓની સુરક્ષા એક ગંભીર સમસ્યા છે. આપણે અવારનવાર મહિલાઓ સાથે અડપલાં અથવા તો દુષ્કર્મ થયા હોવાના સમાચાર સાંભળીએ છીએ. ત્યારે હવે વધુ એક એવી ઘટના રાજકોટથી બની છે જ્યાં એક કિશોરી સાથે અભદ્ર વર્તન કરવામાં આવ્યું છે અને યુવતીના પરિવારને માર મારવામાં આવ્યો છે.

વધુ વાંચવા માટે કરો ક્લિક-3: મહારાષ્ટ્રમાં આવ્યું નવું ટ્વિસ્ટ, જો CM પદ માટે ઉદ્ધવ ના થયા રાજી તો આ નેતા સંભાળશે ગાદી

મહારાષ્ટ્રમાં રાજકીય ગતિવિધિઓ ઝડપી બની ગઈ છે. કૉંગ્રેસ, શિવસેના અને એનસીપી ગઠબંધન પર આજે એટલે કે શુક્રવારનાં મહોર લાગી શકે છે, પરંતુ તેના પહેલા એક મોટી જાણકારી સામે આવી રહી છે કે જો મુખ્યમંત્રી પદ માટે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે નહીં માને તો પાર્ટીનાં સાંસદ સંજય રાઉત આ પદ સંભાળી શકે છે. શિવસેનામાં ઉદ્ધવ ઠાકરે બાદ સીએમ પદની રેસમાં સંજય રાઉત જ આગળ ચાલી રહ્યા છે.

વધુ વાંચવા માટે કરો ક્લિક-4: મહારાષ્ટ્રમાં ઉકેલાઈ ગયું સરકાર ગઠનનું કોકડું! 2 ડેપ્યૂટી CMનાં ફોર્મ્યુલા પર થશે ‘થપ્પો’!

મહારાષ્ટ્રમાં ચૂંટણી પરિણામોની જાહેરાતનાં લગભગ એક મહિના બાદ નવી સરકાર બનવાની તસવીર સ્પષ્ટ થઈ રહી છે. એનસીપી અને કૉંગ્રેસની વચ્ચે છેલ્લા બે દિવસ સુધી ચાલેલા મંથન બાદ શિવસેનાની સાથે મળીને સરકાર બનાવવા પર સહમતિ બની ચુકી છે.

વધુ વાંચવા માટે કરો ક્લિક-5: ઇઝરાયલનાં PM બેન્જામિન નેતન્યાહૂ બરાબરનાં ભરાયા, લાગ્યા ગંભીર આરોપો

ઇઝરાયલનાં અટોર્ની જનરલે ગુરૂવારનાં પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ પર ભ્રષ્ટાચારનાં મામલે એક શૃંખલામાં ઔપચારિક રીતે આરોપ લગાવ્યો. આરોપો પ્રમાણે નેતન્યાહૂએ દેશની ડગમગી ગયેલી રાજનીતિ પ્રણાલીને વધારે અવ્યવસ્થામાં ફેંકી દીધી અને સત્તા પર લાંબા સુધી પકડ કરીને ડર પેદા કર્યો.

વધુ વાંચવા માટે કરો ક્લિક-6: કોલકાત્તાના આ ઐતિહાસિક મેદાન પર રમવામાં આવશે ભારતની પ્રથમ ડે નાઇટ ટેસ્ટ, જાણો ઇતિહાસ

ઇડન ગાર્ડન્સના ઐતિહાસિક મેદાન પર ટીમ ઇન્ડિયા અને બાંગ્લાદેશ પહેલી ડે નાઇટ મુકાબલો રમવા માટે તૈયાર છે. ભારત અને બાંગ્લાદેશની આ પહેલી ડે નાઇટ મેચ છે. પરંતુ આ પહેલી તક છે. જ્યારે ટેસ્ટ મેચમાં બન્ને ટીમ ઇડન ગાર્ડન્સ પર સામ-સામે હશે. ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમ ડે નાઇટ મુકાબલાથી પહેલા પણ અનેક ઐતિહાસિક મેચ રમાઇ છે. આ મેદાન પર 2001માં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને હરાવીને ઇતિહાસ રચ્યો હતો.

વધુ વાંચવા માટે કરો ક્લિક-7: નો પાર્કિંગમા જો વાહન દેખાય તો ફોટો પાડીને અહીં મોકલો, સરકાર તમારા ખિસ્સામાં રૂપિયા નાખશે

પાટનગર દિલ્હીના રસ્તા પર પાર્કિંગ રોકવા માટે કેન્દ્ર સરકાર એક અનોખી યોજના લઈને આવી છે. સરકારની આ યોજના મુજબ દંડનો એક ભાગ જે વ્યક્તિ રસ્તા પર પાર્કિંગ માટે વાહનોનો ફોટો લેશે અને તેને સંબંધિત વિભાગને મોકલવા માટે આપવામાં આવશે.

વધુ વાંચવા માટે કરો ક્લિક-8: જો તમે પણ અહીંયા સ્માર્ટ ફોન રાખતા હોય તો બંધ કરી દેજો, થઈ શકે છે ગંભીર બિમારી

આજકાલ જીવન એવું બની ગયું છે કે લગભગ દરેક વ્યક્તિ કોઈકને કોઈ ફોનની નજીક રહે છે. આપણામાંના ઘણા સતત આપણા શરીરની નજીક સ્માર્ટફોન રાખે છે. આવી સ્થિતિમાં આપણે ઘણી વખત ધ્યાન આપતા નથી કે તેના કારણે આપણું સ્વાસ્થ્ય નુકસાન થાય છે. તમને જણાવીશું કે જ્યાં તમે ફોન રાખો છો તે તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે.

વધુ વાંચવા માટે કરો ક્લિક-9: નસીબનું ચક્ર પલટાયું, માધુરીને સ્ટાર બનાવનાર દેશની પ્રખ્યાત કોરિયોગ્રાફરને કામના ફાંફાં..!!

બોલિવૂડની પ્રખ્યાત કોરિયોગ્રાફર સરોજ ખાને ઈન્ડસ્ટ્રીમાં ઘણા સ્ટાર્સ સાથે કામ કર્યું છે. પરંતુ તેણે માધુરી દિક્ષિતની કારકિર્દીને ઉંચાઈ પર લઈ જવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. જો કે આજે તેને પણ કામના ફાંફાં છે. માધુરી તેની અભિનયની સાથે સાથે તેની ડાન્સિંગ સ્ટાઈલ માટે પણ પ્રખ્યાત રહી છે.

વધુ વાંચવા માટે કરો ક્લિક-10: અપ્સરા જેવી આ મોડેલનાં PHOTOS વાયુવેગે વાયરલ, જોઈને પરસેવો છૂટી જશે!!

અમે જે મોડેલ વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તે છે કેરેન વિલરેલ છે. તેનો જન્મ 3 ઓક્ટોબર 1989ના રોજ અમેરિકાના ટેક્સાસમાં થયો હતો. તે વ્યવસાયે એક સુંદર મોડેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન