Top Headline Till 3 PM at 2nd August 2020
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • [email protected]: સુરતમાં BJPના પૂર્વ કોર્પોરેટનું કોરોનાથી મોત, પૂનાવાલાએ COVID-19 રસીને લઇ આપ્યા ખાસ સંકેત

[email protected]: સુરતમાં BJPના પૂર્વ કોર્પોરેટનું કોરોનાથી મોત, પૂનાવાલાએ COVID-19 રસીને લઇ આપ્યા ખાસ સંકેત

 | 2:57 pm IST
  • Share

ગુજરાતમાં અનલોક બાદના તબક્કાઓમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. તેવામાં આજે કોરોનાને કારણે સુરતમાં ભાજપનાં પૂર્વ કોર્પોરેટર અને વેરાવળ નગરપાલિકાના સેક્રેટરીનું મોત નિપજ્યું હતું. તો અમદાવાદ નજીક આવેલા એક ગામમાં 29 કેસ પોઝીટીવ આવતા ખળભળાટ મચી ગયો છે. તો રાષ્ટ્રીય સ્તરની વાત કરીએ તો પૂણે સ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના ચીફ એક્ઝિક્યુટિવ અદાર પૂનાવાલાએ સૌથી પહેલાં અને મોટી સંખ્યામાં રસી તૈયાર કરવાનો દાવો કર્યો છે સહિતના અગત્યના સમાચાર

વધુ વાંચવા કરો ક્લિક-1: કોરોનાનો ભરડોઃ સુરતમાં ભાજપનાં પૂર્વ કોર્પોરેટરનું મોત, અ’વાદનાં આ ગામમાં 29 કેસ આવતાં ખળભળાટ

સુરતમાં કોરોનાનું સંક્રમણ બેકાબૂ બન્યું છે. અને કોરોનાનાં અજગરી ભરડાએ અનેક લોકોનાં જીવ લીધા છે. તો બીજી બાજુ વેરાવળમાં કોરોનાએ કાળો કહેર મચાવ્યો છે.

વધુ વાંચવા કરો ક્લિક-2: અમદાવાદમાં ગેસ વેલ્ડીંગમાં વપરાતાં સિલિન્ડર ભરેલી ટ્રકમાં આગ, બ્લાસ્ટની વિકરાળ જ્વાળાઓ જોઈ લોકોમાં ફફડાટ

અમદાવાદના ધંધુકા-ફેદરા રોડ પર ગેસ વેલ્ડીંગના બાટલા લઈને જતી ટ્રકમાં એકાએક આગ ફાટી નીકળી હતી. જેને કારણે સિલિન્ડર પણ ધડાધડ ફાટવા લાગ્યા હતા. જેને કારણે વિકરાળ આગની જ્વાળાઓ આકાશમાં છવાઈ ગઈ હતી. 

વધુ વાંચવા કરો ક્લિક-3: અદાર પૂનાવાલાએ કોરોનાની રસીને લઇ દેશ માટે આપ્યા મોટા સમાચાર, કહ્યું- સૌથી પહેલાં…

આખી દુનિયા માટે કોઇ ખરાબ સપનાની જેમ બની ચૂકેલા કોરોના વાયરસ સંક્રમણ માટે વેક્સીનની રેસમાં કેટલીય કંપનીઓ લાગી છે. ટ્રાયલ્સ પણ શરૂ થઇ ચૂકયા છે. એવામાં પૂણે સ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના ચીફ એક્ઝિક્યુટિવ અદાર પૂનાવાલાએ સૌથી પહેલાં અને મોટી સંખ્યામાં રસી તૈયાર કરવાનો દાવો કર્યો છે.

વધુ વાંચવા કરો ક્લિક-4: અયોધ્યામાં પહેલાં હનુમાનગઢીમાં પૂજા કરશે PM મોદી, જાણો આ રહ્યો આખો કાર્યક્રમ

હનુમાનગઢીના મુખ્ય પૂજારી મહંત રાજુ દાસે કહ્યું કે પીએમ મોદી પહેલાં હનુમાનગઢીમાં દર્શન કરશે અને અહીં તેમના માટે ખાસ પૂજાની વ્યવસ્થા રહેશે.

વધુ વાંચવા કરો ક્લિક-5: કેનેડામાં ચીનનો જબરદસ્ત વિરોધ, PM નરેન્દ્ર મોદીના થયા ચારેકોર વખાણ

ચીનના અત્યાચારોની વિરૂદ્ધ આંતરરાષ્ટ્રીય સમુદાયમાંથી અવાજ ઉઠાવાની અપીલ કરતાં કેનેડાની રાજધાની ટોરેન્ટોમાં રહેતા ભારત, તાઇવાન, તિબેટ અને વિયેતનામના લોકો રસ્તા પર ઉતર્યા. 

વધુ વાંચવા કરો ક્લિક-6: ચીનને પડશે મોટો ફટકો, Appleના વેન્ડર ભારતમાં ખોલશે 6 પ્લાન્ટ, 55 હજાર લોકોને મળશે નોકરી

કોરોનાની મહામારીના સમયે અનેક નામી કંપનીઓએ ચીનમાં પોતાના પ્લાન્ટ બંધ કરી દીધા છે. જેનો સીધો લાભ ભારતને થયો છે. એક રિપોર્ટ પ્રમાણે દુનિયાની સૌથી મોંઘી કંપની એપલના એક કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરે ચીનથી 6 પ્રોડક્શન લાઈનને ભારતમાં શિફ્ટ કરવાનો નિર્ણય કર્યો છે. 

વધુ વાંચવા કરો ક્લિક-7: શું જાદૂ-ટોણા માટે સુશાંતના ખાતામાંથી પૈસાની થઈ હતી લેતી દેતી? સામે આવી ચોંકાવનારી વિગતો

બોલિવૂડનો એક ઝગમગતો સીતારો અચાનક દુનિયાને અલવીદા કહીને જતો રહ્યો. સુશાંત સિંહના નિધનથી ક્યારેય પુરાશે નહી તેવી કાયમી ખોટ રહી જશે. દર્શકો હોય કે તેના અંગત સંબંધીઓ સુશાંતને ક્યારેય ભૂલી શકશે નહી.

વધુ વાંચવા કરો ક્લિક-8: હાર્દિક પંડ્યાના દીકરાને તેડીને ભાવુક થયો કૃણાલ, કહ્યું- હું મોટા પપ્પા બની ગયો

ટીમ ઇન્ડિયાનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા તાજેતરમાં જ પિતા બની ગયો છે ત્યારબાદ તેના પરિવારમાં નાનકડા મહેમાનના સ્વાગતમાં કંઇ ઓછું આવવા દીધું નથી. હાર્દિક પંડ્યાના મોટાભાઇ કૃણાલ પંડ્યા પોતાના ભત્રીજાને ખોળામાં લઇ ખૂબ ખુશ થયો.

વધુ વાંચવા કરો ક્લિક-9: આ વખતે રક્ષાબંધનને બનાવી દો ખાસ, રાશિ અનુસાર બહેનને આપો પ્યારનો ઉપહાર

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો ભાઈ તેની બહેનને રાશિ મુજબ ભેટ આપે તો ખૂબ જ ફાયદાકારક અને શુભ ફળ પ્રાપ્ત થાય છે તો આ વખતે તમે તમારી બહેનને શું આપશો જાણીલો વિસ્તારથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન