Top Headlines On 23rd May 2020 Till 3 pm
  • Home
  • Gujarat
  • [email protected]: સરહદ પર કંઇક મોટું થવાના એંધાણ, અ’વાદમાં એકસાથે 8 પોલીસ કર્મચારીને કોરોના

[email protected]: સરહદ પર કંઇક મોટું થવાના એંધાણ, અ’વાદમાં એકસાથે 8 પોલીસ કર્મચારીને કોરોના

 | 2:46 pm IST

અમદાવાદમાં કોરોના વોરિયર્સ તરીકે કામ કરતા પોલીસકર્મીઓ કોરોનાના ઝપેટમાં આવ્યા છે. અમદાવાદમાં એક સલાથે 8 પોલીસકર્મીઓ પોઝિટીવ આવતા અફડાતફડીનો માહોલ સર્જાયો છે.  દુનિયા ભરમાં કોરોના વાયરસની મહામારીને લઇને લોકો પરેશાન છે. ત્યારે વડોદરામાંથી એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. વડોદરાના આ કિસ્સામાં કોરોના વાયરસને ભગાડવા માટે દોરાથી કોરોના ભગાડવાનો એક મહારાજે મોટો દાવો કર્યો છે. લદ્દાખમાં ત્રણેય લોકેશન પર ચીનની સાથે તણાવ વચ્ચે આર્મી ચીફ એમએમ નરવણે લેહ પહોંચ્યા. આ દરમ્યાન તેમણે ટોચના અધિકારીઓની સાથે મુલાકાત કરી અને ત્યાંની સ્થિતિનો તાગ મેળવ્યો. ભારત અને ચીનની વચ્ચે લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર ગતિરોધ ઘણો જ વધી ગયો છે. ચીની સેનાનાં હજારો સૈનિકો ગલવાન રિઝનમાં 3 સ્થળે ભારતીય વિસ્તારમાં ઘુસી આવ્યા છે. ચીની સૈનિક પૈંગોંગ સો ઝીલથી અડીને આવેલા ફિંગર એરિયામાં બંકર બનાવી રહ્યા છે, સહિતનાં મહત્વનાં સમાચાર.

વધુ વાંચવા ક્લિક કરો-1: અમદાવાદ પોલીસ કમિશનર કચેરીમાં એકસાથે 8 પોલીસકર્મી કોરોનાથી સંક્રમિત, એક જ શિફ્ટનું મોટું કનેક્શન

 હોટસ્પોટ અમદાવાદમાં કોરોના સંક્રમિત વ્યક્તિઓના કેસ દિવસેને દિવસે વધી વધતા જ જાય છે. ત્યારે અમદાવાદમાં કોરોના વોરિયર્સ તરીકે કામ કરતા પોલીસકર્મીઓ કોરોનાના ઝપેટમાં આવ્યા છે. અમદાવાદમાં એક સલાથે 8 પોલીસકર્મીઓ પોઝિટીવ આવતા અફડાતફડીનો માહોલ સર્જાયો છે. આશ્ચર્યની વાત એ છે કે અમદાવાદ પોલીસ કમિશનર કચેરીમાં એકસાથે 8 કર્મીઓનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ 8 કર્મીઓ કંટ્રોલરૂમમાં પોતાની ફરજ બજાવતા હતા.

વધુ વાંચવા ક્લિક કરો-2: વડોદરામાં કોરોનાના નામે અંધશ્રદ્ધાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ, મંત્રેલા દોરાથી વાયરસ ભગાડવાનો દાવો

દુનિયા ભરમાં કોરોના વાયરસની મહામારીને લઇને લોકો પરેશાન છે. ત્યારે વડોદરામાંથી એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. વડોદરાના આ કિસ્સામાં કોરોના વાયરસને ભગાડવા માટે દોરાથી કોરોના ભગાડવાનો એક મહારાજે મોટો દાવો કર્યો છે. ભાથુજી મહારાજના મંદિરેથી જાપ કરેલા દોરાથી કોરોના ભાગી જાય તેવો દાવો વીડિયોમાં થઈ રહ્યો છે. પરંતુ સંદેશ ન્યૂઝ દ્વારા આ અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યા હતા અને લોકોને અપીલ કરવામાં આવી હતી, તેઓ આવી કોઈ ખોટી અંધશ્રદ્ધા તરફ ન ધકેલાય. આ કિસ્સામાં ભાથુજી મહારાજ મંદિરના સેવક હસમુખ બારોટે દાવો કર્યો છે અને લોકોને અંધશ્રદ્દા તરફ ધકેલી રહ્યો છે.

વધુ વાંચવા ક્લિક કરો-3: ચીન સાથે તણાવની વચ્ચે સરહદ પર કંઇક નવા-જૂનીના એંધાણ, લેહ પહોંચ્યા આર્મી ચીફ નરવણે

લદ્દાખમાં ત્રણેય લોકેશન પર ચીનની સાથે તણાવ વચ્ચે આર્મી ચીફ એમએમ નરવણે લેહ પહોંચ્યા. આ દરમ્યાન તેમણે ટોચના અધિકારીઓની સાથે મુલાકાત કરી અને ત્યાંની સ્થિતિનો તાગ મેળવ્યો. સૂત્રોએ કહ્યું કે આર્મી ચીફે લેહ સ્થિત 14 સૈન્યદળોના હેડક્વાર્ટરની મુલાકાત લીધી. આ દરમ્યાન તેમણે ઉત્તરી કમાન્ડના મુખ્ય અધિકારીઓની સાથે ચર્ચા કરી અને હાલ શું પરિસ્થિતિ છે તે જાણ્યું.

વધુ વાંચવા ક્લિક કરો-4: લદ્દાખ પર ચીનની મેલી નજરનું કારણ છે અખૂટ સોનાનાં ભંડાર, યૂરેનિયમથી ભરેલા છે પહાડ!

ભારત અને ચીનની વચ્ચે લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર ગતિરોધ ઘણો જ વધી ગયો છે. ચીની સેનાનાં હજારો સૈનિકો ગલવાન રિઝનમાં 3 સ્થળે ભારતીય વિસ્તારમાં ઘુસી આવ્યા છે. ચીની સૈનિક પૈંગોંગ સો ઝીલથી અડીને આવેલા ફિંગર એરિયામાં બંકર બનાવી રહ્યા છે. નિષ્ણાતોનું માનવું છે કે ચીની સૈનિકો ના ફક્ત રણનીતિની દ્રષ્ટિએ પરંતુ અન્ય એક ખાસ ઉદ્દેશથી ભારતને ભારતીય ક્ષેત્રમાં જ રસ્તો બનાવવાથી રોકી રહ્યા છે.

વધુ વાંચવા ક્લિક કરો-5: ચીન જ કરશે કોરોનાનો ખાત્મો! 100 લોકો પર પુરી કરી વેક્સિન ટ્રાયલ, આવ્યું ચમત્કારિક રિઝલ્ટ

ચીનમાં બનાવવામાં આવેલી કોરોના વાયરસની એક વેક્સિનને લઇને આશાઓ વધી છે. લગભગ 108 લોકો પર આ વેક્સિનનો ટ્રાયલ કરવામાં આવ્યો હતો. ટ્રાયલ દરમિયાન જાણવા મળ્યું કે વેક્સિન વાયરસની વિરુદ્ધ ઇમ્યૂન રિસ્પોન્સ પેદા કરે છે. ચીની વેક્સિનનાં ટ્રાયલને લઇને મેડિકલ જર્નલ The Lancetમાં રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવ્યો છે. ન્યૂયૉર્ક ટાઇમ્સમાં છપાયેલા સમચાર પ્રમાણે રિસર્ચર્સે અનેક લેબમાં વેક્સિનને લઇને સ્ટડી કરી.

વધુ વાંચવા ક્લિક કરો-6: કોરોના વાયરસના તણાવની વચ્ચે અમેરિકાએ ચીનને આપ્યો મોટો ઝાટકો

કોરોના વાયરસ અંગે ચાલી રહેલા આરોપો-પ્રત્યારોપો અને વધતા તણાવની વચ્ચે અમેરિકાએ ચીનને આંચકો આપ્યો છે. અમેરિકાએ ચીનની 33 કંપનીઓ અને અન્ય સંસ્થાઓને ઇકોનોમિક બ્લેકલિસ્ટમાં મૂકવાનો નિર્ણય કર્યો છે. રોયઇટર્સના એક અહેવાલ મુજબ, યુ.એસ. વિભાગે શુક્રવારે કહ્યું હતું કે માનવાધિકારના ઉલ્લંઘન અને યુ.એસ. રાષ્ટ્રીય સુરક્ષા માટે 33 ચીની કંપનીઓ અને અન્ય સંસ્થાઓને બ્લેક લિસ્ટ કરવામાં આવી રહી છે.

વધુ વાંચવા ક્લિક કરો-7: કોરોના સંકટ વચ્ચે દેશની સૌથી મોટી બેંક SBIએ લીધો આ મોટો નિર્ણય! બ્રાન્ચે જતા પહેલા જરૂર ચેક કરો

દેશમાં કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે બેંકો સતત જરૂરી પગલા લઈ રહી છે. આ દરમિયાન દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા(SBI) એ તેના બ્રાન્ચના ખુલવા અને બંધ કરવાના સમયમાં ફેરફાર કર્યો છે. આ સિવાય બ્રાન્ચમાં આવતા સ્ટાફમાં પણ ઘટાડો કર્યો છે. બેંક દ્વારા બ્રાન્ચમાં આવવાની જગ્યાએ લોકોને ડિજિટલ ચેનલોનો ઉપયોગ કરવા સૂચન આપ્યા છે.

વધુ વાંચવા ક્લિક કરો-8: સાથી ખેલાડીની જ બહેન સાથે હતા આ દિગ્ગજ ક્રિકેટરના પ્રેમ સંબંધ! લગ્ન પહેલા જ…

બોલિવૂડ અને ક્રિકેટ જગતનું કનેક્શન ઘણું જૂનું છે. કેટલાય ભારતીય ક્રિકેટર બોલિવૂડની ખૂબસૂરત અભિનેત્રીઓના પ્રેમમાં પડ્યા અને લગ્ન સંબંધમાં જોડાયા. જો કે, આ દરમિયાન કેટલીક એવી પ્રેમ કહાનીઓ પણ છે જે મુકમ્મલ ન થઈ શકી. એવી જ એક પ્રેમ કહાની છે જે અધૂરી રહી. પરંતુ આ પ્રેમ કહાની ભારતીય નહીં પણ વિદેશી ક્રિકેટરની છે.

વધુ વાંચવા ક્લિક કરો-9: કરવા જતી હતી કંઈક બીજું અને ભફાંગ કરતી નીચે ખાબકી, વીડિયો શેર કરી લોકોએ લીધી મજા!

બોલિવૂડના સેલેબ્સ આ દિવસોમાં ઘરે છે અને સમય પસાર કરવા માટે નવા નવા નુસ્ખા અજમાવે છે. કોઈના વખાણ થાય છે તો કોઈ ટ્રોલ પણ થાય છે. હાલમાં જ નવી નવી અભિનેત્રી અલાયા ફર્નીચરવાલા સાથે પણ કંઈક એવું જ થયું. આ અભિનેત્રીની પહેલી જ ફિલ્મ બાદ ફેન ફોલોઈંગ ખાસ્સી વધી ગઈ છે. અલાયાએ હાલમાં એક વીડિયો વાયરલ કર્યો છે, જેમાં તે ભફાંગ કરતી નીચે ખાબકે છે અને લોકો પછી મજા લે છે.

વધુ વાંચવા ક્લિક કરો-10: ચપટી વગાડતા જ 1000થી વધારે ફિલ્મો થઈ ડાઉનલોડ, ઈન્ટરનેટની સ્પીડે તોડી નાંખ્યા તમામ રેકોર્ડ

શું તમે સાંભળ્યું ફક્ત એક સેકન્ડમાં ધડાધડ 1000થી વધારે ફિલ્મો ડાઉનલોડ એ પણ HD ફિલ્મ લાગી રહ્યું છે ને કે કોઈ મજાક કરી રહ્યુ છે પણ આ કોઈ મજાક નથી. આવનારા થોડા સમયમાં તમે આ સપનાને સત્ય થતુ જોઈ શકશો. એક રિસર્ચરે તેના રિસર્ચ દ્વારા આ વાત સામે લાવી છે.

વધુ વાંચવા ક્લિક કરો-11: થઈ જજો સાવધાન આવતા મહિને એક નહી બે ગ્રહણ, જાણો કેવો રહેશે પ્રભાવ ક્યારે લાગશે સૂતક

આવતા મહિને એટલે કે જૂન મહિનામાં બે ગ્રહણ થવાના છે. જેમાં એક ચંદ્ર ગ્રહણ અને બીજુ સૂર્ય ગ્રહણ છે. આવતી 5-6 તારીખે ચંદ્ર ગ્રહણ થશે. જ્યારે 21 જુનના સૂર્ય ગ્રહણ થશે. આઓ જાણી લઈએ જૂનમાં થનારા આ ગ્રહણનો સમય કાળ અને ક્યારે લાગશે સૂતક.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન