top-headlines-till-06-pm-2-sept-2020/
  • Home
  • Featured
  • [email protected] PM: PUBG સહિત 118 એપ્સ પ્રતિબંધીત, પેંગોગ લેકના બધા પહાડો ભારતના કબજામાં

[email protected] PM: PUBG સહિત 118 એપ્સ પ્રતિબંધીત, પેંગોગ લેકના બધા પહાડો ભારતના કબજામાં

 | 5:44 pm IST
  • Share

રાજ્યમાં ગુનાખોરી ડામવા રૂપાણી સરકારનો ઐતિહાસિક નિર્ણય, ‘ગુંડા એક્ટ’ને મળી મંજૂરી. ચીનીઓને મારી ભગાડી ભારતીય સેનાએ પેંગોગ લેકના તમામ પહાડો પર જમાવ્યો કબજો-સૂત્ર. ચીનને ભારતે બતાવ્યા ખરા તેવર, PUBG સહિત 118 એપ્સ પર મુક્યો પ્રતિબંધ. શા માટે કરવામાં આવી સુશાંત સિંહ રાજપૂતની હત્યા? સુબ્રમણ્યમ સ્વામીએ જણાવ્યું પહેલું કારણ. સુશાંત અને અંકિતાનો સંબંધ કેમ તૂટ્યો હતો? 6 વર્ષ પછી આ એક વાતને લીધે થયા હતા અલગ. IPL-2020: ચેન્નઈની ટીમને છોડીને ભારત કેમ આવી ગયો રૈના? ખુદ જણાવ્યું સાચું કારણ. ક્લાસરૂમમાં જ વિદ્યાર્થીએ કંઈક એવુ ગીત લલકાર્યું કે મેડમ પણ હસી પડ્યાં… Video. આ અભિનેત્રીએ તો હદ વટાવી, કરી દીધી એવી તસવીરો શેર કે સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ સહિતના તમામ સમાચાર.

વધુ વાંચવા કરો ક્લિક-1: રાજ્યમાં ગુનાખોરી ડામવા રૂપાણી સરકારનો ઐતિહાસિક નિર્ણય, ‘ગુંડા એક્ટ’ને મળી મંજૂરી

ગુજરાતમાં પણ ઉત્તરપ્રદેશની જેમ ગુંડારાજ વકરતું જાય છે. કદાચ એટલે જ હવે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ‘ધ ગુજરાત ગુંડા એન્ડ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ (પ્રિવેન્શન) એક્ટ’ નામથી એક નવો જ કાયદો અમલમાં મુકવાનો ઈરાદો જાહેર કર્યો હતો જેને હવે કેબિનેટમાંથી મંજૂરી મળી ગઇ છે. 

વધુ વાંચવા કરો ક્લિક-2: ચીનીઓને મારી ભગાડી ભારતીય સેનાએ પેંગોગ લેકના તમામ પહાડો પર જમાવ્યો કબજો-સૂત્ર

ચીન સાથે પૂર્વી લદ્દાખમાં એલએસી પર તણાવ વધારે ગંભીર રૂપ ધારણ કરી રહ્યો છે. અગાઉ 3 વાર સંખ્યાબંધ ચીની સૈનિકોને મારી ભગાડ્યા બાદ ભારતીય સૈનિકોએ પેંગોગ ત્સ્યોના દક્ષિણ ભાગમાં આવેલા તમામ ઉંચાઈ ધરાવતા પહાડો પર કબજો જમાવી લીધો છે. સમાચાર એજન્સી પીટીઆઈના હવાલાથી આ જાણકારી આપવામાં આવી છે.

વધુ વાંચવા કરો ક્લિક-3: ચીનને ભારતે બતાવ્યા ખરા તેવર, PUBG સહિત 118 એપ્સ પર મુક્યો પ્રતિબંધ

ભારત અને ચીન વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. સરહદ પર ભારત અને ચીનની વચ્ચે સરહદ પર તણાવ છે. ગલવાન ઘટના બાદ ભારતે ચીનની વિરુદ્ધ આક્રમક વલણ અપનાવ્યું છે, અને એક પછી એક ચાઇનીઝ પ્રોડક્ટ્સ અને ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ લગાવ્યો છે. ત્યારે હવે ભારત સરકારે વધુ 118 ચાઈનીઝ એપ્લિકેશન પર પ્રતિબંધ મુક્યો છે.

વધુ વાંચવા કરો ક્લિક-4: શા માટે કરવામાં આવી સુશાંત સિંહ રાજપૂતની હત્યા? સુબ્રમણ્યમ સ્વામીએ જણાવ્યું પહેલું કારણ

રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામી પણ સુશાંત સિંહ રાજપૂત કથિત સુસાઇડ કેસમાં પોતાનો પક્ષ રાખી રહ્યા છે. આ ક્રમમાં તેમણે બુધવારના એક ટ્વીટ કર્યું જેમાં તેમણે જણાવ્યું કે સુશાંતની હત્યા કરવા પાછળ શું કારણ હોઈ શકે છે. સ્વામીનું આ ટ્વીટ ઘણું વધારે રીટ્વીટ થઈ રહ્યું છે અને ફેન્સ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. 

વધુ વાંચવા કરો ક્લિક-5: સુશાંત અને અંકિતાનો સંબંધ કેમ તૂટ્યો હતો? 6 વર્ષ પછી આ એક વાતને લીધે થયા હતા અલગ

સુશાંત સિંહ રાજપૂતનું નિધન કેવી રીતે અને કઈ હાલતમાં થયું સીબીઆઈ આ વાતની તપાસ કરી રહી છે. ટીવીથી બોલીવુડમાં સફર કરનારા સુશાંત સિંહ રાજપૂતની જિંદગીમાં અનેક છોકરીઓ સાથે રિલેશનશિપની ચર્ચા રહી, પરંતુ અંકિતા લોખંડે એ નામ છે જે સુશાંતની સાથે 6 વર્ષ સુધી રિલેશનશિપમાં રહી. 

વધુ વાંચવા કરો ક્લિક-6: લદ્દાખથી લઈ સાઉથ ચાઈના સી સુધી ભારત સહિત આ દેશો ચીનને આપી રહ્યા છે ટક્કર

ચીન સતત દુનિયા માટે હવે પરેશાની બની રહ્યું છે. લદ્દાખની સીમા પર મેથી શરૂ થયેલો તણાવ હજુ સુધી ખતમ થયો નથી અને અહીં ચીનની તરફથી દર વખતે ભારતની ઉશ્કેરણી કરવાના પ્રયાસો ચાલુ છે. ચીનની અહીં કરવામાં આવેલી ઘૂષણખોરી નાકામ સાબિત થઈ છે. ફક્ત ભારત જ નહીં ચીન પોતાના પાડોશી દેશોને પણ ડરાવવાની કોશિશ કરી રહ્યું છે. 

વધુ વાંચવા કરો ક્લિક-7: IPL-2020: ચેન્નઈની ટીમને છોડીને ભારત કેમ આવી ગયો રૈના? ખુદ જણાવ્યું સાચું કારણ

ચેન્નઈ સુપર કિંગ્સનો સ્ટાર બેટ્સમેન સુરેશ રૈના આઈપીએલ 2020ને વ્યક્તિગત કારણોના લીધે છોડીને ભારત પરત આવી ગયો છે. રૈનાના પાછા ફરવાનું કારણ સ્પષ્ટ ના થવાના કારણે અનેક પ્રકારની અફવાઓ ઉડી રહી હતી, પરંતુ હવે આ સ્ટાર ખેલાડીએ પોતાના પાછા આવવાનું સાચું કારણ જણાવ્યું છે.

વધુ વાંચવા કરો ક્લિક-8:  કોરોના અને બેરોજગારીનો બમણો ભરડો, વિશ્વભરમાં લાખો લોકોએ નોકરી ગુમાવી

કોરોના વાયરસને કારણે, વિશ્વભરમાં લાખો લોકોએ તેમની નોકરી ગુમાવી છે. ભારત પણ આનાથી બચી શક્યું નથી. દેશમાં હાલ બેરોજગારીના આંકડા સામે આવ્યા છે જે ચિંતાજનક છે. જુલાઈની સરખામણીએ ભારતમાં બેરોજગારીનો દર ફરી એકવાર ઓગસ્ટમાં વધ્યો છે

વધુ વાંચવા કરો ક્લિક-9: ક્લાસરૂમમાં જ વિદ્યાર્થીએ કંઈક એવુ ગીત લલકાર્યું કે મેડમ પણ હસી પડ્યાં… Video

વિદ્યાર્થીએ ચાલુ ક્લાસમાં શિક્ષિકાની સામે જ ચાલુ ક્લાસે ગીત ગાવા લાગ્યો હતો. આ ગીત સાંભળીને ક્લાસરૂમમાં હાજર અન્ય વિદ્યાર્થીઓ પણ જોર જોરથી હસવા લાગ્યા હતાં. ત્યાં સુધી કે શિક્ષિકા પણ હસ્ય રોકી શક્યા નહોતા. વિદ્યાર્થીએ પ્રખ્યાત ગઝલ ‘આજ જાને કી જીદ્દ ના કરો…’ પર શબ્દોની ગોઠવણ કરી ગીત ગાયું હતું. 

વધુ વાંચવા કરો ક્લિક-10: આ અભિનેત્રીએ તો હદ વટાવી, કરી દીધી એવી તસવીરો શેર કે સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ

ટીવી અભિનેત્રી હિના ખાન સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે જ્યારે ખાસ કરીને તે સોશિયલ મીડિયા પર તેની તસવીરો શેર કરતી રહે છે હવે હિનાએ તેના લેટેસ્ટ ફોટો પોસ્ટ કર્યા છે જેને લોકો દ્રારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે. આ તસવીરોમાં હિનાએ વ્હાઇટ કલરની સ્લીવલેસ ડ્રેસ પહેરેલો છે જેમા તેનો ગ્લેમરસ અંદાજ જોવા મળી રહ્યો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો