Top Headlines till 12 pm, 14 Feb 2020
  • Home
  • Featured
  • [email protected] PM: પુલવામા હુમલાને લઈ રાહુલે કરી વિવાદીત ટ્વીટ, કોંગ્રેસના નવા માળખાની જાહેરાત માર્ચમાં

[email protected] PM: પુલવામા હુમલાને લઈ રાહુલે કરી વિવાદીત ટ્વીટ, કોંગ્રેસના નવા માળખાની જાહેરાત માર્ચમાં

 | 11:44 am IST

પુલવામા હુમલાની પહેલી વરસી પર આખો દેશ શોકમાં ડૂબેલો છે. બીજીબાજુ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપતા ત્રણ પ્રશ્નો કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલા ત્રણ નિવેદન છે જે ગયા વર્ષે પુલવામા આતંકી હુમલા બાદ આપ્યા હતા. સૂર્યા મરાઠી હત્યાકાંડ સમગ્ર દક્ષિણ ગુચજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. રાજકારણીઓથી માંડી બિલ્ડરો સુધી ઘરોબો ધરાવાતાં સૂર્યાનું કાસળ કાઢવા તેના જ અંગત અને વિશ્વાસુ સાથીદારોને ઢાલ બનાવવામાં આવ્યા. ભારતે શું અમેરિકા સાથે ડિફેન્સ સિસ્ટમ માટે ડીલ કર્યાના રિપોર્ટ સામે આવ્યા કે પાકિસ્તાનને બળતરા થઇ રહ્યા છે. અગાઉ પણ જ્યારે રશિયા સાથે ડીલ કરી હતી ત્યારે પણ તેને પેટમાં દુખ્યુ હતું. આ બધાની વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત આવવાના છે તેને લઇ પણ ઉંચું-નીચું થઇ રહ્યું છે

વધુ વાંચવા કરો ક્લિક-1: રાહુલ ગાંધીએ પૂછયું, પુલવામા હુમલાથી કોને ફાયદો થયો, તપાસનું શું થયું?

ઠીક એક વર્ષ પહેલાં, 14 ફેબ્રુઆરીના રોજ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફ જવાનોના કાફલા પર આત્મઘાતી હુમલો થયો હતો. આ હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહીદ થઇ ગયા હતા. પુલવામા હુમલાની પહેલી વરસી પર આખો દેશ શોકમાં ડૂબેલો છે. બીજીબાજુ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપતા ત્રણ પ્રશ્નો કર્યા છે. આ ત્રણ પ્રશ્ન રાહુલ ગાંધીએ ટ્વિટર દ્વારા પૂછયા છે. રાહુલે કહ્યું કે આ હુમલાનો સૌથી વધુ ફાયદો કોને થયો?

વધુ વાંચવા કરો ક્લિક-2: ‘ઘરમાં ઘૂસીને મારીશું’, મોદીના નિવેદનો જેને લખી નાંખી હતી પુલવામાના બદલાની કહાની

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલા ત્રણ નિવેદન છે જે ગયા વર્ષે પુલવામા આતંકી હુમલા બાદ આપ્યા હતા. આ નિવેદનોએ જ એ કહાનીને દર્શાવી દીધી કે આપણા 40 જવાનોને ગુમાવ્યાનું દુ:ખ જે આખું દેશ ઝીલી રહ્યું હતું તે પાકિસ્તાનમાં બેઠેલા આતંકી સરપરસ્તોના જીવન પર કાળ બનીને તૂટવાના છે અને થયું કંઇક એવું જ. 14મી ફેબ્રુઆરીના રોજ આતંકી હુમલો કરાયો અને 27મી ફેબ્રુઆરીના રોજ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં બોમ્બ વર્ષા કરી અને તહેલકા મચાવી દીધો. દુનિયા આખી જોતી રહી ગઇ.

વધુ વાંચવા કરો ક્લિક-3: નવસારીમાં બર્થ-ડે પાર્ટી મનાવવા યુવકે સગીરાને ઘરે બોલાવી, લાખ ના પાડવા છતાંય શરીરસુખ માણ્યું

સૂર્યા મરાઠી હત્યાકાંડ સમગ્ર દક્ષિણ ગુચજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. રાજકારણીઓથી માંડી બિલ્ડરો સુધી ઘરોબો ધરાવાતાં સૂર્યાનું કાસળ કાઢવા તેના જ અંગત અને વિશ્વાસુ સાથીદારોને ઢાલ બનાવવામાં આવ્યા. સૂર્યાને મારવામાં સૂત્રધાર તરીકે ભૂમિકા ભજવનાર હાર્દિક એક સમયે તેનો રાઈડ હેન્ડ હતો. સૂર્યા સાથે મનદુખ થયા બાદ હાર્દિકે તેની સાથે છેડો ફાડી પરંતુ ગેંગના મજબૂત માણસોનો હાથ પકડી રાખ્યો હતો. સૂર્યા જેલમાં હતો ત્યારે હાર્દિક ગેંગના માણસોને સાચવતો હતો.

વધુ વાંચવા કરો ક્લિક-4: ગુજરાત કોંગ્રેસમાં ધડમૂળથી થશે ફેરફાર, માર્ચ મહિનામાં નવું માળખું જાહેર થશે

ગુજરાત કોંગ્રેસનાં પ્રદેશ પ્રભાર રાજીવ સાતવ ગુજરાતની મુલાકાતે છે. રાજીવ સાતવે કોંગ્રેસના સગંઠન મામલે મહત્વપુર્ણ નિવેદન આપ્યું હતું. રાજીવ સાતવે જણાવ્યું કે, 10-15 દિવસમાં કોંગ્રેસ સંગઠનની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે. અને માર્ચ મહિનાનાં પ્રથમ સપ્તાહમાં કોંગ્રેસનું નવું માળખું જાહેર થઈ શકે છે તેવું પણ પ્રભારી રાજીવ સાતવે જણાવ્યું હતું.

વધુ વાંચવા કરો ક્લિક-5: ફફડી ઉઠેલા પાકિસ્તાનને ફરીથી ડર, ભારત કરી શકે છે મોટી કાર્યવાહી!

ભારતે શું અમેરિકા સાથે ડિફેન્સ સિસ્ટમ માટે ડીલ કર્યાના રિપોર્ટ સામે આવ્યા કે પાકિસ્તાનને બળતરા થઇ રહ્યા છે. અગાઉ પણ જ્યારે રશિયા સાથે ડીલ કરી હતી ત્યારે પણ તેને પેટમાં દુખ્યુ હતું. આ બધાની વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત આવવાના છે તેને લઇ પણ ઉંચું-નીચું થઇ રહ્યું છે

વધુ વાંચવા કરો ક્લિક-6: વિજય માલ્યા બ્રિટિશ હાઇકોર્ટમાં રડી પડ્યા, હાથ જોડી ભારતીય બેન્કોને કહ્યું….

અનેક બેંકોના પૈસા લઈને લંડનથી ભાગી ગયેલા દારૂના વેપારી વિજય માલ્યા ગુરુવારે બ્રિટિશ હાઇકોર્ટમાં રડી પડ્યા હતા. માલ્યાએ કોર્ટમાં હાથ જોડીને કહ્યું કે ભારતીય બેંક તાત્કાલિક પૈસા પાછા લઇ લે.. રોયલ કોર્ટ જસ્ટિસની બહાર, માલ્યાએ કહ્યું, ‘હું મૂળ રકમના 100 ટકા પાછા આપવા તૈયાર છું. સીબીઆઈ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ મારા માટે જે કરી રહ્યા છે તે કોઈ પણ રીતે સારું નથી.

વધુ વાંચવા કરો ક્લિક-7: પોંટિંગનો મોટો ખુલાસો, આ કારણે ડેવિડ વોર્નરે બોલ ટેમ્પરિંગનું ષડયંત્ર રચ્યુ હતું

લગભગ બે વર્ષ પહેલા સાઉથ આફ્રિકા વિરૂદ્ધ કેપટાઉન ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના તત્કાલિન કેપ્ટન સ્ટીવ સ્મિથ, ડેવિડ વોર્નર અને કૈમરૂન બેનક્રોફ્ટના બોલ ટેમ્પરિંગમાં સપડાતા સમગ્ર ક્રિકેટ જગત દંગ રહી ગયુ હતું. દુનિયાભરમાં ઓસ્ટ્રેલિયા ટીમની ખુબ જ આલોચના થઇ હતી. જેના પછી ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ સ્મિથ અને વોર્નર પર એક વર્ષ અને બેનક્રોફ્ટ પર નવ મહિનાનો પ્રતિબંધ લાદી દીધો હતો.

વધુ વાંચવા કરો ક્લિક-8: OMG: નેહા કક્કડને મળી ગયો જીવનસાથી, લગ્નનો વીડિયો વાયરલ

ગત કેટલાક દિવસોથી બોલિવૂડ સિંગર નેહા કક્કડ અને આદિત્ય નારાયણના લગ્નની ખબરો સોશિયલ મીડિયામાં છવાયેલ છે. આ દરમિયાન એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જેમા નેહા લાલ પાનેતર અને આદિત્ય શેરવાનીમાં નજર આવી રહ્યો છે

વધુ વાંચવા કરો ક્લિક-9: iPhoneથી તમારા Android ફોનમાં WhatsApp સંદેશા કેવી રીતે ટ્રાન્સફર કરવા, આ છે સરળ રીત

વોટ્સએપ આઇઓએસ અને એન્ડ્રોઇડ બંને માટે સુસંગત છે. કેટલીકવાર કોઈને પણ એવું થઈ શકે છે કે વપરાશકર્તા વ્હોટ્સએપ સંદેશ આઇઓએસથી એન્ડ્રોઇડ ફોનમાં ટ્રાન્સફર કરવા માંગે છે. લોકોને આ કરવાની સાચી અને સહેલી રીત ખબર નથી, તેથી ઘણા લોકોના વ્હોટ્સએપ મેસેજીસ ચાલ્યા જાય છે અને તેઓ ફરીથી મેળવી શકતા નથી.

વધુ વાંચવા કરો ક્લિક-10: જાણો આ વખતે ક્યારે છે પવિત્ર મહાશિવરાત્રિ, ભોલેનાથની પૂજાનું ક્યારે છે શુભ મુહૂર્ત

હિન્દુધર્મમાં પ્રમુખ તહેવારોમાં મહાશિવરાત્રિ એક ખાસ તહેવાર છે. સોમવારનો દિવસ ભોલેનાથની પૂજા અર્ચના માટે ખાસ માનવામાં આવે છે. આ દિવસે ખરા દિલથી શિવજીની પૂજા અર્ચના કરવાથી જીવનના તમામ દુ:ખ દર્દ દૂર થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન