Top Headlines till 12 pm, 2nd August 2020
  • Home
  • Featured
  • [email protected] PM: દેશમાં કોરોનાનાં કેસોની સંખ્યા 17 લાખને પાર, ભારત વિરૂદ્ધ ચીનની વધુ એક ચાલ

[email protected] PM: દેશમાં કોરોનાનાં કેસોની સંખ્યા 17 લાખને પાર, ભારત વિરૂદ્ધ ચીનની વધુ એક ચાલ

 | 11:52 am IST

દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના સંક્રમિત 54736 દર્દીઓની પુષ્ટિ થઇ છે. નિષ્ણાતોએ ચેતવણી આપતા કહ્યું કે પ્રસારના સીમાડાઓનો અંદાજો જાણવા માટે એક અખિલ ભારતીય સીરો-સર્વે કરવાની જરૂર છે. ઉત્તર પ્રદેશના કેબિનેટ મંત્રી કમલા વરૂણનું કોરોનાથી નિધન થયું છે. તેમનું આખું નામ કમલા રાણી વરૂણ હતું અને તેઓ યુપી વિધાનસભાના સભ્ય હતા. આની પહેલાં તેઓ સાંસદ પણ રહી ચૂકયા છે. રાજ્યમાં એક દર્દનાક કિસ્સો સામે આવ્યો છે. રાજકોટમાં ધોરાજી પાસે ઈકો કાર પલટી મારતાં ભાઈને રાખડી બાંધવા જતી બહેન સહિત તેનાં પતિનું મોત નિપજ્યું છે. 

વધુ વાંચવા કરો ક્લિક-1: ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 17 લાખને પાર, નિષ્ણાતોએ ચેતવણી આપતા કહ્યું કે…

દેશમાં કોરોના વાયરસની ઝપટમાં આવનારાઓની સંખ્યામાં દરરોજ વધારો થઇ રહ્યો છે. કોરોના સંક્રમણની રફતારનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે દેશમાં દરરોજ 50 હજારથી વધુ સંક્રમિત દર્દીઓના કેસ સામે આવી રહ્યા છે. દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના સંક્રમિત 54736 દર્દીઓની પુષ્ટિ થઇ છે. નિષ્ણાતોએ ચેતવણી આપતા કહ્યું કે પ્રસારના સીમાડાઓનો અંદાજો જાણવા માટે એક અખિલ ભારતીય સીરો-સર્વે કરવાની જરૂર છે.

વધુ વાંચવા કરો ક્લિક-2: ઉત્તરપ્રદેશના કેબિનેટ મંત્રીનું કોરોનાથી મોત, CM આદિત્યનાથે અયોધ્યાની મુલાકાત કરી રદ 

ઉત્તર પ્રદેશના કેબિનેટ મંત્રી કમલા વરૂણનું કોરોનાથી નિધન થયું છે. તેમનું આખું નામ કમલા રાણી વરૂણ હતું અને તેઓ યુપી વિધાનસભાના સભ્ય હતા. આની પહેલાં તેઓ સાંસદ પણ રહી ચૂકયા છે. કમલ વરૂણ યુપી સરકારમાં ટેકનિકલ એજ્યુકેશન મંત્રી હતા. કમલા વરૂણ કોરોનાથી સંક્રમિત હતા અને લખનઉની પીજીઆઇમાં તેમની સારવાર ચાલી રહી હતી.

વધુ વાંચવા કરો ક્લિક-3: અમદાવાદના GMDC ગ્રાઉન્ડ પર પોલીસ આવતાં જ ક્રિકેટ રમતાં યુવાનોમાં દોડધામ

કોરોના કાળ વચ્ચે સામાજિક અંતર સહિતનાં નિયમોનું પાલન કરવાનું હોય છે. પણ અમદાવાદી યુવાનો હજુ પણ કોરોનાને લઈ બેફિકર જોવા મળી રહ્યા છે. રવિવારનાં દિવસે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ પર ક્રિકેટ રમવા માટે માટે પહોંચી ગયા હતા. જેને કારણે અમદાવાદ પોલીસ ત્યાં પહોંચતાં જ ક્રિકેટ રમતાં યુવકોમાં ભાગદોડ મચી ગઈ હતી.

વધુ વાંચવા કરો ક્લિક-4: ભાઈને રાખડી બાંધવા અમદાવાદથી પોરબંદર જતી હતી બહેન, રસ્તામાં જ કાળનો થયો ભેટો

સોમવારે રક્ષાબંધનનો પર્વ નિમિત્તે તમામ બહેનોમાં ભાઈને રાખડી બાંધવા માટે થનગનાટ જોવા મળી રહ્યો છે. રવિવારની રજા આવતી હોવાને કારણે બહેનો અત્યારથી જ રક્ષાબંધન માટે ભાઈનાં ઘરે પહોંચી ગઈ છે. તેવામાં રાજ્યમાં એક દર્દનાક કિસ્સો સામે આવ્યો છે. રાજકોટમાં ધોરાજી પાસે ઈકો કાર પલટી મારતાં ભાઈને રાખડી બાંધવા જતી બહેન સહિત તેનાં પતિનું મોત નિપજ્યું છે.

વધુ વાંચવા કરો ક્લિક-5: ભારત વિરૂદ્ધ ચીનની વધુ એક ચાલ, નેપાળને મ્હોરું બનાવી વર્ષો જૂના પ્રોજેક્ટને ફરી ઉખેડ્યો

લદ્દાખમાં LAC પર ભારત અને ચીની સેનાની વચ્ચે કેટલાંક ભાગમાં હજુ પણ તણાવ છે. તેની અસર બંને દેશના સંબંધ પર પણ પડી રહી છે. એવામાં ભારતને દબાણમાં લાવવા માટે ચીને લ્હાસાથી નેપાળના કાઠમંડુ સુધી 2250 કરોડ રૂપિયાના ખર્ચે રેલવે લાઇન બનાવાની તૈયારી શરૂ કરી દીધી છે.

વધુ વાંચવા કરો ક્લિક-6: ભારતમાં વિદેશી કંપનીઓ લાખો કરોડનું કરશે રોકાણ, 12 લાખ લોકોને મળશે નોકરી

કેન્દ્ર સરકારે 41,000 કરોડ રૂપિયાની ઉત્પાદન સંબંધિત પ્રોત્સાહન યોજના(PLI)ની શરૂઆત કરી હતી. આ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં ડોમેસ્ટિક અને ઈન્ટરનેશન કંપનિઓએ ઈચ્છા વ્યક્ત કરી છે. આ કંપનિઓએ દેશમાં પાંચ વર્ષમાં રૂ.41 હજાર કરોડના મોબાઈલ ફોનનું ઉત્પાદનનો પ્રવાસ્ત મુક્યો છે. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે શનિવારે આ જાણકારી આપી હતી.

વધુ વાંચવા કરો ક્લિક-7: શું જાદૂ-ટોણા માટે સુશાંતના ખાતામાંથી પૈસાની થઈ હતી લેતી દેતી? સામે આવી ચોંકાવનારી વિગતો

બોલિવૂડનો એક ઝગમગતો સીતારો અચાનક દુનિયાને અલવીદા કહીને જતો રહ્યો. સુશાંત સિંહના નિધનથી ક્યારેય પુરાશે નહી તેવી કાયમી ખોટ રહી જશે. દર્શકો હોય કે તેના અંગત સંબંધીઓ સુશાંતને ક્યારેય ભૂલી શકશે નહી. હવે આ મામલે એક નવો એંગલ સામે આવતા બધાને આશ્ચર્ય ચકીત કરી દીધા છે.

વધુ વાંચવા કરો ક્લિક-8: રાહુલ દ્રવિડનો મોટો દાવો, ઓક્ટોબરથી ભારતીય ટીમમાં કોરોનાની અસર જોવા મળશે

ભારતીય ટીમનાં પૂર્વ કેપ્ટન રાહુલ દ્વવિડે કોરોના મહામારીના સમયે મોટો દાવો કર્યો છે. દ્વવિડને લાગે છે કે, કોવિડ 19નો પ્રભાવ ભારતીય ક્રિકેટ અને ઘરેલુ સર્કિટમાં સામાન્ય રીતે મહેસૂસ કરી શકાશે. દ્વવિડનું માનવું છે કે, જો ક્રિકેટ એક-બે મહિનામાં ફરીથી શરૂ નહીં થાય તો, કોરોના મહામારીની અસર ભારતીય ક્રિકેટ ઉપર પણ જોવા મળશે.

વધુ વાંચવા કરો ક્લિક-9: હવે બદલાઈ જશે Whatsapp પર ચેટિંગનો અંદાજ, આવી રહ્યો છે આ બદલાવ

હાલ લોકોમાં ચેટિંગ માટે વોટ્સએપ ખુબ જ પ્રચલિત બન્યું છે. અને લોકોમાં સતત કાંઈક ને કાંઈક નવું આપવાને કારણે પણ આ એપનું વર્ચસ્વ આજે પણ કાયમ છે. લોકડાઉનના સમયમાં વીડિયો કોલિંગનો બદલાવ આવ્યો હતો. હવે વોટ્સએપ ચેટિંગને વધારે મજેદાર બનાવવા માટે નવા 138 ઈમોજી આવવાના છે. આ નવા ઈમોજીને હાલમાં જ એક ટેસ્ટિંગ દરમિયાન જોવા મળ્યા હતા.

વધુ વાંચવા કરો ક્લિક-10: ભાઈ-બહેનનો પવિત્ર તહેવાર રક્ષાબંધન, સોમવાર-સર્વાર્થ સિદ્ધિ યોગમાં આ શુભ મુહૂર્તમાં કરો ઉજવણી

3 ઓગસ્ટના રોજ શ્રાવણના બીજા સોમવાર અને સર્વાર્થ સિદ્ધિ યોગમાં રક્ષાબંધન ઉજવાશે, સવારે 9.29 વાગ્યા સુધી ભદ્રા રહેશે. સોમવાર, 3 ઓગસ્ટના રોજ શ્રાવણ મહિનાની પૂનમ તિથિ છે. આ તિથિએ રક્ષાબંધન પર્વ ઉજવવામાં આવે છે. આ વર્ષે રક્ષાબંધનના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ પણ રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન