Top Headlines till 6 pm, 23 MAY 2020
  • Home
  • Featured
  • [email protected] PM: લોકડાઉન ચાલુ રાખવા WHOની ભારતને સલાહ, ગુજરાતમાં ફરી તીડનું સંકટ

[email protected] PM: લોકડાઉન ચાલુ રાખવા WHOની ભારતને સલાહ, ગુજરાતમાં ફરી તીડનું સંકટ

 | 5:53 pm IST

દેશમાં અત્યાર સુધી કોરોના વાયરસથી 3,720 લોકોનાં મોત થઈ ચુક્યા છે. ભારતમાં કોરોના વાયરસનાં વધતા કેસોને જોતા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ભારતનાં 7 રાજ્યોમાં લૉકડાઉનમાં છૂટ ના આપવાની સલાહ આપી છે. રાજ્યના સીએમઓ સચિવ અશ્વિની કુમારે આજે પ્રેસ કોન્ફરન્સને સંબોધીને જણાવ્યું હતું કે, લોકડાઉન-4માં અનેક છૂટછાટ આપવામાં આવી છે. રાજ્યમાં ધંધા રોજગાર શરૂ થઈ ગયા છે. 3 લાખ જેટલાં ઔદ્યોગિક એકમો કાર્યરત થયા છે. જેનાથી 25 લાખથી વધુ લોકો રોજગારી મેળવી રહ્યાં છે.

વધુ વાંચવા કરો ક્લિક-1: લોકડાઉનમાં છૂટછાટથી 3 લાખ ઉદ્યોગો ધમધમ્યાં, પાણીની સમસ્યા માટે સરકારે કર્યો મોટો નિર્ણય

રાજ્યના સીએમઓ સચિવ અશ્વિની કુમારે આજે પ્રેસ કોન્ફરન્સને સંબોધીને જણાવ્યું હતું કે, લોકડાઉન-4માં અનેક છૂટછાટ આપવામાં આવી છે. રાજ્યમાં ધંધા રોજગાર શરૂ થઈ ગયા છે. જે નિયમ અમલમાં છે તેના પાલન સાથે તમામ છૂટછાટ આપવામાં આવી છે. 3 લાખ જેટલાં ઔદ્યોગિક એકમો કાર્યરત થયા છે. જેનાથી 25 લાખથી વધુ લોકો રોજગારી મેળવી રહ્યાં છે.

વધુ વાંચવા કરો ક્લિક-2: આફ્રિકાથી ગુજરાતમાં આવી રહ્યો છે મોટો ખતરો, ખેડૂતોને પહોંચશે ભારે નુકસાન

સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોના કહેર અને લોકડાઉનની અમલવારીથી ખેડૂતો પરેશાન છે, ત્યાં છેલ્લા ચાર દિવસથી તીડનાં આક્રમણે પડ્યા પર પાટુ જેવો ઘાટ કર્યો છે. તેવાં સમયે હવે આ તીડ વધુ ત્રણ જિલ્લામાં આવવાનો સંકેત જોવા મળ્યો છે. આ તીડ જામનગર, દ્વારકા, પોરબંદર તાલુકામાં ત્રાટકશે તેવી શક્યતા જામનગર કલેક્ટર દ્વારા ટવીટ કરીને દર્શાવવામાં આવી છે.

વધુ વાંચવા કરો ક્લિક-3: ભારતમાં કોરોનાનાં કેસોમાં ઉછાળો આવતા વધી ચિંતા, WHOએ 7 રાજ્યોને આપી ખાસ સલાહ

દેશમાં અત્યાર સુધી કોરોના વાયરસથી 3,720 લોકોનાં મોત થઈ ચુક્યા છે. ભારતમાં કોરોના વાયરસનાં વધતા કેસોને જોતા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ભારતનાં 7 રાજ્યોમાં લૉકડાઉનમાં છૂટ ના આપવાની સલાહ આપી છે.

વધુ વાંચવા કરો ક્લિક-4: માયાવતીએ રાહુલ સહિત આખી કૉંગ્રેસની મજૂરોનાં મુદ્દે કરી જોરદાર ધોલાઈ, બતાવ્યો અરીસો

બહુજન સમાજ પાર્ટી પ્રમુખ માયાવતીએ આ વિડીયોને નાટક ગણાવ્યું છે. આ સાથે જ પ્રવાસી મજૂરોની દુર્દશા માટે પણ પહેલાની કૉંગ્રેસ સરકારને જવાબદાર ઠેરવી છે. માયાવતીએ પોતાના ટ્વીટર હેન્ડલ પર અનેક ટ્વીટ કર્યા છે. પહેલા ટ્વીટમાં તેમણે શ્રમિકોની દુર્દશા માટે કૉંગ્રેસને જવાબદાર ગણાવતા લખ્યું છે કે, ‘આજે આખા દેશમાં કોરોના લૉકડાઉનનાં કારણે કરોડો પ્રવાસી મજૂરોની જે દુર્દશા જોવા મળી રહી છે તેનું અસલી જવાબદાર કૉંગ્રેસ છે.

વધુ વાંચવા કરો ક્લિક-5: કોરોનાની વેક્સિનને લઇ દુનિયા માટે ઉગ્યો આશાનો આખેઆખો સૂરજ, ઑક્સફૉર્ડે કરી કમાલ

કોરોના વેક્સિનને શોધવામાં 100થી વધારે કેન્ડિડેટ્સ જોડાયેલા છે, પરંતુ એક સફળ વેક્સિનને લઇને સૌથી વધારે આશાઓ ઑક્સફૉર્ડ યૂનિવર્સિટીએ લગાવી છે. પ્રોફેસર સારા ગિલ્બર્ટનાં નેતૃત્વમાં કરવામાં આવી રહેલા આ વેક્સિન ટ્રાયલમાં શુક્રવારનાં મોટી સફળતા મળી.

વધુ વાંચવા કરો ક્લિક-6: મહામારી અને લોકડાઉન વચ્ચે આ બેંકે ગ્રાહકોને કર્યા ખુશ! હવે દર મહિને થશે મોટો ફાયદો

કોરોના મહામારીના કારણે લોકડાઉન રહેતા દેશની બેંકો તેમના ગ્રાહકોને વધુ સારી સુવિધા આપવાની કોશિશ કરી રહી છે. લોકડાઉનમાં ગ્રાહકોને બેંકિંગ કામમાં કોઈ પણ પ્રકારે મુશ્કેલી ન થયા તે માટે બેંકો યોગ્ય પગલા ભરી રહી છે. ત્યારે આ દરમિયાન હવે દેશની મોટી પ્રાઇવેટ બેંકોમાંથી એક એચડીએફસી(HDFC Bank) બેંકે તેના ગ્રાહકોને મોટી ભેટ આપી છે.

વધુ વાંચવા કરો ક્લિક-7: ICCનું મોટું પગલું, કોરોના મહામારી દરમિયાન ક્રિકેટ શરૂ કરવાને લઇ ગાઇડલાઇન જાહેર કરી

કોરોના વાયરસ મહામારી બાદ દુનિયાભરમાં ફરીથી ક્રિકેટ શરૂ કરવા માટે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ ગાઇડલાઇન જાહેર કરી છે. હવ આ અંતર્ગત ઘરેલૂ ક્રિકેટરથી લઇ આંતરરાષ્ટ્રીય ખેલાડી અભ્યાસ, પ્રવાસ અને રમત દરમિયાવ બીજા કાર્યો પણ કરી શક્શે.

વધુ વાંચવા કરો ક્લિક-8: ભારતના પહેલા રેડિયો જોકીએ દુનિયાને કહ્યું અલવિદા, ગોપાલ શર્માનું 88 વર્ષની વયે અવસાન

રેડિયો સિલોનના દિગ્ગજ કમેન્ટેટર અને હોસ્ટ ગોપાલ શર્માનું 88 વર્ષની વયે અવસાન થયું. તેને ભારતના પ્રથમ રેડિયો જોકી કહેવામાં આવે છે. ગોપાલ શર્માએ શુક્રવારે મુંબઈના બોરીવલી સ્થિત તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. ગોપાલ શર્માનો જન્મ ઉત્તર પ્રદેશના બિજનોરના ચાંદપુરમાં થયો હતો.

વધુ વાંચવા કરો ક્લિક-9: બોલિવૂડને વધુ એક ફટકો, સલમાન સાથે કામ કરનાર ફેમસ અભિનેતાએ દુનિયા છોડી દીધી

પ્રખ્યાત અભિનેતા અને કોમેડિયન મોહિત બઘેલનું અવસાન થઇ ગયુ છે. તે માત્ર 27 વર્ષનો હતો. મોહિત બઘેલ ખુબ જ લાંબા સમયથી કેન્સર જેવી ખતરનાક બીમારીથી જજૂમી રહ્યો હતો. તેના નિધનની જાણકારી કોમેડી નાઇટ્ય વિથ કપિલ શર્મા શો સાથે સંકળાયેલા શાંડિલ્યએ સોશિયલ મીડિયાના માધ્યમથી આપી છે. ત્યાં જ તેમના નિધનથી બોલવૂડમાં શોકનો માહોલ છે. હર કોઇ સોશિયલ મીડિયાના માધ્યમથી મોહિત બધેલને શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે.

વધુ વાંચવા કરો ક્લિક-10: આનંદો…આ ટેલિકોમ કંપનીએ આપી ગ્રાહકોને મોટી ભેટ! માત્ર રૂ.98માં 12 GB ડેટા, જાણો વિગત

મહામારી કોરોના વાયરસના કારણે હાલ દેશમાં લોકડાઉન છે. જેના કારણે લોકો ઘરમાં પૂરાયા છે. જો કે, લોકડાઉનના ચોથા તબક્કામાં સરકાર દ્વારા નવા નિયમો હેઠળ અમુક છૂટછાટ આપવામાં આવી છે. જેથી જનજીવન પાટા પર આવી રહ્યું છે. લોકડાઉન દરમિયાન લોકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વધુ એક્ટિવ રહેવા લાગ્યા છે. તેથી ડેટાનો દૈનિક વપરાશ વધ્યો છે. ત્યારે આ સ્થિતિને જોતા ટેલિકોમ કંપની વોડાફોન તેના યુઝર્સ માટે એક ખાસ ઓફર લઈને આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન