Topheadline 06th april 2020 top headlines til 03 pm headline
  • Home
  • Featured
  • [email protected] 03PM: બોપલમાં ગરબા રમી પોલીસે કાયદાનો ભંગ કર્યો, PMએ કહ્યું- કોરોના સામે લાંબી લડાઇ

[email protected] 03PM: બોપલમાં ગરબા રમી પોલીસે કાયદાનો ભંગ કર્યો, PMએ કહ્યું- કોરોના સામે લાંબી લડાઇ

 | 2:58 pm IST

અમદાવાદમાં કોરોના વાયરસના ખતરાની ઘંટી વાગી ગઈ છે. દિવસેને દિવસે કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે. રાજ્યમાં કોરોના કહેર વચ્ચે દરરોજ પોઝિટીવ કેસના આંકડાઓ ખતરારૂપ રીતે વધી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કર્યા.  દેશમાં કોરોનાનો વધતા કેસની વચ્ચે વધુ એક ખરાબ સમાચાર આવ્યા છે. ભારતના કેટલાંય વિસ્તારોમાં કોરોના ત્રીજા ટેસ્ટમાં પહોંચી ગયો છે. કિલર કોરોના વાયરસનો કહેર દરરોજ પોતાની અસર વિશ્વભરમાં ફેલાવી રહ્યું છે. વિશ્વમાં 10 લાખથી વધુ લોકો કોરોના વાયરસથી પીડિત થઈ ગયા છે. વૈશ્વિક મહામારી કોરોના વાયરસના કારણે હાલ દેશમાં લોકડાઉન છે. જેના કારણે સામાન્ય જનજીવન ઠપ્પ થયું છે. …સહિતનાં મહત્વનાં સમાચાર.

વધુ વાંચવા ક્લિક કરો-1: બોપલમાં DJના તાલે ગરબા રમી પોલીસે કાયદાનો ભંગ કર્યો, પણ SPએ સસ્પેન્ડ કરીને દાખલો બેસાડ્યો 

અમદાવાદમાં કોરોના વાયરસના ખતરાની ઘંટી વાગી ગઈ છે. દિવસેને દિવસે કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે. બીજી બાજુ અમદાવાદ પોલીસ લોકડાઉનનું ચુસ્ત પાલન થાય તેના માટે બનતા તમામ પ્રયત્નો કરી રહી છે. ત્યારે રવિવારે મોડી રાત્રે બોપલ પોલીસ સ્ટેશનના પીઆઈ અનિલાબેન બ્રહ્મભટ્ટ તેમજ તેમની પોલીસ ટીમ દ્વારા તેમના જ બનાવેલા નિયમોનું સરેઆમ ભંગ કર્યું હતું.

વધુ વાંચવા ક્લિક કરો-2: ‘કોરોના સામેની લડતમાં સ્માર્ટસિટીની મહત્વપૂર્ણ ભૂમિકા, 100 શહેરોમાં અમદાવાદ પ્રથમ સ્થાને: વિજય નહેરા

રાજ્યમાં કોરોના કહેર વચ્ચે દરરોજ પોઝિટીવ કેસના આંકડાઓ ખતરારૂપ રીતે વધી રહ્યા છે. આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિજય નહેરા દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. ગુજરાતમાં આજે વધુ 16 પોઝિટિવ કેસ નોંધાયા છે. મકરઝથી આવેલા લોકોના વિસ્તારોમાં કેસ વધી રહ્યાં છે. અમદાવાદના હોટસ્પોટ કરાયેલા વિસ્તારોમાં કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે.

વધુ વાંચવા ક્લિક કરો-3: PM મોદીએ કહ્યું – કોરોના વાયરસ સામે લાંબી લડાઇ, થાકવાનું કે હારવાનું નથી…

ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કર્યા. મોદીએ કહ્યું કે આજે આખી માનવ જાતિ પર સંકટ છે, પડકારોથી ભરેલું આ વાતાવરણ દેશની સેવા માટે આપણને સંસ્કાર, સમર્પણ અને પ્રતબિદ્ધતાને લઇ વધુ સશકત થવાનો માર્ગ નક્કી કરે છે. મોદીએ કહ્યું કે કોરોના વાયરસની સામે લડાઇ લાંબી છે, આથી થાકવાનું નથી અને ના તો હારવાનું, બસ માત્ર જીતવાનું જ છે.

વધુ વાંચવા ક્લિક કરો-4: ભારત માટે કોરોનાને લઇ ચિંતાજનક સમાચાર, AIIMSના ડૉકટરે આપી ખાસ ચેતવણી

દેશમાં કોરોનાનો વધતા કેસની વચ્ચે વધુ એક ખરાબ સમાચાર આવ્યા છે. ભારતના કેટલાંય વિસ્તારોમાં કોરોના ત્રીજા ટેસ્ટમાં પહોંચી ગયો છે. દિલ્હી AIIMSના ડાયરેકટર ડૉ.રણદીપ ગુલેરિયાએ કહ્યું કે કેટલાંય વિસ્તારોમાં કોરોનાનો કોમ્યુનિટી પ્રસાર થયો છે. જો કે તેમણે કહ્યું કે આખા ભારતમાં કોરોના બીજા સ્ટેજ અને ત્રીજા ટેસ્ટની વચ્ચે છે.

વધુ વાંચવા ક્લિક કરો-5: કિલર કોરોના: અમેરિકામાં 1 દિવસમાં 1200 લોકોના મોત, 3 લાખથી વધુ લોકો આવ્યા ઝપટમાં

કિલર કોરોના વાયરસનો કહેર દરરોજ પોતાની અસર વિશ્વભરમાં ફેલાવી રહ્યું છે. વિશ્વમાં 10 લાખથી વધુ લોકો કોરોના વાયરસથી પીડિત થઈ ગયા છે. જ્યારે 70000 કરતા વધુ લોકોના મોત થયા છે. આ મહામારીની ઝપટમાં સૌથી વધુ અમેરિકા આવ્યું છે, જ્યાં છેલ્લી 24 કલાકમાં આ વાયરસથી 1200 મોત નોંધાયા છે. કોરોનાએ અમેરિકામાં તો મોતનું તાંડવ મચાવી દીધું છે.

વધુ વાંચવા ક્લિક કરો-6: લોકડાઉન વચ્ચે 4.91 કરોડ ખેડૂત પરિવારોને કેન્દ્ર સરકારે આટલા કરોડની કરી ફાળવણી

વૈશ્વિક મહામારી કોરોના વાયરસના કારણે હાલ દેશમાં લોકડાઉન છે. જેના કારણે સામાન્ય જનજીવન ઠપ્પ થયું છે. આ પરિસ્થિતિઓમાં કેન્દ્ર સરકાર પોતાની યોજનાઓના માધ્યમથી ગરીબ અને સામાન્ય વર્ગના લોકોને રાહત આપવાનો પ્રયાસ કરી રહી છે. 1.7 લાખ કરોડ રૂપિયાના રાહત પેકેજમાં પણ સરકાર ઉજ્જવલા અને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર(DBT) સ્કીમના માધ્યમથી લોકોને મદદ કરી રહી છે.

વધુ વાંચવા ક્લિક કરો-7: ‘હિટમેન’ રોહિત શર્માને લઈ યુવરાજ સિંહનો મોટો ઘટસ્ફોટ- શરૂઆતમાં આ ખેલાડી મને પાકિસ્તાનના…

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહે તાજેતરમાં ટીમ ઇન્ડિયાના ઓપનર બેટ્સમેન અને ‘હિટમેન’ના નામથી લોકપ્રિય રોહિત શર્માને લઈ એક એવી વાત કહી છે જે હાલ ચર્ચામાં છે. યુવરાજ સિંહે કહ્યું કે પોતાના કરિયરના શરૂઆતી દિવસોમાં રોહિત શર્માની બેટિંગ તેને પાકિસ્તાનના દિગ્ગજ ખેલાડી અને બેટ્સમેન ઇંઝમામ-ઉલ-હકની યાદ અપાવતી હતી.

વધુ વાંચવા ક્લિક કરો-8: દૂરદર્શને ટ્વીટ કરી સોનાક્ષીને પુછ્યો એક સવાલ, ફરી એકવાર સોશિયલ મીડિયા પર થઈ ટ્રોલ

સમગ્ર વિશ્વમાં કોરોનાએ ભરડો લીધો છે ભારતમાં હાલ 21 દિવસ માટે લોકડાઉન ચાલી રહ્યું છે. કોરોનાના સંકટ વચ્ચે દૂરદર્શન પર ફરીથી રામાયણ અને મહાભારતનું પ્રસારણ શરૂ થયુ છે. જેવી રામાયણ શરૂ થઈ એકટ્રેસ સોનાક્ષી સિન્હા ટ્રેન્ડ થવા લાગી. લોકો સોનાક્ષીને ટ્રોલ કરતા થાકતા નથી. મુકેશ ખન્નાના નિવેદન પછી દૂરદર્શને ખુદ એક ટ્વીટ કરી સોનાક્ષીની મજાક કરી છે.

વધુ વાંચવા ક્લિક કરો-9: ફેસબુક પર લાગ્યો ગંભીર આરોપ, યૂઝર્સની જાસૂસી માટે Pegasus ખરીદવા ઇચ્છતી હતી કંપની

છેલ્લા કેટલાક મહિનાઓથી ઇઝરાયેલની સિક્યોરિટી ફર્મ NSO Group ખુબજ ચર્ચામાં છે. કારણ છે WhatsApp તરફથી આરોપ લગાવવામાં આવ્યો છે કે આ ફર્મ WhatsAppના યૂઝર્સને સ્પાઇ કરવાનું ટૂલ સરકારી એજન્સીઓને આપી દે છે.

વધુ વાંચવા ક્લિક કરો-10: દીવડો લઈ ૐ નમ: શિવાયનો મંત્રજાપ કર્યો નીતા-મુકેશ અંબાણીએ જુઓ વીડિયો

PM નરેન્દ્ર મોદીએ કોરોના મહામારીના સંકટ સામે બાથ ભીડવા તેમજ નકારાત્મક ઉર્જાનો નાશ કરી આશાનું કિરણ જલાવવા તમામ દેશવાસીઓને એક થવાની અપીલ કરી હતી. લોકોએ પોતાના ઘરોની લાઈટો 9 કલાક અને 9 મિનિટ માટે બંધ કરીને દીપ પ્રગટાવ્યા હતા.

વધુ વાંચવા ક્લિક કરો-11: Photos: આ છે દુનિયાના ખતરનાક વાયરસ, જ્યારે જ્યારે આવ્યા મોતનું તાંડવ લાવ્યા

જ્યારે દુનિયા બની બસ ત્યારથી વાયરસથી લડી રહી છે. કેટલાક એવા વાયરસ છે જે માણસોએ બનાવ્યા છે. સાઈન્ટિફીક અમેરિકન મેગેઝિન અનુસાર ધરતી પર વૈજ્ઞાનિકોએ લગભગ 6 લાખ એવા વાયરસની શોધ કરી છે જે જાનવરોથી માણસોમાં પ્રવેશે છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન