TopHeadline: 07th July 2020 Top Headlines Til 03 PM Headline
  • Home
  • Featured
  • [email protected] 03PM: ગુજરાત કોંગ્રેસના વધુ એક MLA કોરોના પોઝિટીવ, ચીને ફરી ભારતને આપી દીધી મોટી ધમકી

[email protected] 03PM: ગુજરાત કોંગ્રેસના વધુ એક MLA કોરોના પોઝિટીવ, ચીને ફરી ભારતને આપી દીધી મોટી ધમકી

 | 2:54 pm IST

અમદાવાદના સૌથી મોટા ગેંગસ્ટર લતીફના પુત્ર મુસ્તાક અબ્દુલનું મોત થયું છે. આ સમાચાર મળતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ વિશે મળતી માહિતી પ્રમાણે અમદાવાદના કુખ્યાત ડોન લતીફના 40 વર્ષીય પુત્ર મુસ્તાક અબ્દુલ લતીફ શેખનું આજે વહેલી સવારે અમદાવાદ ખાતે હાર્ટ એટેકના કારણે અવસાન થયું છે. ગુજરાત કોંગ્રેસના એક પછી એક ધારાસભ્યો કોરોનાગ્રસ્ત બની રહ્યા છે. આજે વધુ એક MLA કોરોના સંક્રમિત બન્યા છે. રાજ્યના બનાસકાંઠાના વાવ-ભાભરના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનો કોરોનાનો રિપોર્ટ કઢાવવા માટે સમ્પલ લેવામાં આવ્યાં હતા. ભારત-ચીન વચ્ચે એલએસી પર તણાવ ચાલી રહ્યો છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લદ્દાખમાં વ્યૂહાત્મક જગ્યા નીમૂ પોસ્ટનો પ્રવાસ કર્યો. અહીં એલએસીની પાસે વ્યૂહાત્મક પુલ અને રોડ બનાવવાનું કામ યુદ્ધ સ્તર પર ચાલી રહ્યું છે.ચીન પોતાની વાત પર ક્યારેય અડગ નથી રહ્યું. ગલવાન ખીણમાં ભારતીય સૈનિકોની પર ષડયંત્ર રચીને હુમલો કરવાથી લઇને 1962માં પીઠ પાછળ ખંજર મારવા સુધી દગો કરવાની તેની જૂની આદત છે. પીએમ નરેન્દ્ર મોદી અનેક અવસર પર ચીનને કોઈપણ નામ આપ્યા વગર ચેતવી ચુક્યા છે કે આ 1962વાળું ભારત નથી. સહિતના દેશ-વિદેશના મહત્વપૂર્ણ સમાચાર 

વધુ વાંચવા ક્લિક કરો-1: અમદાવાદના સૌથી મોટા ગેંગસ્ટર લતીફના પુત્ર મુસ્તાફ અબ્દુલ શેખનું મોત, આજે સાંજે અહીં કરાશે દફનવિધિ

અમદાવાદના સૌથી મોટા ગેંગસ્ટર લતીફના પુત્ર મુસ્તાક અબ્દુલનું મોત થયું છે. આ સમાચાર મળતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ વિશે મળતી માહિતી પ્રમાણે અમદાવાદના કુખ્યાત ડોન લતીફના 40 વર્ષીય પુત્ર મુસ્તાક અબ્દુલ લતીફ શેખનું આજે વહેલી સવારે અમદાવાદ ખાતે હાર્ટ એટેકના કારણે અવસાન થયું છે.

વધુ વાંચવા ક્લિક કરો-2: ગુજરાત કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય કોરોનાથી સંક્રમિત, હાલ ગાંધીનગરમાં સારવાર અર્થે ખસેડાયા

ગુજરાત કોંગ્રેસના એક પછી એક ધારાસભ્યો કોરોનાગ્રસ્ત બની રહ્યા છે. આજે વધુ એક MLA કોરોના સંક્રમિત બન્યા છે. રાજ્યના બનાસકાંઠાના વાવ-ભાભરના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનો કોરોનાનો રિપોર્ટ કઢાવવા માટે સમ્પલ લેવામાં આવ્યાં હતા

વધુ વાંચવા ક્લિક કરો-3: ચીન બૉર્ડર પર ભારતે પુરુ કરી લીધું એ કામ જેને જોઇને જ ધુંઆપુંઆ થઈ ગયું હતુ ‘ડ્રેગન’

ભારત-ચીન વચ્ચે એલએસી પર તણાવ ચાલી રહ્યો છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લદ્દાખમાં વ્યૂહાત્મક જગ્યા નીમૂ પોસ્ટનો પ્રવાસ કર્યો. અહીં એલએસીની પાસે વ્યૂહાત્મક પુલ અને રોડ બનાવવાનું કામ યુદ્ધ સ્તર પર ચાલી રહ્યું છે.

વધુ વાંચવા ક્લિક કરો-4: ચીનને તેની દરેક હરકતનો મળશે ઘાતક જવાબ, આખી રાત સરહદ પર ગરજ્યા યુદ્ધ વિમાન

ચીન પોતાની વાત પર ક્યારેય અડગ નથી રહ્યું. ગલવાન ખીણમાં ભારતીય સૈનિકોની પર ષડયંત્ર રચીને હુમલો કરવાથી લઇને 1962માં પીઠ પાછળ ખંજર મારવા સુધી દગો કરવાની તેની જૂની આદત છે. પીએમ નરેન્દ્ર મોદી અનેક અવસર પર ચીનને કોઈપણ નામ આપ્યા વગર ચેતવી ચુક્યા છે કે આ 1962વાળું ભારત નથી. 

વધુ વાંચવા ક્લિક કરો-5: સુધરે એ બીજા- ચીન એનું એ: ભારતને ફરી ધમકી આપતા કહ્યું, તિબેટ મુદ્દાથી દૂર રહો નહીં તો…

ચીનની કૉમ્યુનિસ્ટ પાર્ટીનાં મુખપત્ર ગ્લોબલ ટાઇમ્સે એકવાર ફરી ભારતને ધમકી આપી છે. આ સમાચાર પત્રનાં સંપાદકીય લેખમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય મીડિયાનાં કેટલાક ભાગોમાં આ મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે કે ભારતે તિબેટ કાર્ડનો ઉપયોગ કરવો જોઇએ. સમાચાર પત્રએ કહ્યું કે આ રસ્તાથી ભટકેલો અને બેજવાબદાર વિચાર છે.

વધુ વાંચવા ક્લિક કરો-6: દેશમાં ‘ડ્રેગન’ને ગુડબાય કહેવાની તૈયારી! કેન્દ્રની મોદી સરકાર હવે એક્શન મોડમાં, લીધો આ નિર્ણય!

દેશમાં ચીની કંપની અને ચીની માલસમાનના બહિષ્કારની ઝુંબેશ સતત ઉગ્ર બની રહી છે. કેન્દ્ર સરકારે પણ 59 ચીની એપ્સ પર પ્રતિબંધ મકીને દેશવાસીઓને આ ઝુંબેશ માટે પ્રોત્સાહન આપ્યું છે. ત્યારે હવે કેન્દ્રની મોદી સરકાર વધુ એક મોટો નિર્ણય લેવાની તૈયારી કરી છે.

વધુ વાંચવા ક્લિક કરો-7: મારો ધ્યેય બીજા કરતાં નહી પરંતુ મારા કરતાં જ બેસ્ટ બનવાનો છે : MS

એમ એસ ધોનીએ અચાનક વનડે અને ટી-20ની કેપ્ટનસી છોડી દેતા તેમના ફેન્સ નારાજ થઈ ગયા છે. ધોનીએ અત્યાર સુધી ભારતને સૌથી વધારે મેચો જીતાડી છે. ધોનીએ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાને નંબર વન બનાવી હતી. ધોનીએ પોતાના નિવેદનો વખતે કરેલી એવી આઠ વાતો જે તેમણે એક મહાન ક્રિકેટર બનાવે છે.

વધુ વાંચવા ક્લિક કરો-8: બોલિવૂડમાં ફરી શોકનું મોજુ ફરી વળ્યુ, આ ફિલ્મ નિર્માતાનું થયુ નિધન

ફિલ્મ નિર્માતા અને નિર્દેશક હરીશ શાહનું નિધન થયુ છે. આજે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા. તેઓ લાંબા સમયથી કેન્સરની બીમારીથી લડી રહ્યા હતા. હરીશ શાહની ગણતરી બોલિવૂડના દિગ્ગજ નિર્માતાઓમાં થતી હતી. તેમની મુખ્ય ફિલ્મો કાલા સોના, મેરે જીવન સાથી, રામ તેરે કિતને નામ, ધન દૌલત, જલજલા, જાલ ધ ટ્રેપનો સમાવેશ થાય છે.

વધુ વાંચવા ક્લિક કરો-9: WhatsApp લાવ્યુ જોરદાર ફીચર માત્ર સ્કેન કરવાથી નંબર સેવ કરી શકાશે

વિશ્વની લોકપ્રિય મેસેજિંગ એપ WhatsApp ગયા અઠવાડિયે કેટલાક નવા ફીચર લઇને આવ્યુ છે. KaiOS જેવા ઓપરેટિંગ સિસ્ટમ માટે Status તેમજ WhatsApp વેબ માટે એનિમેટેડ સ્ટીકર, ડાર્ક મોડ સ્ટેટસ જેવા ફીચર લઈને આવ્યું છે. હવે સામાન્ય યૂઝર્સ માટે QR codeનો સપોર્ટ ટૂંક સમયમાં આવી રહ્યો છે.

વધુ વાંચવા ક્લિક કરો-10: ચોકલેટ ખાવાના છે અધધ ફાયદા, એક નહી અનેક બીમારીઓ કરે દૂર

મોટાભાગે ચોકલેટને સ્વાસ્થ્ય અને દાંતો માટે ખતરનાક માનવામાં આવે છે. જો કે દરેક વસ્તુઓના બે પાસાઓ હોય તેમ ચોકલેટ ખાવાના ફાયદા પણ છે. ચોકલેટમાં ઘણા પ્રકારના પોષક તત્વો હોય છે, જે સ્વાસ્થ્ય માટે સારા સાબિત થાય છે. 

વધુ વાંચવા ક્લિક કરો-11: ખુબજ રોમેન્ટિક હોય છે આ રાશિના જાતકો, પ્રેમ કરવામાં ક્યારેય પાછા ન પડે

દરેક જાતકોનો સ્વભાવ તેના રાશિના કારણે હોય છે. બુદ્ધિ કૌશલ કે કાર્ય કરવામાં રાશિ વિશેષ અસર કરે. કેટલાક જાતકોને તમે જોશો તો માત્ર એક મુસ્કાનથી વાતાવરણને મહેંકાવે તો કોઈ પોતાની સ્ટાઇલથી અલગ આભા ધરાવે છે. આજે આપણે તુલા રાશિના જાતકોની વિશેષતા અંગે જાણીશુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન