TopHeadline: 11st August 2020 Top Headlines Til 12 PM Headline
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • [email protected] 12PM: ભૂજમાં લાઉડ સ્પીકર વગાડવા મુદ્દે તંત્રનો વિચિત્ર તર્ક, પ્રખ્યાત શાયર રાહત ઇન્દોરી કોરોના પોઝિટિવ

[email protected] 12PM: ભૂજમાં લાઉડ સ્પીકર વગાડવા મુદ્દે તંત્રનો વિચિત્ર તર્ક, પ્રખ્યાત શાયર રાહત ઇન્દોરી કોરોના પોઝિટિવ

 | 11:57 am IST
  • Share

 રાજકોટ શહેરમાં ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને તેના પત્ની રિવાબા બન્ને કારમાં માસ્ક વીના નીકળતા કિશાનપરા ચોક નજીક મહિલા પોલીસે અટકાવ્યા હતા. રિવાબાએ મહિલા પોલીસ સાથે માથાકૂટ કરી રોફ જમાવતા મહિલા કોન્સ્ટેબલ બેશુદ્ધ બની જતા તાત્કાલીક સારવારમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી.કોરોના વૈશ્વિક બિમારીનો ખતરો ચારેબાજુ ફેલાયેલો છે. ત્યારે ભુજમાં લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. જેના માટે તંત્રએ જબરો તર્ક આપીને તમામ લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે. ભૂજમાં લાઉડ સ્પીકર પર પ્રતિબંધ મૂકીને તંત્રએ જણાવ્યું છે કે લાઉડ સ્પીકરમાંથી જીવાણું નીકળે છે, જીવાણુંથી કોરોનાનો ચેપ વધે છે. આ તર્કની ચારેબાજુ ચર્ચાઓ થઈ રહી છે. પ્રખ્યાત શાયર રાહત ઇન્દોરી કોરોના વાયરસ પોઝિટિવ જોવા મળ્યા છે. મધ્યપ્રદેશના ઇન્દોરમાં તેમને મોડી રાત્રે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. રાહત ઇન્દોરીના દીકરા સતલજ એ આ વાતની માહિતી આપી, ત્યારબાદ ખુદ રાહત ઇન્દોરીએ આ અંગે ટ્વીટ કરી. અમેરિકાના બોબસન કોલેજથી 3.80 કરોડ રૂપિયાની વધુની સ્કોલરશિપ મેળવનાર સુદીક્ષા ભાટીનું માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું હતું. દાદરી વિસ્તારની ડેરી સ્કનર ગામની રહેવાસી સુદીક્ષા પોતાના કાકાની સાથે બુલંદશહરમાં રહેતા મામાને મળવા જઈ રહી હતી. સહિતના દેશ-વિદેશના મહત્વપૂર્ણ સમાચાર 

વધુ વાંચવા ક્લિક કરો-1: રાજકોટમાં રવિન્દ્ર જાડેજા, રિવાબાએ માસ્ક મુદ્દે માથાકૂટ કરતા કોન્સ્ટેબલ બેભાન, સિંઘમ બનતી પોલીસ નરમઘેંસ

રાજકોટ શહેરમાં ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને તેના પત્ની રિવાબા બન્ને કારમાં માસ્ક વીના નીકળતા કિશાનપરા ચોક નજીક મહિલા પોલીસે અટકાવ્યા હતા. રિવાબાએ મહિલા પોલીસ સાથે માથાકૂટ કરી રોફ જમાવતા મહિલા કોન્સ્ટેબલ બેશુદ્ધ બની જતા તાત્કાલીક સારવારમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી.

વધુ વાંચવા ક્લિક કરો-2: ભૂજમાં લાઉડ સ્પીકર વગાડવા મુદ્દે તંત્રનો વિચિત્ર તર્ક, ‘સ્પીકરમાંથી જીવાણું નીકળે, જીવાણુથી કોરોનાનો ચેપ વધે’

કોરોના વૈશ્વિક બિમારીનો ખતરો ચારેબાજુ ફેલાયેલો છે. ત્યારે ભુજમાં લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. જેના માટે તંત્રએ જબરો તર્ક આપીને તમામ લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે. ભૂજમાં લાઉડ સ્પીકર પર પ્રતિબંધ મૂકીને તંત્રએ જણાવ્યું છે કે લાઉડ સ્પીકરમાંથી જીવાણું નીકળે છે, જીવાણુંથી કોરોનાનો ચેપ વધે છે. આ તર્કની ચારેબાજુ ચર્ચાઓ થઈ રહી છે.

વધુ વાંચવા ક્લિક કરો-3: પ્રખ્યાત શાયર રાહત ઇન્દોરી કોરોના પોઝિટિવ, ટ્વીટ કરી રહ્યું- દુઆ કરો…

પ્રખ્યાત શાયર રાહત ઇન્દોરી કોરોના વાયરસ પોઝિટિવ જોવા મળ્યા છે. મધ્યપ્રદેશના ઇન્દોરમાં તેમને મોડી રાત્રે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. રાહત ઇન્દોરીના દીકરા સતલજ એ આ વાતની માહિતી આપી, ત્યારબાદ ખુદ રાહત ઇન્દોરીએ આ અંગે ટ્વીટ કરી.

વધુ વાંચવા ક્લિક કરો-4: બુલંદશહર: અમેરિકામાં 3.80 કરોડની સ્કોલરશીપ મેળવનાર દીકરીનું છેડતી દરમ્યાન મોત

અમેરિકાના બોબસન કોલેજથી 3.80 કરોડ રૂપિયાની વધુની સ્કોલરશિપ મેળવનાર સુદીક્ષા ભાટીનું માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું હતું. દાદરી વિસ્તારની ડેરી સ્કનર ગામની રહેવાસી સુદીક્ષા પોતાના કાકાની સાથે બુલંદશહરમાં રહેતા મામાને મળવા જઈ રહી હતી.

વધુ વાંચવા ક્લિક કરો-5: ચીની મજૂરોએ પાકિસ્તાની સૈનિકોને ધોઇ નાંખ્યા, ‘ગુલામ’ ઇમરાન ખાન કંઇ ના બોલી શકયા અને ઉલટાનું…

ચીનની ગુલામી પાકિસ્તાનમાં એ હદે છે કે પોતાના સૈનિકો સાથે અભદ્રતા પર પણ ચુપ છે. ઉલટાનું તેમના સૈનિકોને સંયમ વર્તવાની નસીહત આપી દેવામાં આવી રહી છે.

વધુ વાંચવા ક્લિક કરો-6: 3 દિવસમાં બીજી વખત સોનાંના ભાવમાં ઘટાડો નોંધાયો, જાણો આજે કેટલું સસ્તું થયું

વૈશ્વિક બજારોમાં ઘટાડાને કારણે આજે ભારતીય બજારોમાં પણ સોનાં અને ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો હતો. MCX પર ઓક્ટોબરના સોનાંનો ભાવ 0.63 ટકા ઘટીને 54600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો હતો. છેલ્લા 3 દિવસમાં સોનાંના ભાવમાં આ બીજી વખત ઘટાડો નોંધાયો છે. 

વધુ વાંચવા ક્લિક કરો-7: 4 મહિનાની IPL સ્પોન્સરશિપ માટે BCCIએ બહાર પાડ્યું ટેન્ડર, પણ સાથે રાખી આકરી શરત

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે સોમવારે આઈપીએલે આગામી સિઝનના ટાઈટલ સ્પોન્સરશિપ માટે ટેન્ડર બહાર પાડ્યું છે. ચીની મોબાઈલ કંપની વીવોની જગ્યાએ આઈપીએલના નવા ટાઈટલ સ્પોન્સરની સાથે કરાર સાડા ચાર મહિના માટે હશે અને એ જરૂરી નથી કે સૌથી ઊંચી બોલી લગાવનાર કંપનીને જ સ્પોન્સરશિપ આપવામાં આવશે.

વધુ વાંચવા ક્લિક કરો-8: બોલિવૂડ એક્ટર મહેશબાબૂના જન્મ દિવસે ચાહકોએ 60.2 મિલિયન ટ્વિટ કરી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

સુપરસ્ટાર મહેશ બાબૂએ થોડા દિવસ પહેલા પોતાના જન્મ દિવસની ઉજવણી કરી હતી. જન્મદિવસના દિવસે તે સોશિયમ મીડિયામાં ખુબ વાયરલ થયા હતા. આ ખાસ પ્રસંગે દરેક સેલિબ્રિટીએ મહેશ બાબૂને શુભકામના પાઠવી હતી.

વધુ વાંચવા ક્લિક કરો-9: Qualcomm નાં પ્રોસેસરમાં સામે આવી મોટી ગડબડ, 30 કરોડ સ્માર્ટફોન પર સૌથી મોટું જોખમ

સામાન્ય રીતે કોઈ પ્રોસેસર કે ચિપમાં બગ આવવાના રિપોર્ટ સામે આવ્યા નથી, પણ હવે ક્વાલકોમની ચીપમાં એક બગ સામે આવ્યું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ બગને કારણે દુનિયાભરનાં 40 ટકા એટલે કે 30 કરોડ એન્ડ્રોઈડ સ્માર્ટફોનની સિક્યોરિટી પર જોખમ ઉભું થયું છે. સિંગાપોરની એક એજન્સીએ આ જોખમ અંગે દુનિયાને માહિતગાર કરી છે.

વધુ વાંચવા ક્લિક કરો-10: ચોમાસામાં મચ્છર કરડવાથી પડી જાય ચકામા, બીમારીઓથી બચવા કરો આ ઉપાય

વરસાદમાં ભીંજાવુ તો સૌ કોઇને ગમે પણ સાથે સાથે કેટલીક સમસ્યાઓ પણ આવે છે. વરસાદના કારણે ખાડાઓમાં પાણી ભરાતા તેમજ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી જતા મચ્છરોનો ઉપદ્રવ વધી જાય છે. મચ્છરના કરડવાથી અનેક સમસ્યાઓ થાય છે ત્યારે આજે આપણે કેટલાક ઘરેલુ નુસખાઓ જાણીએ.

વધુ વાંચવા ક્લિક કરો-11: કૃષ્ણ જન્માષ્ટમી પર ભૂલથી પણ ન કરશો આ કામ, પૂજા રહી જશે અધુરી નહી મળે ફળ

દેશભરમાં કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી ખુબજ ધામધુમથી કરવામાં આવે છે. જો કે આ વખતે કોરોનાના કારણે તહેવારો થોડા ફિક્કા પડી જશે. આ વખતે જન્માષ્ટમીનો આ તહેવાર 11 અને 12 ઓગસ્ટના રોજ છે. આ દિવસે શ્રદ્ધાળુઓ દિવસભર ઉપવાસ રાખે છે અને શ્રી કૃષ્ણના ભજન-કીર્તન કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન