TopHeadline: 13rd August 2020 Top Headlines Til 12 PM Headline
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • [email protected] 12PM: ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, કરદાતાઓ માટે PM મોદીનું નવું પ્લેટફોર્મ લોન્ચ

[email protected] 12PM: ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, કરદાતાઓ માટે PM મોદીનું નવું પ્લેટફોર્મ લોન્ચ

 | 11:56 am IST
  • Share

રાજ્યમાં આજે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ સારો વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં તોફાની પવન સાથે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને મેઘો ઘમરોળશે. રાજકોટના ગોંડલમાંથી એક મોટા સમાચાર મળી રહ્યા છે. ગોંડલનો રાજવી પરિવાર કોરોના સંક્રમિત બનતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ગોંડલના રાજવી પરિવારમાં મહારાજા અને મહારાણીને કોરોના પોઝિટીવ આવ્યા છે. જેના કારણે તંત્રએ પેલેસના નિવાસ સ્થાને હોમ આઈસોલેટ કરાયા છે. પેલેસમાં કામ કરતા કર્મચારીઓને પણ તંત્ર દ્વારા ક્વોરન્ટાઈન કરાયા છે. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની સ્થિતિમાં કોઇ સુધારો જોવા મળ્યો નથી. તેમની સ્થિતિ નાજુક છે. સેનાની રિસર્ચ અને રેફરલ હોસ્પિટલે કહ્યું કે પ્રણવ મુખર્જીની સ્થિતિ ચિંતાજનક છે અને હજુ તેમને વેન્ટિલેટર પર જ રાખ્યા છે. આપને જણાવી દઇએ કે બ્રેન સર્જરી બાદથી પ્રણવ મુખર્જીની સ્થિતિ ગંભીર છે. સહિતના દેશ-વિદેશના મહત્વપૂર્ણ સમાચાર 

વધુ વાંચવા ક્લિક કરો-1: ગુજરાતના આ વિસ્તારો માટે આગામી ચાર દિવસ ખુબ જ ભારે, અમદાવાદ સહિત ઉ.ગુજરાત માટે સારા સમાચાર

રાજ્યમાં આજે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ સારો વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં તોફાની પવન સાથે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને મેઘો ઘમરોળશે. 

વધુ વાંચવા ક્લિક કરો-2: રાજકોટથી સૌથી મોટા સમાચાર, ગોંડલના હઝુર પેલેસમાં રાજવી પરિવાર કોરોનાથી સંક્રમિત થતાં હડકંપ

રાજકોટના ગોંડલમાંથી એક મોટા સમાચાર મળી રહ્યા છે. ગોંડલનો રાજવી પરિવાર કોરોના સંક્રમિત બનતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ગોંડલના રાજવી પરિવારમાં મહારાજા અને મહારાણીને કોરોના પોઝિટીવ આવ્યા છે. જેના કારણે તંત્રએ પેલેસના નિવાસ સ્થાને હોમ આઈસોલેટ કરાયા છે. પેલેસમાં કામ કરતા કર્મચારીઓને પણ તંત્ર દ્વારા ક્વોરન્ટાઈન કરાયા છે.

વધુ વાંચવા ક્લિક કરો-3: પ્રણવ મુખર્જીની તબિયત નાજુક, હજુ પણ વેન્ટિલેટર સપોર્ટ પર જ

ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની સ્થિતિમાં કોઇ સુધારો જોવા મળ્યો નથી. તેમની સ્થિતિ નાજુક છે. સેનાની રિસર્ચ અને રેફરલ હોસ્પિટલે કહ્યું કે પ્રણવ મુખર્જીની સ્થિતિ ચિંતાજનક છે અને હજુ તેમને વેન્ટિલેટર પર જ રાખ્યા છે. આપને જણાવી દઇએ કે બ્રેન સર્જરી બાદથી પ્રણવ મુખર્જીની સ્થિતિ ગંભીર છે.

વધુ વાંચવા ક્લિક કરો-4: ભારતમાં કોરોનાનો કહેર યથાવત: 24 કલાકમાં સૌથી વધુ રેકર્ડ બ્રેક નવા કેસ, 942ના મોત

ભારત સહિત 180થી વધુ દેશોમાં કોરોનાવાયરસનો ખોફ છે. આ સંક્રમણની ઝપટમાં અત્યાર સુધીમાં 2.6 કરોડથી વધુ લોકો આવી ગયા છે. આ વાયરસથી 7.49 લાખ દર્દીઓના મોત થયા છે. ભારતમાં પણ દરરોજ કોરોના કેસ વધી રહ્યા છે. આરોગ્ય મંત્રાલય દ્વારા ગુરુવારે સવારે જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 23,96,637 થઈ ગઈ છે. 

વધુ વાંચવા ક્લિક કરો-5: ટ્રમ્પ પ્રશાસને H-1B વીઝામાં છૂટછાટની કરી જાહેરાત, આ લોકોને થશે ફાયદો

ટ્રમ્પ પ્રશાસને H-1B વીઝાના કેટલાંક નિયમોમાં ઢીલ આપવાની જાહેરાત કરી છે. આ નિર્ણયથી આ વીઝાધારકોને અમેરિકામાં પ્રવેશ કરવાની મંજૂરી મળી શકશે. ખાસ કરીને એ લોકોને આનાથી ફાયદો મળશે જેમને વીઝા પ્રતિબંધના લીધે નોકરી છોડવી પડી હતી. જો તેઓ તેમની નોકરીઓમાં પાછા ફરે છે તો આ છૂટનો ફાયદો મળી શકે છે. 

વધુ વાંચવા ક્લિક કરો-6: કોરોનાને લીધે ભારતમાં T20 વર્લ્ડકપ 2021 નહીં રમાય, તો આ બે દેશોને મળી શકે છે મોકો

ભારત જો આગામી વર્ષે ટી20 વર્લ્ડ કપની યજમાની નહીં કરી શકે તો ICC શ્રીલંકા અને સંયુક્ત અરબ અમીરાતને બેકઅપ તરીકે તૈયાર રાખી શકે છે. હજુ ટુર્નામેન્ટને એક વર્ષ બાકી છે. આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં થનાર ટી20 વર્લ્ડ કપ કોરોના વાયરસ મહામારીને કારણે એક વર્ષ માટે સ્થગિત કરી દેવામાં આવ્યો છે.

વધુ વાંચવા ક્લિક કરો-7: કરદાતાઓ માટે પીએમ મોદીએ કર્યું મોટું એલાન, લાગુ કરી આ નવી સિસ્ટમ

ઈમાનદાર કરદાતાઓને પ્રોત્સાહન અને ટેક્સ સિસ્ટમમાં પારદર્શિતા વધારવા માટે પીએમ મોદીએ ગુરુવારે એક નવા ખાસ પ્લેટફોર્મની શરૂઆત કરી હતી. આ પ્લેટફોર્મનું નામ ટ્રાન્સપેરેન્ટ ટેક્સેશનઃ ઓનરિંગ ધ ઓનેસ્ટ આપવામાં આવ્યું છે. 

વધુ વાંચવા ક્લિક કરો-8: સુશાંત કેસમાં આજે સુપ્રીમ કોર્ટ આપશે મહત્વપૂર્ણ ચૂકાદો, નક્કી થશે તપાસ સીબીઆઈ કરશે કે મુંબઈ પોલીસ

સુશાંતસિંહ રાજપૂત કેસમાં આજે સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી થવાની છે. રિયા ચક્રવર્તીની પિટિશન ઉપર સુપ્રીમ કોર્ટ પોતાનો નિર્ણય સંભળાવશે. આ અરજીમાં એક્ટ્રેસે પોતાના વિરૂદ્ધ પટનામાં દાખલ કરવામાં આવેલા કેસને મુંબઈમાં ટ્રાન્સફર કરવાની અપીલ કરી હતી. સાથે જ સુપ્રીમ કોર્ટઆ વાતનો પણ નિર્ણય કરશે કેસની તપાસ મુંબઈ પોલીસ કરશે કે સીબીઆઈ. દરકે પક્ષ આજે લેખિતમાં પોત પોતાનો જવાબ રજૂ કરશે.

વધુ વાંચવા ક્લિક કરો-9: પત્ની બાંકડા પર બેસી પ્રેમી સાથે કરતી હતી પ્રેમાલાપ, પણ પતિએ GOOGLE MAPની મદદથી પકડી પાડી

તમે ગુગલ મેપના સહારો રસ્તાઓ શોધવા માટે કરતાં હશો. શોપિંગ, ફૂડ માટે રેસ્ટોરાં પણ સર્ચ કરતાં હશો. પણ તમે ક્યારેય વિચાર્યું છે કે, ગુગલ મેપની મદદથી તમે તમારી સાથીના અન્ય કોઈ સાથેના પ્રેમ સંબંધને પણ પકડી પાડી શકો છો? તો જાણો પેરુ દેશનો એક ઈન્ટરેસ્ટિંગ કિસ્સો, જ્યાં એક યુવકે પોતાની પત્નીનો પ્રેમ સંબંધ ગુગલ મેપની મદદથી પકડી પાડ્યો હતો.

વધુ વાંચવા ક્લિક કરો-10: ફેફસાના કેન્સરમાં સ્ટેજ-3માં જોવા મળે છે આ લક્ષણ, રાખો ખાસ આ વાતોનું ધ્યાન

સંજય દત્તને ફેફસાંનું કેન્સર હોવાની ખબર સામે આવી ત્યારથી જ આ રોગ વિશે જાણવાની ઉત્સુકતા વધી રહી છે. લોકો ખાસ કરીને ફેફસાંના કેન્સરનો તબક્કો 3 શું છે તે જાણવા માગે છે. કારણ કે સંજય દત્તમાં ફેફસાના કેન્સર સ્ટેજ 3 જ ડાયગ્નોજ થયું છે. જ્યારે ફેફસાંનું કેન્સર તેના ત્રીજા તબક્કે પહોંચે છે ત્યારે શું થાય છે અને આ સ્થિતિમાં બચવાની સંભાવના શું છે.

વધુ વાંચવા ક્લિક કરો-11: સૂર્યનું સિંહ રાશિમાં ગોચર, આ રાશિ માટે રહેશે ખૂબજ ફાયદાકારક

સૂર્યદેવને નવગ્રહોનો રાજા માનવામાં આવે છે. જ્યારે સૂર્ય એક રાશિથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે, ત્યારે તે સંક્રાંતિ તરીકે ઓળખાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જ્યારે કુંડળીમાં સૂર્ય પ્રબળ હોય છે, ત્યારે વ્યક્તિનું ભાગ્ય તેની સાથે શરૂ થાય છે અને તેની બધી ક્રિયાઓ સરળતાથી શરૂ થાય છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન