TopHeadline: 14th February 2020 Top Headlines Til 06 PM Headline
  • Home
  • Featured
  • [email protected] PM: પુલવામા હુમલાની વરસી પર ફરી પાક.ની નાપાક હરકત, વડોદરામાં ઢોંગી ધર્મગુરૂનો પર્દાફાશ

[email protected] PM: પુલવામા હુમલાની વરસી પર ફરી પાક.ની નાપાક હરકત, વડોદરામાં ઢોંગી ધર્મગુરૂનો પર્દાફાશ

 | 5:59 pm IST

ગાંધીનગરમાં LRD ભરતીને કારણે અનામત પરિપત્ર મુદ્દે શરૂ થયેલો વિવાદ દિવસને દિવસે વધી રહ્યો છે. બિન અનામત વર્ગની માગણીઓ બાબતે આજે ચર્ચા વિચારણાઓનો દોર ચાલ્યો હતો. હાલ LRD ભરતી મામલે CM, Dy.CM, ગૃહ રાજ્યપ્રધાનની બેઠક પૂર્ણ થઈ ગઈ હોવાના સમાચાર મળી રહ્યા છે. ધંધામાં ખોટ જતાં આર્થિક મંદીથી ઘેરાઈ ગયેલા ફેક્ટરી માલિકને તેમાંથી બહાર કાઢવા મંત્રોચ્ચાર દ્વારા સિધ્ધ કરેલા યંત્ર અને શ્રીયંત્ર આપવાના બહાને રૂ. 21 લાખની ઠગાઈ કરનાર વારસિયા રીંગ રોડના પાખંડી ગુરૂ પ્રશાંત ઉપાધ્યાય વિરુદ્વ છેતરપિંડીનો ગુનો દાખલ થતાં જ ભૂગર્ભમાં ઉતરી ગયો છે. પાકિસ્તાને એકવાર ફરી નાપાક હરકત કરી છે. પાક રેંજર્સે પૂંછ સેક્ટરમાં તાબડતોડ ફાયરિંગ કરી. સરહદ પારથી થયેલ કાર્યવાહી પર ભારતીય સેના જડબાતોડ જવાબ આપી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ પાક ફાયરિંગમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. જ્યારે ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે.  દિલ્હી વિધાનસભા ચૂંટણી બાદ હવે બિહાર વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. શુક્રવારે ચૂંટણી તૈયારીઓને લઈ પટના ખાતે મહાગઠબંધને એક મહત્વની બેઠક કરી. જેમાં મહાગઠબંધનના નેતાઓએ રાજદ નેતા તેજસ્વી યાદવને પોતાના નેતા માનવાથી ઇન્કાર કર્યો અને શરદ યાદવને મુખ્યમંત્રી ઉમેદવાર બનાવવાની માંગ કરી છે. સહિતના અગત્યના સમાચાર

વધુ વાંચવા માટે કરો ક્લિક-1: વડોદરામાં બગલામુખી મંદિરના ઢોંગી ધર્મગુરૂનો પર્દાફાશ, પાખંડીના ગોરખધંધાનો ભાંડો એવી રીતે ફૂટ્યો કે…

ધંધામાં ખોટ જતાં આર્થિક મંદીથી ઘેરાઈ ગયેલા ફેક્ટરી માલિકને તેમાંથી બહાર કાઢવા મંત્રોચ્ચાર દ્વારા સિધ્ધ કરેલા યંત્ર અને શ્રીયંત્ર આપવાના બહાને રૂ. 21 લાખની ઠગાઈ કરનાર વારસિયા રીંગ રોડના પાખંડી ગુરૂ પ્રશાંત ઉપાધ્યાય વિરુદ્વ છેતરપિંડીનો ગુનો દાખલ થતાં જ ભૂગર્ભમાં ઉતરી ગયો છે.

વધુ વાંચવા માટે કરો ક્લિક-2: બિનઅનામત & અનામત વર્ગના ચક્રવ્યૂહમાંથી શું સરકાર રસ્તો શોધી શકશે?, CM, Dy.CM, ગૃહ રાજ્યપ્રધાનની બેઠક પૂર્ણ

ગાંધીનગરમાં LRD ભરતીને કારણે અનામત પરિપત્ર મુદ્દે શરૂ થયેલો વિવાદ દિવસને દિવસે વધી રહ્યો છે. બિન અનામત વર્ગની માગણીઓ બાબતે આજે ચર્ચા વિચારણાઓનો દોર ચાલ્યો હતો. હાલ LRD ભરતી મામલે CM, Dy.CM, ગૃહ રાજ્યપ્રધાનની બેઠક પૂર્ણ થઈ ગઈ હોવાના સમાચાર મળી રહ્યા છે.

વધુ વાંચવા માટે કરો ક્લિક-3: નહીં સુધરે પાકિસ્તાન! પુલવામા હુમલાની વરસી પર ફરી કરી આ નાપાક હરકત

પાકિસ્તાને એકવાર ફરી નાપાક હરકત કરી છે. પાક રેંજર્સે પૂંછ સેક્ટરમાં તાબડતોડ ફાયરિંગ કરી. સરહદ પારથી થયેલ કાર્યવાહી પર ભારતીય સેના જડબાતોડ જવાબ આપી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ પાક ફાયરિંગમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. જ્યારે ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે. 

વધુ વાંચવા માટે કરો ક્લિક-4: દિલ્હી બાદ હવે બિહારમાં ચૂંટણી જંગ, મહાગઠબંધનમાં બબાલ, ત્રણ પાર્ટીઓએ કરી મહત્વની બેઠક

દિલ્હી વિધાનસભા ચૂંટણી બાદ હવે બિહાર વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. શુક્રવારે ચૂંટણી તૈયારીઓને લઈ પટના ખાતે મહાગઠબંધને એક મહત્વની બેઠક કરી. જેમાં મહાગઠબંધનના નેતાઓએ રાજદ નેતા તેજસ્વી યાદવને પોતાના નેતા માનવાથી ઇન્કાર કર્યો અને શરદ યાદવને મુખ્યમંત્રી ઉમેદવાર બનાવવાની માંગ કરી છે.

વધુ વાંચવા માટે કરો ક્લિક-5: ‘કાશ્મીર જેટલું પાકિસ્તાન માટે ખાસ, એટલું જ તુર્કી માટે પણ’ એર્દોગાને કર્યો ઇમરાનને વાયદો

ભારત અને પાકિસ્તાન વચ્ચે કાશ્મીરનો મુદ્દો ખૂબ જ ગંભીર છે અને વર્ષોથી અટવાયેલો છે. આ મુદ્દા પર આખા વિશ્વના દેશોની પણ નજર છે. ત્યારે હવે તુર્કીના રાષ્ટ્રપતિ રિસેપ તૈયપ એર્દોગાન ને કાશ્મીર મુદ્દે દખલગીરી કરી છે. સાથે જ પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાનને બેશરતે સમર્થન આપવાનો વાયદો પણ કર્યો છે.

વધુ વાંચવા માટે કરો ક્લિક-6: 23 લોકોને મળી સ્વપ્નની જોબ: 9 કલાક સૂવાના મળશે 1 લાખ રૂપિયા, જાણો વિગતે

કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં સ્ટાર્ટઅપ કંપની વેકફિટે ડ્રો દ્વારા 1.7 લાખ અરજીઓમાંથી 21 ભારતીયો અને બે વિદેશીઓની સૂવાની નોકરી માટે પસંદગી કરી છે. આ પસંદ કરેલા લોકોને 100 દિવસ સુધી રાત્રે 9 કલાક સૂવું પડશે અને આ માટે કંપની એક લાખ રૂપિયા આપશે. 

વધુ વાંચવા માટે કરો ક્લિક-7: પાકિસ્તાનના પ્રવાસને સાઉથ આફ્રિકાએ કર્યો રદ્દ, કારણ જાણી તમને લાગશે નવાઈ

દક્ષિણ આફ્રિકાએ પાકિસ્તાનના પ્રવાસે જવાનો નનૈયો ભણી દીધો છે. આ ટીમે ખેલાડીઓના કાર્યભાર સંબંધી વાત આગળ ધરીને ભારત પ્રવાસ પછી આવતા મહીને થનાર ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ માટે પાકિસ્તાનના પ્રવાસને રદ્દ કરી દીધો છે.

વધુ વાંચવા માટે કરો ક્લિક-8: ખુલાસો: આ અભિનેત્રીની એક સલાહથી સૈફ અલી ખાને કરીના સાથે કરી લીધા લગ્ન

બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન અને કરીના કપૂરની લવ સ્ટોરી વિશે તો તમામ લોકો જાણે છે. બંન્નેની જોડી પ્રશંસકોને ખુબ જ પસંદ છે. લગ્ન બાદથી જ બંન્નેની જોડીને પ્રશંસકોનો ખુબ પ્રેમ મળ્યો છે. પરંતુ શું તમે જાણો છો કે, આ બંન્નેને મળાવા માટે ક્યૂપિડનું કામ કોણે કર્યું હતું? નહી જાણતા હોવ, આ વાતનો ખુલાસો સૈફ અલી ખાને પોતે કર્યો છે.

વધુ વાંચવા માટે કરો ક્લિક-9: 24 ફેબ્રુઆરીએ લોન્ચ થશે Realme X50 Pro 5G, આ હશે તેના અદભૂત ફીચર્સ

Realme X50 Pro 5G 24 ફેબ્રુઆરીએ લોન્ચ થશે. કંપનીએ આની પુષ્ટિ કરી છે. અગાઉ કંપનીએ જાહેરાત કરી હતી કે તે સ્પેનના બાર્સિલોનામાં MWC 2020 ના કાર્યક્રમમાં રજૂ કરવામાં આવશે, પરંતુ હવે તેને વૈશ્વિકમાં મેડ્રિડમાં રજૂ કરવામાં આવશે. ખતરનાક કોરોના વાયરસને કારણે આવો નિર્ણય લેવામાં આવ્યો છે.

વધુ વાંચવા માટે કરો ક્લિક-10: વિદૂર નીતિ કહે છે જેને હોય આવો જીવનસાથી સુખથી છલકાય જીવન, નથી રહેતી કોઈ કમી

મહાભારતના મુખ્ય પાત્રોમાં મહાત્મા વિદુર સર્વોચ્ચ સ્થાને છે. માનવામાં આવે છે કે તેઓ ધર્મરાજના અવતાર હતા. તેમણે મહાભારતના યુદ્ધ પહેલાં જ ધૃતરાષ્ટ્ર સાથે તેના પરિણામ અંગે પણ સંવાદ કર્યો હતો. આ સંવાદ વિદૂર નીતિ તરીકે સુવિખ્યાત છે. આ નીતિ આજના સમયમાં પણ અત્યંત ઉપયોગી નીવડે છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન