TopHeadline: 15th October 2020 Top Headlines Til 12 PM Headline
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • [email protected] 12PM: મોરબીમાં પેટાચૂંટણી પહેલા કોંગ્રેસને ઝાટકો, એક વર્ષમાં PM મોદીની સંપત્તિમાં થયો વધારો

[email protected] 12PM: મોરબીમાં પેટાચૂંટણી પહેલા કોંગ્રેસને ઝાટકો, એક વર્ષમાં PM મોદીની સંપત્તિમાં થયો વધારો

 | 11:57 am IST
  • Share

આજે કોંગ્રેસ જિ.પં.પ્રમુખ કિશોર ચીખલીયા (Kishor Chikhaliya)એ પાર્ટીના નેતાઓ પર મોટો આરોપ લગાવીને પોતાનું એક નિવેદન આપ્યું છે. ચીખલીયાએ લલિત કગથરા (Lalit Kagathara) પર ટિકીટ વેચ્યાનો આરોપ લગાવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. સહિતના દેશ-વિદેશના મહત્વપૂર્ણ સમાચાર 

વધુ વાંચવા ક્લિક કરો-1: મોરબીમાં પેટાચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું, કોંગ્રેસના દિગ્ગજ નેતા BJPમાં જોડાતા મોટો ફટકો

મોરબીમાં પેટાચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું છે. પેટાચૂંટણી (ByElection)માં ભાજપ અને કોંગ્રેસ (Congress)ના ઉમેદવાર ફોર્મ ભરે તે પહેલા મોટી ઉલટસૂલટ જોવા મળી રહી છે. મોરબીની સીટ  (Morbi Seat)પર કોંગ્રેસની ટિકીટ માટેના પ્રબળ દાવેદાર કિશોર ચિખલીયાનું નામ કપાતા તેઓ પાર્ટીથી નારાજ ચાલી રહ્યા છે. 

વધુ વાંચવા ક્લિક કરો-2: વિદેશમાં કમાવવાના અભરખા હોય તો છોડી દો!, ગુજરાતના યુવાનને લિબિયામાં પડેલી યાતનાઓ તમને થથરાવી મૂકશે

આજકાલ લોકોને વિદેશોમાં જઈને સેટલ થવાનું અને ત્યાં મોજમઝા કરવાનું ઘેલું લાગ્યું છે. એટલું જ નહીં, દુનિયાદારીની જ્યારે ખબર પડવા માંડે ત્યારે વિદેશોમાં જઈને કમાઈ આવવાની લાલચ લોકોને વધુ લાગી છે. પરંતુ વિદેશોમાં ગુજરાતીઓ સાથે બનતી ઘટનાઓ ક્યારેક આપણને થથરાવી મૂકે તેવી હોય છે.

વધુ વાંચવા ક્લિક કરો-3: એક વર્ષમાં PM મોદીની સંપત્તિમાં થયો આટલા લાખ રૂપિયાનો વધારો, જાણો કયાં કરે છે બચત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) મોટાભાગના ભારતીયોની જેમ બેન્કમાં પણ પોતાના નાણાં સંભાળીને રાખે છે. તેમણે પોતાની કમાણીનો મોટો હિસ્સો ટર્મ ડિપોઝિટ્સ અને બચત ખાતામાં જમા કરાવીને રાખ્યા છે. 12મી ઑક્ટોબરના રોજ વડાપ્રધાને પોતાની સંપત્તિની માહિતી સામે મૂકી છે. 

વધુ વાંચવા ક્લિક કરો-4: મહારાષ્ટ્રમાં આકાશમાંથી આફત વરસી, મુંબઇ પાણી-પાણી, પુણે-સોલાપુર હાઇવે બંધ

દેશની આર્થિક રાજધાની મુંબઇ (Mumbai) સહિત મહારાષ્ટ્ર (Maharashtra)ના કેટલાંય જિલ્લાઓમાં આકાશમાંથી આફત વરસી રહી છે. મુંબઇના હિંદમાતા, પરેલ, ભાયખલા રોડ સહિત કેટલાંય વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા. મુંબઇ, થાણે (Thane), પાલઘર (Palghar)માં યલો એલર્ટ (Yellow Allert) તો સિંદુદુર્ગ, રત્નાગિરી ક્ષેત્રમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે.

વધુ વાંચવા ક્લિક કરો-5: રશિયાથી કોરોનાને લઇ સારા સમાચાર, બીજી રસીને પણ મંજૂરી, પુતિને ત્રીજી રસીને લઇ કરી મોટી વાત

કોરોના વાયરસ મહામારીના વધતા પ્રકોપની વચ્ચે રશિયા (Russia) થી એક સારા સમાચાર આવી રહ્યા છે. જેણે પોતાની બીજી કોરોના વાયરસ રસી (Corona Virus Vaccine) રજીસ્ટર્ડ કરી છે. રશિયાએ બીજી રસીનું નામ EpiVacCorona રાખ્યું છે. 

વધુ વાંચવા ક્લિક કરો-6: પ્રાઈવેટ કર્મચારીઓ માટે ખુશખબર, ટેક્સ બચાવવા માટે મોદી સરકાર લાવી શકે છે આ સ્કીમ

કેન્દ્ર સરકારે આ વખતે પોતાના કર્મચારીઓ LTCમાં કેશ વાઉચર આપવાનો પ્લાન બનાવ્યો છે. કર્મચારી આ કેશ વાઉચરની મદદથી કોઈ ગેર-ખાદ્ય વસ્તુઓ ખરીદી શકશે, જેના પર GST ઓછામાં ઓછો 12 ટકા લાગે છે. પ્રાઈવેટ સેક્ટરનાં કર્મચારીઓને પણ LTAની રાશિથી કન્ઝ્યુમર ગુડ્સ ખરીદવાનો વિકલ્પ આપવામાં આવે તો તેમને પણ છૂટ મળી શકે છે.

વધુ વાંચવા ક્લિક કરો-7: RCB કેપ્ટન વિરાટ કોહલી ઈચ્છે છે ક્રિકેટમાં આ મોટો બદલાવ, KL રાહુલ પણ પક્ષમાં

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)એ બુધવારે કહ્યું કે, ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) જેવી મોટી ટુર્નામેન્ટમાં જો વાઈડ અને ફૂલ ટોસ નો બોલનો રિવ્યૂનો વિકલ્પ આપવામાં આવવો જોઈએ. ઈન્સ્ટાગ્રામ પર લાઈવ ચેટ દરમિયાન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ના કેપ્ટને કહ્યું કે, તેઓએ આ મુદ્દા પર ટીમની અંદર ચર્ચા કરી છે, કેમ કે તેનાથી મોટી અસર પડે છે.

વધુ વાંચવા ક્લિક કરો-8: કપિલ શર્મા શોમાં અર્નબ ગોસ્વામીની કોપી કરવામાં આવતા થયો ટ્રોલ, આ મામલે કિકુ શારદાએ મૌન તોડ્યું

ટીવીનો લોકપ્રિય શો ‘ધ કપિલ શર્મા શો’ (The KapilSharma Show) તેના તાજેતરના એપિસોડને કારણે સોશિયલ મીડિયા(SocialMedia) પર જોરદાર ટ્રોલ થયો હતો. આ એપિસોડમાં બચ્ચા યાદવ એટલે કે કિકુ શરદા (Kiku Sharda) પત્રકાર અર્નબ ગોસ્વામી (Arnab Goswami)ની નકલ કરતો જોવા મળ્યો હતો. ત્યારબાદ આ શોની સોશિયલ મીડિયા પર ભારે ટીકા થઈ હતી.

વધુ વાંચવા ક્લિક કરો-9: લો, હવે શોપિંગ કરવા માટે Flipkart પોતાના ગ્રાહકોને આપશે લોનની સુવિધા

16 ઓક્ટોબરે Flipkart બિગ બિલિયન સેલની શરૂઆત થઈ રહી છે. જે 21 ઓક્ટોબર સુધી ચાલશે. પોતાના કસ્ટમર્ને ક્રેડિટ સુવિધા આપવા માટે ઈ કોમર્સ કંપનીએ 17 બેંકો, NBFC તેમજ fintech players ક્ષેત્રની કંપનીઓ સાથે પાર્ટનરશિપ કરી છે.

વધુ વાંચવા ક્લિક કરો-10: શરદી-ઉધરસની સમસ્યાથી મળશે રાહત અને રોગ પ્રતિકારક શક્તિમાં થશે વધારો, કરો અજમાના પાનનું સેવન

અજમો ખાસ કરીને ભોજન બનાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે. તે ખાવાના સ્વાદને વધારવાની સાથે શરીરને હેલ્ધી રાખવામાં પણ મદદ કરે છે. અજમાના દાણા સાથે તેના પાનને ખાવાથી પણ વિશેષ લાભ મળે છે. ઔષધીય ગુણોથી ભરપૂર અજમાનું સેવન કરવાથી પેટ સાફ થવાની સાથે રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે. એવામાં અનેક બીમારીઓથી તમારો બચાવ કરે છે તો આવો જાણીએ તેના સેવનથી મળતા લાભ અંગે…

વધુ વાંચવા ક્લિક કરો-11: સૂર્ય દેવ કરશે તુલા રાશિમાં ગોચર, આ 7 રાશિના જાતકોની વધી જશે મુશ્કેલીઓ

બુધ વક્રી થયા પછી, હવે સૂર્ય દેવ 17 ઓક્ટોબરના રોજ તુલા રાશિમાં પ્રવેશ કરશે. 16 મી નવેમ્બર સુધી સૂર્ય આ રાશિમાં રહેશે. તુલા રાશિમાં રહેલો સૂર્ય દેવ નીચલી રાશિમાં હોય છે અને કોઈ પણ ગ્રહ તેની નીચ રાશિના જાતકોને શુભ પરિણામ આપતો નથી. જો કે તે ગ્રહનું ફળ કુંડળીમાં તેની સ્થિતિ પર આધારિત છે. તુલા રાશિમાં શુક્રનું ગોચર આ ત્રણ રાશિ પર ખરાબ અસર કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન