TopHeadline: 16th November Top Headlines Til 12 PM Headline
  • Home
  • Featured
  • [email protected] PM: અ’વાદનાં નિત્યાનંદ આશ્રમમાં નવો વળાંક, USના ડેનમાર્કમાં બે ગુજરાતીઓની હત્યા

[email protected] PM: અ’વાદનાં નિત્યાનંદ આશ્રમમાં નવો વળાંક, USના ડેનમાર્કમાં બે ગુજરાતીઓની હત્યા

 | 11:56 am IST

હાલ આ કેસમાં મોટા સમાચાર મળી રહ્યા છે કે, પુખ્તવયની યુવતીઓ પોતાનું નિવેદન આપતા સમગ્ર મામલો સ્પષ્ટ થઇ ગયો છે. પોલીસ સમક્ષ નિવે્દન આપી દીધું કે, હું પુખ્ત છું, મારી મરજીથી હું અહીં રહું છું, મારે હવે માતાપિતા નથી જવું. અમેરિકાના ડેનમાર્કમાં બે ગુજરાતીઓની હત્યા ગોળીમારી કરાઈ હોવાનું સામે આવે છે. બે ગુજરાતી ભાઇઓમાં ભટાસણના કિરણ અને ખરણા ગામના ચિરાગની હત્યા ડેનમાર્કનાં એક અશ્વેત યુવકે ગોળી મારી કરી હોવાનું સામે આવી રહ્યું છે. વૈજ્ઞાનિકોને આ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ઉત્તર કોરિયા દ્વારા કરવામાં આવેલ પરમાણુ પરિક્ષણ 1945માં જાપાનના શહેર હિરોશિમા પર ફેકવામાં આવેલ બોમ્બ કરતાં 17 ગણો વધારે શક્તિશાળી હતો. મહારાષ્ટ્રમાં શિવસેના, કોંગ્રેસ, અને એનસીપીની સરકાર બનાવાનો રસ્તો લગભગ સાફ થઇ ગયો છે. કોમન મિનિમમ પ્રોગ્રામ (CMP) પણ બની ગયો છે. શિવસેના, એનસીપી, અને કોંગ્રેસની વચ્ચે મંત્રીઓને લઇ 14-4-12ની ફોર્મ્યુલા પણ નક્કી થઇ ગઇ છે. શ્રીલંકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે. ઈસ્ટરમાં ચર્ચ પર થયેલા હુમલા પછી આ દેશની સૌથી મોટી ચૂંટણી છે. કડક સુરક્ષા રાખવામાં આવી હોવા છતા તિંતરીમાલેમાં શનિવારે સવારે અમુક અજાણ્યા શખ્સોએ મુસ્લિમોથી ભરેલી બસ પર અંધાધૂંધ ગોળીબાર થયો હતો.સહિતના મહત્વપૂર્ણ સમાચાર

વધુ વાંચવા કરો ક્લિક-1: અ’વાદના નિત્યાનંદ આશ્રમમાં ગુમ થયેલી યુવતી કેસમાં સૌથી મોટો વળાંક, હાઈવોલ્ટેજ ડ્રામાનો અંત

હાલ આ કેસમાં મોટા સમાચાર મળી રહ્યા છે કે, પુખ્તવયની યુવતીઓ પોતાનું નિવેદન આપતા સમગ્ર મામલો સ્પષ્ટ થઇ ગયો છે. પોલીસ સમક્ષ નિવે્દન આપી દીધું કે, હું પુખ્ત છું, મારી મરજીથી હું અહીં રહું છું, મારે હવે માતાપિતા નથી જવું. 

વધુ વાંચવા કરો ક્લિક-2: અમેરિકાના ડેનમાર્કમાં મહેસાણાના કડીના 2 ગુજરાતીઓની ગોળી મારી કરપીણ હત્યા, ઘટના CCTVમાં કેદ

અમેરિકાના ડેનમાર્કમાં બે ગુજરાતીઓની હત્યા ગોળીમારી કરાઈ હોવાનું સામે આવે છે. બે ગુજરાતી ભાઇઓમાં ભટાસણના કિરણ અને ખરણા ગામના ચિરાગની હત્યા ડેનમાર્કનાં એક અશ્વેત યુવકે ગોળી મારી કરી હોવાનું સામે આવી રહ્યું છે. બંન્ને ગુજરાતીઓ મહેસાણાના કડીના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

વધુ વાંચવા કરો ક્લિક-3: ઇસરોનો ચોંકાવનારો દાવો, ઉત્તર કોરિયાના પરમાણુ પરીક્ષણને લઇને કર્યો ધડાકો

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) એ વર્ષ 2017માં ઉત્તર કોરિયા દ્વારા કરવામાં આવેલ પરમાણુ પરીક્ષણ પર એક અભ્યાસ કર્યો છે. વૈજ્ઞાનિકોને આ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ઉત્તર કોરિયા દ્વારા કરવામાં આવેલ પરમાણુ પરિક્ષણ 1945માં જાપાનના શહેર હિરોશિમા પર ફેકવામાં આવેલ બોમ્બ કરતાં 17 ગણો વધારે શક્તિશાળી હતો.

વધુ વાંચવા કરો ક્લિક-4: શિવસેનાના BJP પર પ્રહાર – 105વાળાનું માનસિક સંતુલન ઠીક નથી, કેટલાંક લોકોને પેટમાં ચૂંક આવી

મહારાષ્ટ્રમાં શિવસેના, કોંગ્રેસ, અને એનસીપીની સરકાર બનાવાનો રસ્તો લગભગ સાફ થઇ ગયો છે. કોમન મિનિમમ પ્રોગ્રામ (CMP) પણ બની ગયો છે. શિવસેના, એનસીપી, અને કોંગ્રેસની વચ્ચે મંત્રીઓને લઇ 14-4-12ની ફોર્મ્યુલા પણ નક્કી થઇ ગઇ છે.

વધુ વાંચવા કરો ક્લિક-5: શ્રીલંકામાં મતદારોથી ભરેલી બસ પર પથ્થરમારો અને અંધાધૂંધ ગોળીબારથી હાહાકાર

શ્રીલંકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે. ઈસ્ટરમાં ચર્ચ પર થયેલા હુમલા પછી આ દેશની સૌથી મોટી ચૂંટણી છે. કડક સુરક્ષા રાખવામાં આવી હોવા છતા તિંતરીમાલેમાં શનિવારે સવારે અમુક અજાણ્યા શખ્સોએ મુસ્લિમોથી ભરેલી બસ પર અંધાધૂંધ ગોળીબાર થયો હતો.

વધુ વાંચવા કરો ક્લિક-6: કેન્દ્રીય મંત્રી સુરેશ અંગડીનું ઈકોનોમીક જ્ઞાન, ધામધૂમથી થઈ રહ્યાં છે લગ્નો તો મંદી કઈ રીતે?

કેન્દ્રીય પ્રધાન સુરેશ આંગડીએ અર્થતંત્રમાં ચાલતી મંદીને નકારી કાઢીને એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે ટ્રેન અને એરપોર્ટ ફુલ છે, લોકોના લગ્ન થઈ રહ્યા છે, તે સ્પષ્ટપણે દર્શાવે છે કે દેશની અર્થવ્યવસ્થા સારી કામગીરી કરી રહી છે.

વધુ વાંચવા કરો ક્લિક-7: યુવરાજ સિંહે બર્થ-ડે વિશમાં કહ્યો અજીબ જ શબ્દ, સાનિયા મિર્જાએ પણ જવાબમાં લડી લીધું

ભારતીય ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝાને 33માં જન્મ દિવસ પર પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહ દ્વારા સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી કોમેન્ટ ચર્ચામાં આવી ગઇ છે. યુવરાજે સાનિયાની સાથે ફોટો અપલોડ કરતા તેણે મિર્ચી(મરચું) શબ્દથી સંબોધિત કરી છે.

વધુ વાંચવા કરો ક્લિક-8: સારા અલી ખાન વિશે મોટો ઘટસ્ફોટ, ડાયરેક્ટરે કહ્યું- મારી પાસે હાથ જોડી જોડીને કામ માગ્યું!

સારા અલી ખાન બોલિવૂડ સ્ટાર કિડ્સમાંથી સૌથી ફેમસ કિડમાંનુ એક છે. પરંતુ તેને પણ ફિલ્મમાં સીધું કામ નથી મળી ગયું. ડાયરેક્ટર આગળ હાથ જોડી જોડીને કામ માગ્યા બાદ કામ મળ્યું છે. આ વાતનો ખુલાસો હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં થયો. કે જે સાંભળીને બધાને થોડી અચરજ લાગી.

વધુ વાંચવા કરો ક્લિક-9:  આ ડિવાઈઝ તમને જાણ કરી દેશે કે તમારા ઓરડાની અંદર કેટલુ એર પોલ્યૂશન છે, સરળ રીત

દિલ્હીમાં આ સમયે ઘણું પ્રદૂષણ છે. આવી સ્થિતિમાં આમને લાગતુ હોય છે કે ઓરડાની અંદર રહીને આપણે પ્રદૂષણથી બચી શકીશું. પરંતુ રૂમમાં કેટલું પ્રદૂષણ છે તે શોધવાની એક રીત છે. આ માટે કેટલાક હવા-ગુણવત્તાના મોનિટર છે જેના આધારે કોઈક રૂમની અંદર કેટલું પ્રદૂષણ છે તે શોધી શકે છે.

વધુ વાંચવા કરો ક્લિક-10: આ 3 વસ્તુ છે ખાસ કાળી ત્વચાને ધોળી કરવા માટે, ઘરે જ બનાવો ફેસપેક

બોલિવૂડની ઘણી અભિનેત્રી જેમ કે, શિલ્પા શેટ્ટી, દીપિકા પાદુકોણ, બિપાસા બાસુ અને નંદિતા દાસ સહિતની કેટલીક અભિનેત્રીઓ શ્યામ હોવા છતા હાલ સુંદર દેખાય છે અને તેમની સ્કિન હાલ ગ્લો કરે છે. જો તમારી સ્કિન પણ કાળી છે તો તમારે મોંઘામાં મોંઘા બ્યુટી પ્રોડક્ટનો ઉપયોગ કરવાની જરૂર નથી.

વધુ વાંચવા કરો ક્લિક-11: મોટામાં મોટા પાપીના પણ પાપ નષ્ટ કરી શકે છે આ અદ્બુત મંત્રનો જાપ

ઘણા લોકો તેમની ઇચ્છાઓની પૂર્તિ માટે તો કોઇ મનની શાંતિ માટે ભગવાનની પૂજા-અર્ચના કરે છે. તેમાથી ઘણા લોકો એવા પણ છે જે પૂજા-પાઠથી દૂર રહે છે. કોઇની પાસે સમય નથી હોતો તો કેટલાક લોકો બહાના કરે છે કે તે આ પૂજા-પાઠથી અજાણ છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન