TopHeadline: 16th September 2020 Top Headlines Til 12 PM Headline
  • Home
  • Featured
  • [email protected] 12PM: BJPના પૂર્વ MP લીલાધર વાઘેલાનું નિધન, જયા-કંગનાના વિવાદમાં કૂદી પડ્યું શિવસેના

[email protected] 12PM: BJPના પૂર્વ MP લીલાધર વાઘેલાનું નિધન, જયા-કંગનાના વિવાદમાં કૂદી પડ્યું શિવસેના

 | 11:56 am IST

ગુજરાતના પીઢ રાજકારણીનું અવસાન થતા રાજકીય ગલિયારોમાં ઘેરો શોક લાગ્યો છે. પૂર્વ સાંસદ એવા લીલાધર વાઘેલાનું અવસાન થયું છે આજે તેમને પાટણ ખાતે 87 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે. પાટણના પૂર્વ સાંસદ અને ધારાસભ્ય એવા લીલાધર વાઘેલાએ પોતાના પુત્રના ઘરે ડીસા ખાતે તેમનું અવસાન થયું છે. અમદાવાદના સોલા વિસ્તારમાં થોડા દિવસો પહેલા એક બાળકી ગુમ થઈ ગઈ હતી અને જે મામલે સોલા પોલીસ સ્ટેશનમાં તેના પરિવારજનોએ ગુમ થયાની ફરિયાદ પણ દાખલ કરી હતી. જોકે પોલીસે અલગ-અલગ દિશામાં તપાસ કરી રહી હતી પરંતુ કોઈ સફળતા હાથ લાગી નહોતી. ત્યારબાદ આ સમગ્ર કેસ ક્રાઇમબ્રાંચને સોંપવામાં આવી હતી. શિવસેનાના મુખપત્ર સામાનામાં ફિલ્મ અભિનેત્રી જયા બચ્ચનના વખાણ કરવામાં આવ્યા છે. જે રીતે તેઓએ બેબાકીથી કહ્યું કે, હાલના સમયમાં બોલિવૂડને બદનામ કરવામાં આવે છે તે અંગે સામનામાં લખાયું કે, હિન્દુસ્તાનનું સિનેજગત પવિત્ર ગંગાની જેમ નિર્મળ નથ, એવો દાવો કોઈ નહીં કરે. ભારતીય વિદેશ મંત્રી એસ.જયશંકર અને ચીની વિદેશ મંત્રી વાંગ યીની વચ્ચે 10 સપ્ટેમ્બરે રશિયાના મોસ્કોમાં થયેલ સમજૂતી પહેલાં ચીની અને ભારતીય સેનાએ પેંગોંગ ત્સો લેકના ઉત્તર કિનારે 100-200 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જાપાનના વડાપ્રધાન શિંઝો આબે અને તેની કેબિનેટે રાજીનામું આપી દીધું છે. તેઓનાં રાજીનામાથી આગામી સરકારના ગઠન માટેનો રસ્તો સાફ થઈ ગયો છે. આબેએ સ્વાસ્થ્ય કારણોથી વડાપ્રધાન પદેથી રાજીનામાંની ઘોષણા થોડા દિવસો પહેલાં કરી હતી. બુધવારે એટલે કે આજે જાપાનની નવી સરકાર પોતાનું કામકાજ સંભાળી શકે છે..સહિતના દેશ-વિદેશના મહત્વપૂર્ણ સમાચાર 

વધુ વાંચવા ક્લિક કરો-1: પૂર્વ સાંસદ લીલાધર વાઘેલાનું 87 વર્ષની વયે નિધન, પાટણના પીંપળ ગામે થશે અંતિમ સંસ્કાર

ગુજરાતના પીઢ રાજકારણીનું અવસાન થતા રાજકીય ગલિયારોમાં ઘેરો શોક લાગ્યો છે. પૂર્વ સાંસદ એવા લીલાધર વાઘેલાનું અવસાન થયું છે આજે તેમને પાટણ ખાતે 87 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે. પાટણના પૂર્વ સાંસદ અને ધારાસભ્ય એવા લીલાધર વાઘેલાએ પોતાના પુત્રના ઘરે ડીસા ખાતે તેમનું અવસાન થયું છે. 

વધુ વાંચવા ક્લિક કરો-2: ગોતામાંથી ગુમ થયેલી બાળકીનો મૃતદેહ મળતા ખળભળાટ, માતા-પ્રેમીને લઈને ચોંકાવનારો ખુલાસો

અમદાવાદના સોલા વિસ્તારમાં થોડા દિવસો પહેલા એક બાળકી ગુમ થઈ ગઈ હતી અને જે મામલે સોલા પોલીસ સ્ટેશનમાં તેના પરિવારજનોએ ગુમ થયાની ફરિયાદ પણ દાખલ કરી હતી. જોકે પોલીસે અલગ-અલગ દિશામાં તપાસ કરી રહી હતી પરંતુ કોઈ સફળતા હાથ લાગી નહોતી. ત્યારબાદ આ સમગ્ર કેસ ક્રાઇમબ્રાંચને સોંપવામાં આવી હતી.

વધુ વાંચવા ક્લિક કરો-3: જયા-કંગનાના વિવાદમાં કૂદી પડ્યું શિવસેના, ગંદકી ખાઈને ગંદી વાતો કરતાં લોકોનું મોઢું સુંઘવું જોઈએ

શિવસેનાના મુખપત્ર સામાનામાં ફિલ્મ અભિનેત્રી જયા બચ્ચનના વખાણ કરવામાં આવ્યા છે. જે રીતે તેઓએ બેબાકીથી કહ્યું કે, હાલના સમયમાં બોલિવૂડને બદનામ કરવામાં આવે છે તે અંગે સામનામાં લખાયું કે, હિન્દુસ્તાનનું સિનેજગત પવિત્ર ગંગાની જેમ નિર્મળ નથ, એવો દાવો કોઈ નહીં કરે. 

વધુ વાંચવા ક્લિક કરો-4: ભારત-ચીન વિવાદઃ મોસ્કોમાં વિદેશ મંત્રીઓની બેઠક પહેલાં સામ-સામે અંદાજે 200 રાઉન્ડ ફાયરિંગ

ભારતીય વિદેશ મંત્રી એસ.જયશંકર અને ચીની વિદેશ મંત્રી વાંગ યીની વચ્ચે 10 સપ્ટેમ્બરે રશિયાના મોસ્કોમાં થયેલ સમજૂતી પહેલાં ચીની અને ભારતીય સેનાએ પેંગોંગ ત્સો લેકના ઉત્તર કિનારે 100-200 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.

વધુ વાંચવા ક્લિક કરો-5: શિંઝો આબેએ કેબિનેટ સાથે આપ્યું રાજીનામું, સુગા બન્યા જાપાનના નવા વડા પ્રધાન

જાપાનના વડાપ્રધાન શિંઝો આબે અને તેની કેબિનેટે રાજીનામું આપી દીધું છે. તેઓનાં રાજીનામાથી આગામી સરકારના ગઠન માટેનો રસ્તો સાફ થઈ ગયો છે. આબેએ સ્વાસ્થ્ય કારણોથી વડાપ્રધાન પદેથી રાજીનામાંની ઘોષણા થોડા દિવસો પહેલાં કરી હતી. બુધવારે એટલે કે આજે જાપાનની નવી સરકાર પોતાનું કામકાજ સંભાળી શકે છે.

વધુ વાંચવા ક્લિક કરો-6: મોંઘવારીનો માર હવે ટમેટાના ભાવ આસમાનને આંબ્યા, એક મહિનામાં બમણી થઈ શાકભાજીની કિંમત

કોરોના કાળમાં સામાન્ય માણસની મુશ્કેલીઓ દિવસે ન વધે એટલી રાત્રે વધી રહી છે. એક બાજુ કોરોનાનું સંકટ તો બીજી બાજુ જીવન જરૂરી વસ્તુઓના ભાવ આસમાનને આંબી ગયા છે. સામાન્ય માણસનું તો જીવવુ દુષ્કર બની ગયુ છે. પડતા પર પાટુ હોય તેમ હવે શાકભાજીના ભાવમાં ભડકો થતા અને મોંઘવારીએ ભરડો લેતા રસોડાનું બજેટ બગાડ્યું છે.

વધુ વાંચવા ક્લિક કરો-7: UAE પહોંચીને પણ ટીમથી દૂર પ્રીતિ ઝિન્ટા, ટીમને પ્રોત્સાહિત કરવા મોકલ્યો ખાસ મેસેજ

IPLની શરૂઆતમાં હવે માત્ર ત્રણ જ દિવસ બાકી છે. ખેલાડીઓથી લઈને ટીમ મેનેજમેન્ટ સુધીના દરેક જણ છેલ્લી વખતની તૈયારીઓમાં વ્યસ્ત છે. આ સમય IPL ટીમો માટે એકદમ પડકારજનક બની રહ્યો છે. ભારતમાં કોરોનાવાયરસ ફેલાવાને કારણે આ વખતે યુએઈમાં IPL રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

વધુ વાંચવા ક્લિક કરો-8: શિવસેનાના મુખપત્ર ‘સામના’એ ફિલ્મ અભિનેત્રી જયા બચ્ચનના કર્યા વખાણ, કહ્યું સત્ય વચન બોલનારી..

શિવસેનાના મુખપત્ર સામનાએ ફિલ્મ અભિનેત્રી જયા બચ્ચનની પ્રશંસા કરી. તેણે જે રીતે કહ્યું કે હાલમાં બોલીવુડને બદનામ કરવામાં આવી રહ્યું છે. તો સામનામાં લખ્યું છે કે હિન્દુસ્તાનની સિનેમાજગત પવિત્ર ગંગા જેટલી શુદ્ધ છે, કોઈ આવો દાવો કરશે નહીં.

વધુ વાંચવા ક્લિક કરો-9: તમારું આધાર કાર્ડ અસલી છે કે નકલી? આ રીત ફોલો કરી ઓનલાઇન કરો ચેક

હાલ આધાર કાર્ડ ભારતીય નાગરિકો માટે સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયું છે. સિમ ખરીદવાથી લઈને સરકારી અને ખાનગી ક્ષેત્ર સુધી દરેક જગ્યાએ આધારકાર્ડ જરૂરી છે. તમારે તમારું ઘરનું કામ કરવું હોય કે બેંકનું કામ, બધે જ આધારકાર્ડ આવશ્યક છે. 

વધુ વાંચવા ક્લિક કરો-10: કાચી ડુંગળી ખાવાથી નહીં થાય આ ગંભીર રોગ, વધી જશે રોગ પ્રતિકારક શક્તિ

રોજિંદા જીવનમાં કાચી ડુંગળી તમારા ખોરાક અને કચુંબરનો એક અભિન્ન ભાગ હોય શકે છે. ખાસ કરીને બદલાતા હવામાન અને આ સમયે કોરોનાવાયરસના ભયની વચ્ચે તમારી રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે. અહીં જાણો કાચી ડુંગળી કઇ રીતે તમારા શરીરને ફાયદાઓ પહોંચાડે છે..

વધુ વાંચવા ક્લિક કરો-11: ચતુર્દશી શ્રાદ્ધ ભૂલથી પણ ન કરો કુદરતી મૃત્યુ પામેલા પિતૃઓનું શ્રાદ્ધ

ભાદરવા મહિનાની ચતુર્દશી તિથિને ચતુર્દશી શ્રાદ્ધ તરીકે ઉજવવામાં આવે છે. આજે ભાદરવા વદ ચૌદશને બુધવાર, શસ્ત્ર-અસ્ત્રથી મૃતકનું શ્રાદ્ધ કરવામાં આવશે.ચતુર્દશી શ્રાદ્ધ તિથિ ફક્ત તે જ લોકોના શ્રાદ્ધ માટે યોગ્ય છે જેમનું અકાળે મૃત્યુ થયુ હોય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન