TopHeadline: 18th November Top Headlines Til 03 PM Headline
  • Home
  • Featured
  • [email protected]: અ’વાદમાં પાણીની ટાંકી ધરાશાયી, રાજ્યસભામાં ઐતિહાસિક સત્ર પર મોદીએ NCPના કર્યા વખાણ

[email protected]: અ’વાદમાં પાણીની ટાંકી ધરાશાયી, રાજ્યસભામાં ઐતિહાસિક સત્ર પર મોદીએ NCPના કર્યા વખાણ

 | 2:58 pm IST

ગોતાના વંસતનગર ટાઉનશીપમાં આવેલી પાણીની ટાંકી ધરાશાયી થઈ છે. ઘટનાને પગલે 5 ફાયરની ગાડી અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી, દુર્ઘટનાને પગલે લોકોમાં દોડધામ મચી હતી. નિત્યાનંદ આશ્રમમાંથી ગુમ થયેલી દક્ષિણ ભારતીય પરિવારની દીકરી નિત્ય નંદિતા આખરે મીડિયા સામે આવી હતી. તેણે મીડિયા સામે આવીને પોતાના માતાપિતા જુઠ્ઠુ બોલતા હોવાનો આરોપ કર્યો છે. સંસદનું શિયાળુ સત્ર આજથી શરૂ થઇ ગયું છે. સત્રની શરૂઆતમાં બંને ગૃહમાં દિવંગત સભ્યોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. વિપક્ષે કેટલાંય મુદ્દા પર સરકારને ઘેરવાની રણનીતિ બનાવી છે. મહારાષ્ટ્રમાં સરકાર રચવાને લઇ બધાની નજર શરદ પવાર અને સોનિયા ગાંધીની આજે થનાર મુલાકાત પર છે. તેના માટે એનસીપી સુપ્રીમો દિલ્હી આવી ગયા છે. દિલ્હી આવતા જ પવારને પત્રકારોએ સરકાર રચવાને લઇ પ્રશ્ન પૂછયા તો તેમણે પોતાના પત્તા ખોલ્યા નહીં. બાંગ્લાદેશમાં ડુંગળીના ભાવ રેકોર્ડબ્રેક સપાટી પર પહોંચ્યા બાદ હાહાકાર મચી ગયો છે. સ્થિતિ એવી સર્જાઇ કે બાંગ્લાદેશની સરકારે પ્લેન મારફતે તાત્કાલિક ડુંગળીની આયાત કરવાનો નિર્ણય લીધો છે. સહિતના મહત્વપૂર્ણ સમાચાર

વધુ વાંચવા કરો ક્લિક-1: અમદાવાદના ગોતામાં પાણીની ટાંકી ધરાશાયી, 5 લોકો દટાયાની આશંકા, ફાયરની 5 ગાડી ઘટના સ્થળે

ગોતાના વંસતનગર ટાઉનશીપમાં આવેલી પાણીની ટાંકી ધરાશાયી થઈ છે. ઘટનાને પગલે 5 ફાયરની ગાડી અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી, દુર્ઘટનાને પગલે લોકોમાં દોડધામ મચી હતી. પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી આવી છે. 

વધુ વાંચવા કરો ક્લિક-2: ‘હું ખુબ જ ખુશ-સુરક્ષિત છું, માતાપિતાના આક્ષેપો ખોટા, ‘મારુ અપહરણ નથી થયું, હું પ્રવાસમાં છું’

નિત્યાનંદ આશ્રમમાંથી ગુમ થયેલી દક્ષિણ ભારતીય પરિવારની દીકરી નિત્ય નંદિતા આખરે મીડિયા સામે આવી હતી. તેણે મીડિયા સામે આવીને પોતાના માતાપિતા જુઠ્ઠુ બોલતા હોવાનો આરોપ કર્યો છે. તેણે કહ્યું કે, હું મારી મરજીથી ફરવા આવી છું, અને મારા માતાપિતા હળાહળ ખોટુ બોલી રહ્યાં છે. હું મારા પરિવારની સમસ્યાઓથી કંટાળીને ઘર છોડીને નીકળી છું. 

વધુ વાંચવા કરો ક્લિક-3: Live : રાજ્યસભાના 250મા ઐતિહાસિક સત્ર પર PM મોદીનું સંબોધન

સંસદનું શિયાળુ સત્ર આજથી શરૂ થઇ ગયું છે. સત્રની શરૂઆતમાં બંને ગૃહમાં દિવંગત સભ્યોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. વિપક્ષે કેટલાંય મુદ્દા પર સરકારને ઘેરવાની રણનીતિ બનાવી છે. એનડીએના સહયોગી રહી ચૂકેલા શિવસેનાએ સરકારને ખેડૂતોના મુદ્દા પર ઘેરી.

વધુ વાંચવા કરો ક્લિક-4: મહારાષ્ટ્રમાં સરકાર રચવાને લઇ શરદ પવારે એવું નિવેદન આપ્યું કે સસ્પેન્સ વધી ગયું

મહારાષ્ટ્રમાં સરકાર રચવાને લઇ બધાની નજર શરદ પવાર અને સોનિયા ગાંધીની આજે થનાર મુલાકાત પર છે. તેના માટે એનસીપી સુપ્રીમો દિલ્હી આવી ગયા છે. દિલ્હી આવતા જ પવારને પત્રકારોએ સરકાર રચવાને લઇ પ્રશ્ન પૂછયા તો તેમણે પોતાના પત્તા ખોલ્યા નહીં.

વધુ વાંચવા કરો ક્લિક-5: ડુંગળીનું ભયંકર સંકટ: પ્લેનથી મંગાવાઇ, 260 રૂપિયે કિલો, વડાપ્રધાને પણ ખાવાની બંધ કરી

બાંગ્લાદેશમાં ડુંગળીના ભાવ રેકોર્ડબ્રેક સપાટી પર પહોંચ્યા બાદ હાહાકાર મચી ગયો છે. સ્થિતિ એવી સર્જાઇ કે બાંગ્લાદેશની સરકારે પ્લેન મારફતે તાત્કાલિક ડુંગળીની આયાત કરવાનો નિર્ણય લીધો છે. એક અધિકારીએ રવિવારે આ અંગે માહિતી આપી હતી. 

વધુ વાંચવા કરો ક્લિક-6: ઈન્ડિયન રેલ્વેમાં કરાયા નવા ફેરફાર, મુસાફરો અધિકૃત એજન્ટ પાસેથીઆ રીતે લઈ શકશે રિફંડ

ભારતીય રેલ્વે તેના મુસાફરોને આરામદાયક સુવિધાઓ પૂરી પાડવા માટે તમામ પ્રયત્નો કરી રહી છે. ભારતીય રેલ્વેએ શિયાળાની સિઝનમાં મુસાફરોને વધુ સારી સુવિધાઓ પૂરી પાડવા વિશેષ તૈયારીઓ કરી છે. મોબાઇલ પર એસએમએસ દ્વારા ટ્રેન મોડી પડવાની સ્થિતિમાં હવે રેલવે મુસાફરોને જાણ કરશે.

વધુ વાંચવા કરો ક્લિક-7: ક્રિકેટ જગત માટે દુ:ખદ સમાચાર, અમ્પાયરના ખોટા નિર્ણયથી નાખુશ આ ક્રિકેટરનું થયું મોત

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે હાલ ટેસ્ટ સિરીઝ ચાલી રહી છે. સિરીઝની પહેલી મેચ ભારતે પોતાના નામે કરી છે. જ્યારે અંતિમ અને બીજી ટેસ્ટ મેચ 22 નવેમ્બરે કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે રમાશે. પરંતુ આ પહેલા ક્રિકેટ જગત માટે દુ:ખદ સમાચાર આવ્યા છે

વધુ વાંચવા કરો ક્લિક-8: અભિષેક-ઐશ્વર્યા જ્યારે ફિલ્મમાં રોમાન્સ કરતા’તા ત્યારે સલમાન ડ્રાઈવર બની ગીત ગાતો!

એવી વાતો હતી કે ઐશ્વર્યા રાય 1999થી 2001 સુધી સલમાન ખાન સાથે રિલેશનશિપમાં હતી. છેલ્લે કંઈક કડવાશ સાથે રિલેશનનો અંત આવ્યો. એ સમયે આ સમગ્ર રિલેશનશિપની માહિતી મીડિયામાં ઘણી ચાલી હતી. થોડા વર્ષ પહેલા બનેલી ફિલ્મ ‘ઢાઈ અક્ષર પ્રેમ કે’ આમ તો બોક્સ ઓફિસ ઉપર ફ્લોપ હતી.

વધુ વાંચવા કરો ક્લિક-9: WhatsApp પર હેકર્સની બાજ નજર, આ રીતે વીડિયો મોકલી તમારા સુધી પહોંચી ફોન કરશે હેક

હેકર્સ છેલ્લા ઘણા સમયથી વોટ્સએપ હેક પર નજર રાખીને બેઠા છે. WhatsApp પર ખતરાનો માહોલ સર્જાયો હોવાના સમાચાર ઘણા વખત જોવા મળે છે. તાજેતરમાં, પીગાસુસે તેના પર સ્પાયવેર હુમલો કર્યો હતો અને હવે તે ફરીથી હેકર્સના નિશાના પર છે.

વધુ વાંચવા કરો ક્લિક-10: પ્રકૃતિ પ્રેમીઓનું સ્વર્ગ છે રતનમહાલ વન્ય પ્રાણી અભયારણ્ય, જાણો કેવી રીતે જશો

વડોદરાથી ૧૩૫ કિ.મી.ના અંતરે આવેલ રતનમહાલ વન્ય પ્રાણી અભયારણ્ય રીંછની સારી એવી વસતી ધરાવતું હોવાના કારણે તેને રીંછ અભયારણ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. રતનમહાલ ગુજરાત રાજ્યના દાહોદ જિલ્લામાં દક્ષિણ-પૂર્વમાં આવેલ છે.

વધુ વાંચવા કરો ક્લિક-11: લગ્ન પહેલા જોઈ લો છોકરીનું આ બાહ્ય અંગ, નબીસની રેખાઓ પલટાઈ જશે..!!

જ્યારે પણ તમે લગ્ન કરવાનું નક્કી કરો ત્યારે સૌ પ્રથમ ધ્યાનમાં રાખો કે તમે જે વ્યક્તિને તમારા જીવનસાથી બનાવવા જઈ રહ્યા છો તે તમારા માટે ખૂબ ભાગ્યશાળી રહેશે. તેથી, લગ્ન પહેલાં છોકરીનો ચહેરો ન જુઓ, તેની આંગળીઓ પણ જુઓ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન