TopHeadline: 18th November Top Headlines Til 12 PM Headline
  • Home
  • Featured
  • [email protected] PM: સુરતની સ્વરૂપવાન મહિલાનો નેશનલ લેવલે દબદબો, સંસદના શિયાળુ સત્ર પહેલાં મોદીનું નિવેદન

[email protected] PM: સુરતની સ્વરૂપવાન મહિલાનો નેશનલ લેવલે દબદબો, સંસદના શિયાળુ સત્ર પહેલાં મોદીનું નિવેદન

 | 11:58 am IST

 તમીનલાડુની મૂળ યુવતી અને અમદાવાદમાં નિત્યાનંદના આશ્રમમાંથી ગુમ થયેલ યુવતી મામલે યુવતીના આઇ પી એડ્રેસ તેમજ સોશિયલ મીડિયાના લોકેશનના આધારે પોલીસ શોધી રહી છે. યુવતી દ્વારા સોશિયલ મીડિયા થકી પોલીસ સમક્ષ બે દિવસમાં આવીને નિવેદન નોધાવશે તેમ જણાવ્યું છે. દિલ્લી ખાતે મિસિસ ઇન્ડિયા યુનિવર્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરતનાં સ્વાતિ જાનીએ મિસિસ ઇન્ડિયા યુનિવર્સનો આ ખિતાબ જીત્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદના શિયાળુસત્ર પહેલાં આશા વ્યક્ત કરી કે પાછલા સત્રની જેમ આ સત્રમાં પણ તમામ સભ્યોનો સકારાત્મક અને સક્રિય સહયોગ મળશે. સંસદ પરિસરમાં મીડિયા સાથે વાત કરતાં પીએમ મોદીએ કહ્યું કે 2019નું આ છેલ્લું સંસદ સત્ર છે. જસ્ટિસ શરદ અરવિંદ બોબડે એ સોમવારના રોજ દેશના 47મા ચીફ જસ્ટિસ (CJI) પદના શપથ લીધા. જસ્ટિસ બોબડે એ કેટલાંય ઐતિહાસિક ચુકાદામાં અગત્યની ભૂમિકા નિભાવી અને તાજેતરમાં અયોધ્યાના વિવાદાસ્પદ સ્થળ પર રામ મંદિર બનાવાનો રસ્તો સાફ કરવાના નિર્ણયમાં પણ તેઓ સામેલ રહ્યા છે.સહિતના મહત્વપૂર્ણ સમાચાર

વધુ વાંચવા કરો ક્લિક-1: નિત્યાનંદ આશ્રમ કેસ: યુવતીના પિતાને આશ્રમમાંથી મળી ધમકી, પરિવારે કરી પોલીસ ફરિયાદ

તમીનલાડુની મૂળ યુવતી અને અમદાવાદમાં નિત્યાનંદના આશ્રમમાંથી ગુમ થયેલ યુવતી મામલે યુવતીના આઇ પી એડ્રેસ તેમજ સોશિયલ મીડિયાના લોકેશનના આધારે પોલીસ શોધી રહી છે. યુવતી દ્વારા સોશિયલ મીડિયા થકી પોલીસ સમક્ષ બે દિવસમાં આવીને નિવેદન નોધાવશે તેમ જણાવ્યું છે.

વધુ વાંચવા કરો ક્લિક-2: સુરતની સ્વરૂપવાન મહિલાનો નેશનલ લેવલે દબદબો, નામે કર્યો આ અનોખો રેકોર્ડ

ગઇકાલે દિલ્લી ખાતે મિસિસ ઇન્ડિયા યુનિવર્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરતનાં સ્વાતિ જાનીએ મિસિસ ઇન્ડિયા યુનિવર્સનો આ ખિતાબ જીત્યો છે. આ સાથે સ્વાતિ જાનીએ પરિવાર અને સુરતનું નામ રોશન કર્યું છે. તેથી તેમના પરિવાર અને આખા સુરતમાં હર્ષની લાગણી છવાઇ ગઇ છે.

વધુ વાંચવા કરો ક્લિક-3: વાદ, વિવાદ અને સંવાદ, સંસદના શિયાળુ સત્ર પહેલાં PM મોદીએ કેમ કહ્યું આ ખૂબ જ અગત્યનું?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદના શિયાળુસત્ર પહેલાં આશા વ્યક્ત કરી કે પાછલા સત્રની જેમ આ સત્રમાં પણ તમામ સભ્યોનો સકારાત્મક અને સક્રિય સહયોગ મળશે. સંસદ પરિસરમાં મીડિયા સાથે વાત કરતાં પીએમ મોદીએ કહ્યું કે 2019નું આ છેલ્લું સંસદ સત્ર છે. 

વધુ વાંચવા કરો ક્લિક-4: દેશના 47મા ચીફ જસ્ટિસ બન્યા એસ.એ.બોબડે, રાષ્ટ્રપતિએ અપાવ્યા શપથ

જસ્ટિસ શરદ અરવિંદ બોબડે એ સોમવારના રોજ દેશના 47મા ચીફ જસ્ટિસ (CJI) પદના શપથ લીધા. જસ્ટિસ બોબડે એ કેટલાંય ઐતિહાસિક ચુકાદામાં અગત્યની ભૂમિકા નિભાવી અને તાજેતરમાં અયોધ્યાના વિવાદાસ્પદ સ્થળ પર રામ મંદિર બનાવાનો રસ્તો સાફ કરવાના નિર્ણયમાં પણ તેઓ સામેલ રહ્યા છે.

વધુ વાંચવા કરો ક્લિક-5: કાળાપાણી પર નેપાળના PM ઓલીએ ભારતને દેખાડ્યા તેવર, કહ્યું- એક ઇંચ પણ જમીન લીધી તો…

નેપાળમાં ભારતના નવા નકશાને લઇ ચાલી રહેલા વિરોધ-પ્રદર્શનની વચ્ચે વડાપ્રધાન કેપી ઓલીએ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે નેપાળ, ભારત અને તિબેટની વચ્ચે ટ્રાઇજંકશનમાં આવેલ કાલાપાણી ક્ષેત્ર નેપાળનો હિસ્સો છે અને ભારતે ત્યાંથી પોતાની સેના તાત્કાલિક હટાવી લેવી જોઇએ.

વધુ વાંચવા કરો ક્લિક-6: તમે પણ બદલી છે જોબ તો જાણી લો આ મહત્વની વાત, ટેક્સ બચતથી પેન્શન સુધી મળશે લાભ

નોકરીઓ બદલવા ઉપરાંત ખાનગી ક્ષેત્રમાં કામ કરતા લોકોએ પણ PF ટ્રાન્સફર કરવું આવશ્યક છે. આનાથી તેમને ટેક્સ બચતમાં ફાયદો થશે અને નિવૃત્તિ સમયે તેમને પેન્શનનો લાભ પણ મળશે. કર્મચારી ભવિષ્ય નિધિ (ઇપીએફ)ને પીએફ ટ્રાન્સફર કર્મચારી પેન્શન યોજના (ઇપીએસ)ની સતત સભ્યપદ તરીકે માનવામાં આવે છે.

વધુ વાંચવા કરો ક્લિક-7: OMG! 2011નાં વર્લ્ડકપ ફાઈનલને લઈ ગંભીરે ધોની પર નાખ્યો ગંભીર આરોપ, કહ્યું-એના કારણે…

ભૂતપૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર તેના સ્પષ્ટ શબ્દોમાં નિવેદનો આપવા માટે જાણીતો છે. તેમજ પોતાની આ ઓળખ તેણે ભાજપના ટિકિટ પર લોકસભાના સાંસદ બન્યા પછી પણ જાળવી રાખી છે. હવે ગંભીરે એમએસ ધોની વિરુદ્ધ નિવેદન આપ્યું છે અને એક નવો જ વિવાદ શરૂ કર્યો છે.

વધુ વાંચવા કરો ક્લિક-8: અમેરિકાની સિંગર કૈટી પેરીને મળી ન શક્યો આ ખ્યાતનામ કલાકાર, તો કર્યું એવું કે…

વન પ્લસ મ્યુઝિક ફેસ્ટિવલમાં પર્ફોમન્સ આપવા મુંબઇ આવેલી અમેરિકન સિંગર કેટી પેરીએ શનિવારે પ્રેઝન્ટેશન આપ્યું હતું. આ પર્ફોમન્સ પહેલા તેણે બોલિવૂડની અનેક હસ્તીઓ સાથે પાર્ટી કરી હતી. શાહિદ કપૂર, કરણ ઝોહર, ઐશ્વર્યા રાય બચ્ચન, કાજોલ સહિત ઘણા બોલિવૂડ સ્ટાર્સ હાજર રહ્યા હતા.

વધુ વાંચવા કરો ક્લિક-9: હવે Google તમને શિખવાડશે સાચો વર્ડ બોલતા, જાહેર કર્યું આ નવું ફીચર

Googleએ ગૂગલ સર્ચ માટે એક નવી સુવિધા રજૂ કરી છે. લોકો આ સુવિધા હેઠળ તેમનું ઉચ્ચારણ ચકાસી શકે છે. પહેલા તમે ગૂગલને શોધીને કોઈ શબ્દનો સાચો ઉચ્ચારણ સાંભળી શકતા હતા, પરંતુ હવે તમે આ નવી સુવિધા હેઠળ યોગ્ય રીતે બોલી પણ શકશો.

વધુ વાંચવા કરો ક્લિક-10: આંબાળા અને શિકાકાઇમાં ઉમેરો આ વસ્તુ, તમારા વાળ થશે કાળા અને લાંબા

આંબળા સ્વાસ્થ્ય માટે ખૂબ વધારે ફાયદાકારક છે. તેને ખાવાની સાથે તમારી ત્વચા અને વાળ પર પણ લગાવી શકો છો. ખાસ કરીને આંબલા વાળ માટે ખૂબ જ સારા છે. તે વાળને કાળા કરવાની સાથે તેને ભરાવદાર પણ બનાવે છે. ચાલો આજે અમે તમને તેના કેટલાક ઉપાય જણાવીશું.

વધુ વાંચવા કરો ક્લિક-11: જલદી અમીર બને છે આ 4 રાશિના લોકો, જાણો શું છે આજનો યોગ

આજે તમને પૈસા મળી શકે છે. નોકરી મળવાની સંભાવના છે. સમગ્ર જીવન સાથીને પૂરો સહયોગ મળશે. આજે કોઈ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લઈ શકાય છે, પારિવારિક સંબંધો સારા રહેશે. આજે તમારા ખર્ચમાં વધારો થઈ શકે છે. આ રાશિના લોકો હંમેશાં સમૃદ્ધ હોય છે, આવકના નવા માધ્યમો સ્થાપિત થશે. માનસિક તાણ દૂર થશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન