TopHeadline: 21st May 2020 Top Headlines Til 12 PM Headline
  • Home
  • Corona live
  • [email protected] 12PM: ચીનમાં કોરોનાનું વિચિત્ર લક્ષણ દેખાયું, ભયંકર વાવાઝોડાથી આખું કોલકત્તા એરપોર્ટ ડૂબ્યું

[email protected] 12PM: ચીનમાં કોરોનાનું વિચિત્ર લક્ષણ દેખાયું, ભયંકર વાવાઝોડાથી આખું કોલકત્તા એરપોર્ટ ડૂબ્યું

 | 11:56 am IST

લોકડાઉન 4માં ગુજરાત સરકારે વ્યાપક છૂટછાટ આપતાં દુકાનો અને માર્કેટોમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. તેવામાં આજથી બેંકોમાંથી ગુજરાત આત્મનિર્ભરના ફોર્મ મળવા જઈ રહ્યા છે. પરંતુ સરકારની ગાઈડલાઈન પ્રમાણે લોકોને બજાર અને માર્કેટમાં ધસારો ન કરવા માટે અપીલ કરાઈ છે. રાજ્ય સરકારે લોકડાઉન 4માં આપેલી છૂટછાટો અન્વયે રાજકોટમાં દુકાનો ખોલવા તા. 21ના રોજ (ગુરુવાર)થી એકી-બેકી નંબર આધારીત વ્યવસ્થા અમલી બનાવવામાં આવનાર છે જે માટે મહાપાલિકાએ શહેરમાં 65000 દુકાનોમાં એક નંબર અને 2 નંબરના સ્ટીકર લગાવ્યા છે.કોરોના વાયરસની મહામારીથી ઝઝૂમી રહેલા દેશમાં બુધવારના રોજ એક નવું સંકટ સામે આવ્યું છે. બંગાળની ખાડીમાંથી ઉદ્ભવેલા ચક્રવાતી તોફાન અમ્ફાને પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સાના દરિયાકિનારાના વિસ્તારમાં તબાહી મચાવી દીધી.  ભારતમાં કોરોના વાયરસના એક્ટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. જો દેશમાં કોરોના એક્ટિવ કેસોની વાત કરીએ તો આપણે ઇટાલી કરતા આગળ નીકળી ગયા છીએ. હવે દુનિયામાં માત્ર 4 દેશ એવા છે જે કોરોના વાયરસના એક્ટિવ કેસમાં ભારત કરતા આગળ છે. ચીનમાં કોરોના વાયરસના નવા દર્દીઓમાંથી ગંભીર સંકેત મળતા દેખાઇ રહ્યા છે. આ નવા દર્દીઓમાં કોરોના વાયરસ એકદમ અલગ રીતે વ્યવહાર કરી રહ્યો છે તેના પરથી ખબર પડે છે કે આ વાયરસ સતત પોતાનું રૂપ બદલી રહ્યું છે.સહિતનાં મહત્વનાં સમાચાર

વધુ વાંચવા ક્લિક કરો-1: આનંદો! આજથી આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાના ફોર્મનું વિતરણ શરૂ, જાણો લોન લેવા માટેની સમગ્ર પ્રક્રિયા

લોકડાઉન 4માં ગુજરાત સરકારે વ્યાપક છૂટછાટ આપતાં દુકાનો અને માર્કેટોમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. તેવામાં આજથી બેંકોમાંથી ગુજરાત આત્મનિર્ભરના ફોર્મ મળવા જઈ રહ્યા છે. પરંતુ સરકારની ગાઈડલાઈન પ્રમાણે લોકોને બજાર અને માર્કેટમાં ધસારો ન કરવા માટે અપીલ કરાઈ છે.

વધુ વાંચવા ક્લિક કરો-2: રાજકોટમાં આજથી દુકાનો ખોલવા ‘એકી-બેકી’, જાણો આજે કયા નંબરનો છે વારો? 65000 દુકાનો પર સ્ટીકર

રાજ્ય સરકારે લોકડાઉન 4માં આપેલી છૂટછાટો અન્વયે રાજકોટમાં દુકાનો ખોલવા તા. 21ના રોજ (ગુરુવાર)થી એકી-બેકી નંબર આધારીત વ્યવસ્થા અમલી બનાવવામાં આવનાર છે જે માટે મહાપાલિકાએ શહેરમાં 65000 દુકાનોમાં એક નંબર અને 2 નંબરના સ્ટીકર લગાવ્યા છે.

વધુ વાંચવા ક્લિક કરો-3: બંગાળ-ઓરિસ્સામાં અમ્ફાનના કહેરના ભયંકર Videos, કયાંક છત તો કયાંક ઘટાદાર વૃક્ષો ઉખડી ગયા

કોરોના વાયરસની મહામારીથી ઝઝૂમી રહેલા દેશમાં બુધવારના રોજ એક નવું સંકટ સામે આવ્યું છે. બંગાળની ખાડીમાંથી ઉદ્ભવેલા ચક્રવાતી તોફાન અમ્ફાને પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સાના દરિયાકિનારાના વિસ્તારમાં તબાહી મચાવી દીધી. 

વધુ વાંચવા ક્લિક કરો-4: ભયંકર વાવાઝોડાથી આખું કોલકત્તા એરપોર્ટ ડૂબી ગયું, તસવીરોમાં ચારેબાજુ તબાહીના દ્રશ્યો

160 થી 180 કિલોમીટરના પ્રતિ કલાકની ઝડપથી અમ્ફાન તોફાને પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સામાં મોટી તબાહી મચાવી છે. પશ્ચિમ બંગાળમાં વાવાઝોડાથી 10 થી 12 લોકોના મોતના સમાચાર છે. કોલકત્તાના કેટલાંય વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. તોફાનની અસર કોલકત્તા એરપોર્ટ પર ભયંકર દેખાઇ રહી છે. અહીં ચારેયબાજુ પાણી ભરાઇ ગયા છે.

વધુ વાંચવા ક્લિક કરો-5: ચીનમાં કોરોનાના વિચિત્ર લક્ષણ દેખાતા ગંભીર સંકેત, દુનિયા થરથર કાંપવા લાગશે!

ચીનમાં કોરોના વાયરસના નવા દર્દીઓમાંથી ગંભીર સંકેત મળતા દેખાઇ રહ્યા છે. આ નવા દર્દીઓમાં કોરોના વાયરસ એકદમ અલગ રીતે વ્યવહાર કરી રહ્યો છે તેના પરથી ખબર પડે છે કે આ વાયરસ સતત પોતાનું રૂપ બદલી રહ્યું છે.

વધુ વાંચવા ક્લિક કરો-6: વૈશ્વિક પોઝિટિવ સંકેતોને પગલે ઘરેલુ શેરબજારને સપોર્ટ, સેન્સેક્સ-નિફ્ટીની ફ્લેટ શરૂઆત

ગ્લોબલ માર્કેટમાં પોઝિટિવ વલણ રહેતા આજે ઘરેલુ શેર માર્કેટમાં પણ હળવી તેજી જોવા મળી છે. બીએસઈ બેંચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ બુધવારના બંધ 30,818ની સામે આજે 30,904 પર ખુલી હાલ 113 અંક અથવા 0.33 ટકા વધીને 30,920 નજીક કારોબાર કરી રહ્યો છે.

વધુ વાંચવા ક્લિક કરો-7: ક્રિકેટ રસિકો માટે સારા સમાચાર! IPLના આયોજનને લઈ BCCIના CEOએ કહી ખાસ વાત

મહામારી કોરોના વાયરસના કારણે હાલ દેશવ્યાપી લોકડાઉન છે. જેના કારણે બધી સ્પોર્ટ ઇવેન્ટ્સ રદ અને ટાળવામાં આવી છે. આ દરમિયાન મોટી ક્રિકેટ ટુર્નામેન્ટ્સમાંથી એક ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) ને લઈ ફેન્સ વચ્ચે ગૂંચવણ છે. ત્યારે હવે આઈપીએલને લઈ એક મોટા સમાચાર આવ્યા છે.

વધુ વાંચવા ક્લિક કરો-8: જ્યારે પરણેલા નવાઝુદ્દીને રાખી ગર્લફ્રેન્ડ, વહેલી સવારે સુંદરીને જબરદસ્તી જકડીને બાથ ભરીને પછી

બોલવૂડ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી આ દિવસોમાં ભારે ચર્ચામાં છે. તેની પત્ની આલિયાએ તલાક લેવાનો નિર્ણય કર્યો છે. તેમજ પરિવાર પર પણ ગંભીર આરોપો નાંખ્યા છે. પરંતુ આ આરોપો સાથે જ અભિનેતાના જુના કિસ્સા પણ ચર્ચામાં આવ્યા છે. પૂર્વ મિસ ઈન્ડિયા અને એક્સ ગર્લફ્રેન્ડ નિહારિકા સિંહે પણ નવાઝુદ્દીન પર ગંભીર આરોપો નાંખ્યા હતા.

વધુ વાંચવા ક્લિક કરો-9: દુનિયાની સૌથી ઝડપી સ્પીડ 5Gને લઇ જૂની અને જાણીતી નોકિયા કંપનીએ બનાવ્યો અનોખો વર્લ્ડ રેકોર્ડ

ફિનલેન્ડની ટેક કંપની નોકિયાએ એક નવો વર્લ્ડ રેકોર્ડ જાહેર કર્યો છે. કંપનીનો દાવો છે કે તેને સ્માર્ટફોન પર વિશ્વનું સૌથી ઝડપી 5 જી સ્પીડ ઓવર-ધ-એર નેટવર્ક મળી ગયું છે. કંપનીને ડલ્લાસ, ટેક્સાસમાં સૌથી ઝડપી 5 જી કનેક્શન ગતિ મળી અને અગાઉના તમામ રેકોર્ડ તૂટી ગયા. નોકિયાએ જણાવ્યું હતું કે કંપની દ્વારા કોમર્શિયલ 5 જી સોફ્ટવેર અને હાર્ડવેરની મદદથી 5 જી સોફ્ટવેર સ્પીડ ટેસ્ટ કરવામાં આવી રહી છે અને તે 4.7 Gbpsની ઝડપે પહોંચી શકે છે.

વધુ વાંચવા ક્લિક કરો-10: બરાબર બ્રશ નથી કરી રહ્યા તો કમજોર થઇ શકે છે તમારી રોગ પ્રતિકારક શક્તિ, સંક્રમણનો બમણો ખતરો

કોરોનાથી બચવાનો એક રસ્તો તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવાનો છે. જે રીતે કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. આપણે વધારે સાવચેત રહેવાની જરૂર છે. ડોક્ટરો તમને બે વાર બ્રશ કરવાની સલાહ આપે છે. આનું કારણ છે કે બે વાર બ્રશ કરવાથી પોલાણનું જોખમ ઓછું થાય છે, મોમાંથી દુર્ગંધ આવતી નથી અને અનેક રોગોથી બચી શકાય છે.

વધુ વાંચવા ક્લિક કરો-11: શનિ જયંતિ પર આ મંત્રોથી દૂર કરો શનિની સાડાસાતીનો પ્રભાવ, 5 રાશિ પર પડશે અસર

શનિદેવને પ્રસન્ન કરવા માટે શનિ જયંતિનો દિવસ છે. આ વખતે શનિ જયંતિ વિશેષ યોગમાં આવી રહ્યા છે. 22 મે શુક્રવારે શનિ જયંતિ છે. શનિદેવ એક ખૂબ જ ધીમી ગતિથી ચાલનારા ગ્રહ છે. 30 વર્ષ પછી, શનિ તેની પોતાની રાશિમાં ગોચર થઇ રહ્યા છે. તે પછી 11 મેના રોજ, તે પોતાની રાશિમાં વક્રી થયા છે. આ વખતે શનિ વક્રી હોવા પર શનિ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન