TopHeadline: 24 May 2019 til 12 pm National Gujarat
  • Home
  • Gujarat
  • [email protected] PM:પ્રચંડ જીત બાદ મોદી-શાહે લીધા અડવાણી-જોશીના આશીર્વાદ સહિતના સમાચાર

[email protected] PM:પ્રચંડ જીત બાદ મોદી-શાહે લીધા અડવાણી-જોશીના આશીર્વાદ સહિતના સમાચાર

 | 11:56 am IST

દેશભરમાં ભાજપની પ્રચંડ જીત બાદ પીએમ નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ પાર્ટીની સિનિયર નેતા લાલકૃષ્ણ અડવાણીને મળવા પહોંચ્યા તથા રાહુલની હારથી સ્મૃતિ ઈરાની ઘણી ખુશ છે અને પોતાની જીત પર તેમને એક ટ્વીટ કરી કહ્યું કે અમેઠીના લોકો માટે એક નવી સવાર છે તેમજ લોકસભા ચૂંટણી 2019નો જનાદેશ આવી ગયો છે, નરેન્દ્ર મોદી એકવખત ફરીથી વડાપ્રધાન તથા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના પુત્ર ભરતસિંહ સોલંકી અને અમરસિંહ ચૌધરીના પુત્ર તુષાર ચૌધરીનો ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં કારમો પરાજય અને ગુજરાતમાં કોંગ્રેસે ફરી એક વાર 26 માંથી 26 બેઠકો ગુમાવી તેમજ ભાજપને પાટીદાર પ્રભુત્વવાળી બેઠકોમાં 10 ટકા ટકા અનામતની નીતિ ફળી તથા આર્થિક સંકટનો સામનો કરી રહેલ પાકિસ્તાનની નાણાકીય સ્થિતિ દિવસે દિવસે વધુ ખરાબ થઈ રહી છે સહિતના અગત્યના સમાચાર…

વધુ વાંચવા કરો ક્લિક-1: પ્રચંડ જીત બાદ મોદી અને શાહે અડવાણીના લીધા આશીર્વાદ, મુરલી મનોહર જોશીએ હસતા-હસતા સ્વાગત કર્યું

દેશભરમાં ભાજપની પ્રચંડ જીત બાદ પીએમ નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ પાર્ટીની સિનિયર નેતા લાલકૃષ્ણ અડવાણીને મળવા પહોંચ્યા. ત્યારબાદ મોદી અને શાહ મુરલી મનોહર જોશીને મળ્યા હતા. જોશીએ પીએમ મોદીનું હસતા-હસતા સ્વાગત કર્યું અને તેમના પણ આશીર્વાદ પણ લીધા.

વધુ વાંચવા કરો ક્લિક-2: રાહુલ ગાંધીને હરાવ્યા બાદ સ્મૃતિનો કટાક્ષ કહ્યું- અમેઠી માટે નવી સવાર

લોકસભા ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચા જે બેઠકની થઈ એ છે યુપીની અમેઠી. જ્યાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ઉમેદવાર છે અને બીજેપીથી કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની. તમને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણીના રૂઝાનમાં રાહુલ ગાંધીને અમેઠી બેઠક પર કારમી હારનો સામનો કરવો પડ્યો છે. આ સાથે સંજય ગાંધી બાદ રાહુલ ગાંધી એવા ‘ગાંધી’ બન્યા છે જેમને અમેઠીની જનતાએ નકાર્યા છે. બીજી તરફ રાહુલની હારથી સ્મૃતિ ઈરાની ઘણી ખુશ છે અને પોતાની જીત પર તેમને એક ટ્વીટ કરી કહ્યું કે અમેઠીના લોકો માટે એક નવી સવાર છે.

વધુ વાંચવા કરો ક્લિક-3:ચૂંટણી પરિણામો પર ભડકયા અમરિંદર, પાર્ટીને કહી દીધું – સિદ્ધુ અથવા તો હું બેમાંથી એકને પસંદ કરો

લોકસભા ચૂંટણી 2019નો જનાદેશ આવી ગયો છે, નરેન્દ્ર મોદી એકવખત ફરીથી વડાપ્રધાન બનવા જઇ રહ્યા છે. ભાજપની આ જીતથી વિપક્ષમાં હલચલ મચી ગઇ છે, સૌથી મોટો પ્રશ્ન તો પંજાબમાં થયો છે. પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે આ હાર માટે નવજોત સિંહ સિદ્ધુને જવાબદાર ગણાવ્યા હતા. હવે તેમના પર વધુ પ્રહારો કરી રહ્યા છે. અમરિંદરે પાર્ટી નેતૃત્વને કહી દીધું કે તેઓ સિદ્ધુ અને તેમાંથી કોઇ એકને પસંદ કરે.

વધુ વાંચવા કરો ક્લિક-4:અમિત શાહ અને સ્મૃતિ ઇરાની લોકસભાની ચૂંટણી જીતતા જ ભાજપને ફટકો, જાણો કેમ!

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગરથી તેમજ સ્મૃતિ ઈરાની અમેઠીથી લોકસભાની ચૂંટણી જીતી ગયા છે. આ બંને નેતાઓ અત્યારે ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ છે. આ બંને નેતાઓ લોકસભાની ચૂંટણી જીતી ગયા હોવાથી રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામું આપવું પડશે.

વધુ વાંચવા કરો ક્લિક-5: શા માટે રાહુલ-પ્રિયંકા નિષ્ફળ નીવડયા? કોંગ્રેસની હારનું સૌથી મોટું એક જ કારણ,

લોકસભાની ચૂંટણી 2019ના પરિણામો સામે આવતા કોંગ્રેસમાં સન્નાટો ફેલાઇ ગયો. ચારેબાજુ ચર્ચા હતી કે જ્યારે પ્રિયંકા ગાંધીએ સત્તાવાર રાજકારણમાં જોડાઇ ઉત્તરપ્રદેશની જવાબદારી સંભાળી ત્યારે ઘણા કોંગ્રેસ કાર્યકર્તાઓને આશા હતી કે પ્રિયંકા ગાંધી કંઇક કમાલ કરશે. રાજકીય નિષ્ણાતોને પણ લાગતું હતું કે પ્રિયંકા ગાંધીના આવવાથી કોંગ્રેસમાં કંઇક બદલાવ આવશે.

વધુ વાંચવા કરો ક્લિક-6: ગુજરાતમાં બે પૂર્વ મુખ્યમંત્રીઓના પુત્રોની રાજકીય કારકિર્દી પર મૂકાયું પૂર્ણ વિરામ?

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના પુત્ર ભરતસિંહ સોલંકી અને અમરસિંહ ચૌધરીના પુત્ર તુષાર ચૌધરીનો ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં કારમો પરાજય થવાને પગલે તેમની રાજકીય કારકિર્દી પર પૂર્ણ વિરામ મૂકાય તેવી શક્યતા છે.

વધુ વાંચવા કરો ક્લિક-7:ગુજરાતમાં ભૂંડી હાર બાદ કોંગ્રેસે જનાદેશનો સ્વીકાર કર્યો, આજથી કોંગ્રેસ કરશે આ કામ!

ગુજરાતમાં કોંગ્રેસે ફરી એક વાર 26 માંથી 26 બેઠકો ગુમાવી છે, ભૂંડી હાર માટે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ નૈતિક જવાબદારી સ્વીકારી છે. પ્રદેશ પ્રમુખે ગુરુવારે પ્રદેશ કાર્યાલય ખાતે જણાવ્યું કે, જનાદેશનો સ્વીકાર કરીએ છીએ. ભાજપે સત્તા, પૈસા અને શામ-દામ-દંડ ભેદની નીતિ અપનાવી છતાં કોંગ્રેસના કાર્યકરો મજબૂતાઈથી લડયા છે. હાર અંગે હાઈકમાન્ડને રિપોર્ટ મોકલવામાં આવશે.

વધુ વાંચવા કરો ક્લિક-8: ગુજરાતમાં ભાજપને કંઇ સીટો પર ચાલ્યો પાટીદાર પાવર, અને ક્યા ચાલ્યું OBC ફેક્ટર!

અનામત આંદોલનથી પાટીદારો ભાજપથી નારાજ થયા હતા. પરંતુ લોકસભા ચૂંટણી પહેલા પાટીદારોને રાજી કરવા માટે ભાજપે 10 ટકા અનામત લાગૂ કરી હતી. જેથી નિષ્ણાંતોના માનવા મુજબ ભાજપને પાટીદાર પ્રભુત્વવાળી બેઠકોમાં 10 ટકા ટકા અનામતની નીતિ ફળી છે અને બીજી તરફ હાર્દિક પટેલ નિષ્ફળ નિવડ્યો તેમ પણ માની શકાય.

વધુ વાંચવા કરો ક્લિક-9: પાકિસ્તાન ઉપર મોંઘવારી બાદ હવે થઇ “લોન સ્ટ્રાઇક”, જાણો કઇ રીતે

આર્થિક સંકટનો સામનો કરી રહેલ પાકિસ્તાનની નાણાકીય સ્થિતિ દિવસે દિવસે વધુ ખરાબ થઈ રહી છે. સ્ટેટ બેન્ક ઓફ પાકિસ્તાન (એસબીપી) ના તાજેતરના આંકડા પ્રમાણે આ નાણાકીય વર્ષ જુલાઇ-માર્ચ ગાળા દરમિયાન દેશના કુલ દેવામાં આશરે 5.2 ટ્રિલિયન રૂપિયાનો વધારો થયો છે. જે જૂન 2018 ના દેવા કરતાં 18 ટકા વધારે છે.

વધુ વાંચવા કરો ક્લિક-10: ગંભીરે શાનદાર જીત બાદ વિરોધીઓને હસતા હસતા ક્રિકેટની ભાષામાં જ આ રીતે આપ્યો જવાબ

દેશની સાથે સાથે દિલ્હીમાં સાત સીટો પર પણ ભાજપે જ ભગવો લહેરાવ્યો. પૂર્વ દિલ્હીમાં ચૂંટણી લડનારા પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે પણ શાનદાર જીત હાંસલ કરી છે. ગંભીરની જેવી જીત થઈ કે તરત જ કૉંગ્રેસ અને આપ પાર્ટીને આડે હાથ લીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન