TopHeadline: 3rd August 2020 Top Headlines Til 12 PM Headline
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • [email protected] 12PM: ભરતસિંહ સોલંકીને લઈને સૌથી મોટા સમાચાર, ચીનથી ભાગેલા વૈજ્ઞાનિકનો દાવો

[email protected] 12PM: ભરતસિંહ સોલંકીને લઈને સૌથી મોટા સમાચાર, ચીનથી ભાગેલા વૈજ્ઞાનિકનો દાવો

 | 11:56 am IST
  • Share

કોંગ્રેસી નેતા ભરતસિંહ સોલંકીએ કોરોનાને મ્હાત આપી દીધી છે. પરંતુ ભરતસિંહે કોરોનાને મ્હાત આપી હોવા છતાં હોસ્પિટલમાંથી તેમને રજા આપવામાં આવી નથી. ભરતસિંહ સોલંકીની હાલ તબિયત હજુ પણ નાજુક બતાવવામાં આવી છે. સાઈક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં આગામી દિવસોમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડવાની શક્યતાઓ હવામાન નિષ્ણાતોએ વ્યક્ત કરી છે. મંગળવારથી ચાર દિવસ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં ધોધમાર વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આમ આદમી પાર્ટીના સસ્પેન્ડ નેતા તાહિર હુસૈન એ ઉત્તર-પૂર્વ દિલ્હીમાં તોફાનોમાં પોતાની ભૂમિકાનો સ્વીકાર કરતાં કહ્યું કે તેઓ હિન્દુઓને પાઠ ભણાવવા માંગતા હતા. દિલ્હી પોલીસના રિપોર્ટમાં કહ્યું છે કે હુસૈન એ લોકોને ઉશ્કેરવાની અને હિંસા કરવાની વાત માની છે. ચીન પ્રશાસિત હોંગકોંગથી ભાગીને અમેરિકા પહોંચેલા હોંગકોંગ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના સિનિયર વાયરોલોજીસ્ટ ડૉ.લી મેંગ યાને દાવો કર્યો છે કે કોરોના વાયરસને ચીનના મિલિટ્રી લેબમાં બનાવ્યો હતો. તેમણે આ ખતરનાક વાયરસની ચીનના વેટ માર્કેટમાંથી ઉત્પત્તિ સંબંધિત ધારણાઓને નકારી દીધી હતી. તેમના દાવાનો ચીને સ્પષ્ટ ઇન્કાર કર્યો છે. સહિતના દેશ-વિદેશના મહત્વપૂર્ણ સમાચાર 

વધુ વાંચવા ક્લિક કરો-1: ભરતસિંહ સોલંકીને લઈને સૌથી મોટા સમાચાર, ગુજરાતમાં 11 ‘નેતાઓ’ કોરોના પોઝિટિવ, 9એ મ્હાત આપી પણ…

કોંગ્રેસી નેતા ભરતસિંહ સોલંકીએ કોરોનાને મ્હાત આપી દીધી છે. પરંતુ ભરતસિંહે કોરોનાને મ્હાત આપી હોવા છતાં હોસ્પિટલમાંથી તેમને રજા આપવામાં આવી નથી. ભરતસિંહ સોલંકીની હાલ તબિયત હજુ પણ નાજુક બતાવવામાં આવી છે. હા.. કોરોનામાંથી તેઓ ચોક્કસ સાજા થઈ ગયા છે.

વધુ વાંચવા ક્લિક કરો-2: સૌથી મોટા ખુશખબર,…આખરે અમદાવાદ સહિત ઉ.ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, આ તારીખે અહીં પડશે વરસાદ

સાઈક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં આગામી દિવસોમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડવાની શક્યતાઓ હવામાન નિષ્ણાતોએ વ્યક્ત કરી છે. મંગળવારથી ચાર દિવસ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં ધોધમાર વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં અમદાવાદ સહિત ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે.

વધુ વાંચવા ક્લિક કરો-3: તાહિરે દિલ્હી હિંસાને લઇ ચોંકાવનારી કબૂલાતો કરી, કહ્યું- હું કંઇક મોટું કરવા માંગતો હતો અને…

આમ આદમી પાર્ટીના સસ્પેન્ડ નેતા તાહિર હુસૈન એ ઉત્તર-પૂર્વ દિલ્હીમાં તોફાનોમાં પોતાની ભૂમિકાનો સ્વીકાર કરતાં કહ્યું કે તેઓ હિન્દુઓને પાઠ ભણાવવા માંગતા હતા. દિલ્હી પોલીસના રિપોર્ટમાં કહ્યું છે કે હુસૈન એ લોકોને ઉશ્કેરવાની અને હિંસા કરવાની વાત માની છે. 

વધુ વાંચવા ક્લિક કરો-4: ખુશખબરી! ભારતમાં કોરોના વાયરસની રસીને લઇ આવ્યા મોટા અપડેટ

DGCI એ ઓક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા વિકસિત કોરોના વાયરસની રસીના દેશમાં બીજા અને ત્રીજા તબક્કાના હ્યુમન ટ્રાયલ માટે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (SII)ને મંજૂરી આપી દીધી છે.

વધુ વાંચવા ક્લિક કરો-5: ચીનથી ભાગેલા વૈજ્ઞાનિકનો દાવો- ડ્રેગને વુહાનની લેબમાં નહીં પરંતુ અહીં બનાવ્યો હતો કોરોના

ચીન પ્રશાસિત હોંગકોંગથી ભાગીને અમેરિકા પહોંચેલા હોંગકોંગ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના સિનિયર વાયરોલોજીસ્ટ ડૉ.લી મેંગ યાને દાવો કર્યો છે કે કોરોના વાયરસને ચીનના મિલિટ્રી લેબમાં બનાવ્યો હતો. તેમણે આ ખતરનાક વાયરસની ચીનના વેટ માર્કેટમાંથી ઉત્પત્તિ સંબંધિત ધારણાઓને નકારી દીધી હતી. તેમના દાવાનો ચીને સ્પષ્ટ ઇન્કાર કર્યો છે.

વધુ વાંચવા ક્લિક કરો-6: રક્ષાબંધન પર ચીની રાખડીઓનાં બહિષ્કારથી ચીનને લાગશે 4000 કરોડનો ઝટકો!

ચીન સાથે ઘર્ષણ બાદ દેશમાં ચીની સામાનનો બહિષ્કાર થવા લાગ્યો છે. તેવામાં વેપારીઓનાં સંગઠન કંફડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) દ્વારા આ વખતે હિન્દુસ્તાની રાખડી અભિયાન ચલાવવામાં આવ્યું હતું, જેમાં ચીનની રાખડીઓનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. 

વધુ વાંચવા ક્લિક કરો-7: ક્રિકેટ રસિકો માટે ખુશખબર, ફરીથી શરૂ થશે રમત! BCCIએ જાહેર કરી 100 પાનાંની SOP

કોરોના વાયરસની મહામારી વચ્ચે ક્રિકેટ રસિયાઓ માટે સારા સમાચાર છે. બીસીસીઆઈ હવે ફરીથી ક્રિકેટ શરૂ કરવાના પ્રયાસો કરી રહ્યું છે. અને આ ક્રમમાં ભારતીય ક્રિકેટ બોર્ડે રાજ્ય સંઘોને 100 પાનાંની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) જાહેર કરી છે.

વધુ વાંચવા ક્લિક કરો-8: રાખીના દિવસે સુશાંતની બહેન થઈ ભાવુક, લખ્યું એવું કે તમે પણ થઈ જશો ઈમોશનલ

સુશાંતસિંહ રાજપૂતનું નિધન 14 જૂને તેમના બાંદ્રામાં આવેલા ફ્લેટમાં થયું હતું. સુશાંતના અચાનક ચાલી જવાના દુઃખથી તેનો પરિવાર હજુ સુધી બહાર નથી આવ્યો. સુશાંતના જવાથી તેની બહેન રાખીના દિવસે પોતાના ભાઈને ખુબ જ મીસ કરી રહી છે. દર વર્ષની જેમ તે હવે સુશાંતને ક્યારેય રાખી નહીં બાંધી શકે. આ દુઃખને લઈને સુશાંતની બહેન રાનીએ ઈમોશનલ નોટ લખી છે.

વધુ વાંચવા ક્લિક કરો-9: ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મીટિંગ બાદ માઈક્રોસોફ્ટે કહ્યું- ટિકટોક ખરીદવા વાટાઘાટો ચાલુ છે

ભારતમાં સુરક્ષાના કારણોસર ટિકટોક પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જ્યારે અમેરિકામાં પણ ટિકટોક પર પ્રતિબંધની શક્યતાઓ જોવાઈ રહી છે. આ વચ્ચે માઈક્રોસોફ્ટ અમેરિકામાં ટિકટોકને ખરીદી શકે તેવી સંભાવનાઓ છે. માઈક્રોસોફ્ટે રવિવારે ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની બાદ બાદ કહ્યું કે, ટિકટોકના અમેરિકી ઓપરેશનને ખરીદવા માટે વાટાઘાટો ચાલુ છે.

વધુ વાંચવા ક્લિક કરો-10: ઓફિસમાં કામ કરતા ખુરશી પર બેસતી વખતે ક્યાંક તમે તો નથી કરતાને આ ભૂલ, થશે ગંભીર નુકસાન

ઓફિસમાં કામ કરતા લોકો ખુબ સારી રીતે જાણે છે કે લાંબા સમય સુધી એક જગ્યાએ બેસી રહેવાથી અનેક સમસ્યા થાય છે. તમે એક જ જગ્યાએ 8 થી 9 કલાક બેસી શકતા નથી. એક જ જગ્યા પર બેસવાથી અનેક તકલીફો શરૂ થઇ જાય છે. લોકડાઉન બાદ મોટા ભાગના લોકો ઘરેથી ઓફિસનું કામ કરી રહ્યા છે.

વધુ વાંચવા ક્લિક કરો-11: બુધના રાશિ પરિવર્તનથી સર્જાયો બુધાદિત્ય યોગ, આ 6 રાશિઓને 15 દિવસ થશે ખુબજ મોટો ફાયદો

બુધે રવિવારે 2 ઓગસ્ટે કર્ક રાશિમાં પ્રવેશ કર્યો છે. બુધના કર્ક રાશિમાં આવતાની સાથે જ બુધાદિત્ય યોગ બની ગયો છે. આ યોગને ખુબજ શુભ માનવામાં આવે છે. બુધાદિત્ય યોગ બુધ અને સૂર્યની યુતિથી થાય છે. કોઇ પણ ભાવમાં આ બંને ગ્રહો એક સાથે બેસે આ યોગનું નિર્માણ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન