TopHeadlines 28th May 2020 03PM sandesh news
  • Home
  • Featured
  • [email protected]: અ’વાદના વધુ એક ધારાસભ્યને કોરોના પોઝિટીવ, ‘પુલવામા-2’ જેવું આતંકી ષડયંત્ર નિષ્ફળ

[email protected]: અ’વાદના વધુ એક ધારાસભ્યને કોરોના પોઝિટીવ, ‘પુલવામા-2’ જેવું આતંકી ષડયંત્ર નિષ્ફળ

 | 3:05 pm IST

સાઉથ એશિયન ચેમ્બર ઓફ કોમર્સને લઈને આજે એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. આજે સાઉથ એશિયન ચેમ્બર ઓફ કોમર્સમાં 3 ગુજરાતીઓની પસંદગી કરવામાં આવી છે. કોરોના મહામારીમાં ભારતમાં ઊંચા મૃત્યુદરથી ગુજરાતમાં આરોગ્ય સેવાઓનું નબળું પ્રદર્શન આપોઆપ જાહેર થઈ રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 256 સહિત રાજ્યના 19 જિલ્લાઓમાં વધુ 376 પોઝિટીવ રિપોર્ટ મળતા ગુજરાતમાં પ્રથમ કેસ મળ્યાના 69માં દિવસે કોવિડ-19ના કેસોની સંખ્યા 15,205એ પહોંચી છે.

વધુ વાંચવા ક્લિક કરો-1: સૌથી મોટા સમાચાર: સાઉથ એશિયન ચેમ્બર ઓફ કોમર્સમાં 3 ગુજરાતીઓની પસંદગી, જાણો કોને સ્થાન મળ્યું

સાઉથ એશિયન ચેમ્બર ઓફ કોમર્સને લઈને આજે એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. આજે સાઉથ એશિયન ચેમ્બર ઓફ કોમર્સમાં 3 ગુજરાતીઓની પસંદગી કરવામાં આવી છે. જે ત્રણ ગુજરાતીઓની પસંદગી કરવામાં આવી છે, તેમાં વડોદરાના સાંસદ, ડભોઈના MLA, એક ઉદ્યોગપતિની પસંદગી થઈ છે. જેના કારણે આગામી સમયમાં હવે સરકારની નીતિ, એજ્યુકેશન, પ્રમોશન જેવી બાબતો પર ધ્યાન આપવામાં આવશે. વડોદરાના 2 લોકો ઈન્ટરનેશનલ લેવલે પ્રતિનિધિત્વ કરશે. શાર્ક દેશોમાં ભારત, નેપાળ, ભૂતાન, બાંગ્લાદેશ, શ્રીલંકાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

વધુ વાંચવા ક્લિક કરો-2:  ઈમરાન ખેડાવાલા બાદ અમદાવાદના વધુ એક ધારાસભ્ય કોરોનાથી સંક્રમિત, આ એક લક્ષણ દેખાતા કરાવ્યો ટેસ્ટ અને પછી…

કોરોના મહામારીમાં ભારતમાં ઊંચા મૃત્યુદરથી ગુજરાતમાં આરોગ્ય સેવાઓનું નબળું પ્રદર્શન આપોઆપ જાહેર થઈ રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 256 સહિત રાજ્યના 19 જિલ્લાઓમાં વધુ 376 પોઝિટીવ રિપોર્ટ મળતા ગુજરાતમાં પ્રથમ કેસ મળ્યાના 69માં દિવસે કોવિડ-19ના કેસોની સંખ્યા 15,205એ પહોંચી છે. ત્યારે આ સિલસિલામાં હવે જાણે રાજકીય નેતાઓ કોરોના સંક્રમિતની યાદીમાં તેમનું નામ જોડાવા લાગ્યું છે. કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા બાદ આજે એક મોટા સમાચાર મળી રહ્યા છે. આજે વધુ એક ધારાસભ્યોનો કોરોનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.

વધુ વાંચવા ક્લિક કરો-3: ‘પુલવામા-2’ જેવું આતંકી ષડયંત્ર નિષ્ફળ, PM મોદીને આમને ફોન કરી કહ્યું…

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આઇઇડી દ્વારા જવાનો પર હુમલા કરવાના આંતકીઓના ષડયંત્રને સુરક્ષાબળોએ નિષ્ફળ કરી દીધું છે. પુલવામાની ઘટના અંગે પીએમ નરેન્દ્ર મોદીને માહિતી આપવામાં આવી છે. આ માહિતી એનએસએ અજીત ડોભાલે પીએમ મોદી સુધી પહોંચાડી દીધી છે.

વધુ વાંચવા ક્લિક કરો-4: 20 ગાડી, 400 જવાન…પુલવામાથી પણ ભયંકર હુમલાનું હતું ષડયંત્ર, સેનાએ કરી દીધું નિષ્ફળ

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ ફરીથી પુલવામા જેવા હુમલાની યોજના બનાવી રહ્યા હતા, જેને પોલીસ અને સુરક્ષા દળોએ નિષ્ફળ બનાવી દીધો. આ હુમલામાં સુરક્ષા દળોના 20 વાહનો નિશાના પર હતા જેમાં 400 જેટલા સીઆરપીએફ જવાનો હોત. પહેલા આ હુમલો જંગ-એ-બદરના દિવસે કરવાની યોજના હતી, પરંતુ ત્યારથી લઇને અત્યાર સુધી પોલીસે એકપણ સુરક્ષા ચૂક થવા દીધી નથી, જેના કારણે આતંકવાદીઓ તેમની યોજનામાં સફળ થઈ શક્યા નહીં. પોલીસે આ હુમલામાં ત્રણ આતંકવાદીઓ સામેલ થયાનો દાવો કર્યો છે. તેમાં પહેલું નામ આદિલ, બીજાનું ફૌજી ભાઈ છે. ત્રીજો કારનો ડ્રાઇવર હતો, જેની પોલીસ તપાસ કરી રહી છે. પુલવામા હુમલાની જેમ આ કેસની તપાસ પણ એનઆઈએને સોંપવામાં આવી છે.

વધુ વાંચવા ક્લિક કરો-5: કોરોનાવાયરસના વુહાન કનેક્શનને લઇ ચીની વૈજ્ઞાનિકોએ કર્યો મોટો દાવો

અમેરિકા સતત કોરોના વાયરસને લઇ ચીન પર પ્રહારો કરતું આવ્યું છે. અમેરિકાએ કોરોના ચીનની વુહાન લેબમાંથી બનાવ્યાના આરોપોને ચીન સખ્ત શબ્દોમાં નકારતું આવ્યું છે. તો હવે ચીનના રિસર્ચકર્તાઓએ ખતરનાક કોરોના વાયરસને લઇ એક મોટો દાવો કર્યો છે. ચીનના રિસર્ચનું કહેવું છે કે આ ઘાતક કોરોના વાયરસ વુહાનના વેટ માર્કેટમાંથી નીકળતો નથી.

વધુ વાંચવા ક્લિક કરો-6: કોરોનાનો આતંક: આ મલ્ટીનેશનલ કંપની તેના 12,000થી વધુ કર્મચારીઓની કરશે છટણી!

ચીનથી ફેલાયેલ મહામારી કોરોના વાયરસના કારણે જનજીવન ઠપ્પ થયું છે ત્યારે આર્થિક રીતે પણ વૈશ્વિક અર્થતંત્રને માઠી અસર થઈ છે. આ મહામારીના કારણે લોકડાઉન રહેતા કંપનીઓમાં છેલ્લા ઘણા સમયથી કામકાજ બંધ રહ્યું તેથી હવે એવી કંપનાઓ કર્મચારીઓની છટણી કરવા મજબૂર થઈ છે.

વધુ વાંચવા ક્લિક કરો-7: ન Hug, ન Kiss: ફરજીયાત પહેરવા પડશે ગ્લવ્સ, કડક નિયમો સાથે થશે ફિલ્મ-ટીવી સીરિયલ્સના શુટિંગ

પ્રોડ્યુસર્સ ગિલ્ડની મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધલ ઠાકરેની સાથે એક વર્ચુઅલ મીટિંગ થઇ. જે બાદ શુટિંગને લઇને 37 પેજની ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યામાં ઝડપથી વધારો નોંધાઇ રહ્યો છે. સંક્રમણને ફેલાવવાથી રોકવા માટે લોકડાઉન આપવામાં આવ્યું છે. જેનો ચોથો તબક્કો ચાલી રહ્યો છે.

વધુ વાંચવા ક્લિક કરો-8: ICCની BCCIને ધમકી! ભારત પાસેથી છીનવી લેશે ટી20 વર્લ્ડ કપ 2021ની યજમાની, જાણો કારણ

ક્રિકેટના સૌથી મજબૂત અને ધનિક ક્રિકેટ બોર્ડ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(BCCI) ને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ(ICC) એ ટી20 વર્લ્ડ કપની યજમાની છીનવી લેવાની ધમકી આપી છે. મીડિયા રિપોર્ટ મુજબ આઈસીસીએ બીસીસીઆઈને ભારત સરકારથી ટેક્સમાં છૂટ અપાવવાની માંગ કરી હતી. પરંતુ બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલી એવું કરવામાં નિષ્ફળ રહ્યા.

વધુ વાંચવા ક્લિક કરો-9: Video: ગોલ્ફ કોર્સમાં પ્રેક્ટિસ કરતા હતા ખેલાડીઓ, અચાનક મેદાન પર આવ્યા બે મગર અને શરૂ થયું ખતરનાક દંગલ

અમેરિકાના સાઉથ કોરોલિનાના હિલ્ટન હેડ લેક ગોલ્ફ કોર્સમાં થોડા દિવસ પહેલા બે મગર વચ્ચે જબરદસ્ત ફાઇટ જોવા મળી. જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો છે. માહિતી મુજબ આ ઘટના ત્યારે બની જ્યારે ગોલ્ફ પ્લેયર્સ પ્રેક્ટિસ કરી રહ્યા હતા. આ બંને મગર ઘણા સમય સુધી લડતા રહ્યા.

વધુ વાંચવા ક્લિક કરો-10: ઉનાકોટીમાં બનેલું છે 99 લાખ 99 હજાર 999 મૂર્તિઓનું રહસ્ય, ભગવાન શિવથી અદ્દભૂત કનેક્શન

ભારતમાં આવા અનેક આશ્ચર્યજનક સ્થળો છે, જેના કેટલાક રાજ છે જે આજ સુધી કોઈ જાણતું નથી. એક એવી જગ્યા છે જે ત્રિપુરાની રાજધાની અગરતલાથી આશરે 145 કિલોમીટર દૂર સ્થિત છે, જે ઉનાકોટીના નામથી ઓળખવામાં આવે છે. અહીં કુલ 99 લાખ 99 હજાર 999 પત્થરની મૂર્તિઓ છે, જેના રહસ્યો પરથી આજ સુધી કોઇ પડદો ઉઠાવી શક્યું નથી. જેમ કે આ મુર્તિઓ કોણે બનાવી અને કેમ બનાવી અને સૌથી જરૂરી કે એક કરોડમાં એક ઓછી કેમ? જોકે, તેની પાછળ અનેક કહાની છે જે ચોંકાવનારી છે.

વધુ વાંચવા ક્લિક કરો-11: શરદી-ઉધરસની સમસ્યા દૂર કરતા આદુનું અથાણું ઘરે જ બનાવો

આદુ એ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. જે હંમેશા તમારા રસોડામાં જોવા મળે છે. આદુની ચા પીવાથી શરદી, કફ, ઉઘરસ જેવી સમસ્યા દૂર થાય છે. આદુ પાચન માટે બેસ્ટ માનવામાં આવે છે. આદુનો ઉપયોગ ખાસ કરીને શાકના મસાલામાં કરવામાં આવે છે. તો આજે અમે આદુની જ એક રેસિપી લઇને આવ્યા છીએ જે તમને લોકોને જરૂરથી પસંદ આવશે. તો આવો જોઇએ કેવી રીત બનાવાય આદુનું ખાટું અથાણું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન