તોરબાઝમાં સાંભળવા મળશે સંજય દત્તે જેલમાં લખેલું ગીત

66

સંજય દત્ત જ્યારે યરવડા જેલમાં હતો ત્યારે તેણે એક પુસ્તક સાથે અનેક ગીતો પણ લખ્યાં હતાં. આ ગીતોનો ઉપયોગ સંજય દત્ત અભિનીત આગામી ફિલ્મ તોરબાઝમાં કરાશે. સંજય દત્ત આ ફિલ્મમાં એક લશ્કરી અધિકારીના કિરદારમાં જોવા મળશે. આ ફિલ્મમાં સંજયે જેલમાં લખેલું એક ગીત દર્શકોને સાંભળવા મળશે. સંજય દત્તે જણાવ્યું હતું કે મારા કામની નોંધ લેવાઇ રહી છે. જેલમાં પસાર કરેલો સમય મારા જીવનના સંઘર્ષમાંનો એક છે. તે દરમિયાન મેં પુસ્તક લખ્યું છે અને અનેક ગીતો લખ્યાં છે. ફિલ્મ તોરબાઝમાં મેં લખેલું એક ગીત મેરી આંગન કી ચિડિયા હૈ તુ આવવાનું છે. જે પિતા-પુત્રીના સંબંધો પર લખાયું છે. મને આશા છે કે દર્શકોને તે જરૂર પસંદ પડશે. આ ફિલ્મનું શૂટિંગ અફઘાનિસ્તાનમાં થશે. ફિલ્મ એક્શન મસાલા ફિલ્મ હશે જે ચાઇલ્ડ સોલ્જર્સ પર આધારિત હશે. બોલિવૂડમાં આવા વિષય પર ફિલ્મ અગાઉ ક્યારેય બની નથી. ફિલ્મમાં સંજય એક એવા પિતાનું કિરદાર નિભાવી રહ્યો છે જેણે પોતાની પુત્રી ગુમાવી છે.