વાયરલેસ પાવર બેંક થયો લોન્ચ, આ સ્માર્ટફોન્સ માટે છે ખુબ જરૂરી... - Sandesh
  • Home
  • Technology
  • વાયરલેસ પાવર બેંક થયો લોન્ચ, આ સ્માર્ટફોન્સ માટે છે ખુબ જરૂરી…

વાયરલેસ પાવર બેંક થયો લોન્ચ, આ સ્માર્ટફોન્સ માટે છે ખુબ જરૂરી…

 | 3:07 pm IST

જો તમે સ્માર્ટફોનનો ઉપયોગ કરતા હોવ તો પાવર બેંકનું મહત્વ સારી રીતે સમજતા હશો. ટેક કંપની ટોરેટોએ વાયરલેસ ચાર્જર પાવર બેંક લોન્ચ કર્યું છે. આ બીજી બધી પાવર બેંક કરતા બિલકુલ અલગ છે. Zest Pro વાયરલેસ પાવત બેંક દ્વારા તમે તમારો ફોન વાયર વગર કનેક્ટ કરી શકો છો અને ચાર્જ કરી શકો છે.

હવે પાવર બેંક વાપરતા યૂઝર્સ માટે સારા સમાચાર છે. અત્યારે મોટા ભાગના કામ મોબાઇલ પર જ થઇ જતાં હોય છે અને મોબાઇલની બેટરી જવા પર અનેક કામો અટકી પણ જતાં હોય છે તેવામાં મોટાભાગના લોકો પાવર બેંકનો સહારો લેતા હોય છે. Zest Pro વાયરલેસ પાવર બેંકનું વજન 202 ગ્રામનું છે. જેનું વાયરલેસ ફિચર યૂઝ કરવા માટે તમારો મોબાઇલ વાયરલેસ ચાર્જિંગનું ફિચર સપોર્ટ કરતો હોવો જોઇએ.

જેમ કે iPhone 8, 8Plus અને iPhone Xમાં વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ કરે છે ત્યારે તમારી પાસે આ સ્માર્ટફોન હોય તો તમારા સ્માર્ટફોનને ચાર્જ કરી શકશો. આમાં 2 યૂએસબી પોર્ટ્સ આપવામાં આવ્યા છે એટલે કે તમે એક સાથે બે ડિવાઇઝને ચાર્જ કરી શકશો.

આ પાવર બેંકમાં 10,000mAhની બેટરી આપવામાં આવી છે. જેની ખાસિયત એ છે કે તમે કેબલ લગાવ્યા વિના જ મોબાઇલને ચાર્જ કરી શકશો પણ જો તમારો મોબાઇલ વાયરલેક ચાર્જિંગ સપોર્ટ ન કરતો હોય તો? આ પાવર બેંક વાયરલેસ નથી મોબાઇલ ચાર્જ કરવા માટે Zest Powerમાં કેબલ લગાવવો પડશે.

ચાર્જિંગ કરવા માટે તમારે મોબાઇલને પાવર બેંક પર રાખવો પડશે. આની કિંમત 2999 રૂપિયા છે જે રોયલ બ્લેક અને ક્લાસી વ્હાઇટ એમ બે કલરમાં ઉપલબ્ધ છે. તો પણ ચિંતા નહીં, જો તમારો મોબાઇલ વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ ન કરે તો તમે પાવર બેંકમાં કેબલ લગાવીને પણ ચાર્જિંગ કરી શકશો.