tortoise and rabbit race see what happened in end childhood story proved to be true
  • Home
  • Featured
  • સાચી સાબિત થઇ બાળપણની આ વાર્તા, વીડિયો જોઇ તમે જ કહેશો અરે જોરદાર

સાચી સાબિત થઇ બાળપણની આ વાર્તા, વીડિયો જોઇ તમે જ કહેશો અરે જોરદાર

 | 1:59 pm IST

તમે બાળપણમાં કાચબા અને સસલાની કહાની સાંભળી હશે. એક વખત કાચબા અને સસલાની વચ્ચેની હરીફાઇ જોઇ હશે શરૂઆતમાં સસલું સ્પીડમાં આગળ નીકળે છે અને કાચબો ધીમે-ધીમે ચાલવા લાગે છે. કાચબાને દૂર જોઇ સસલું આરામ કરવા લાગે છે જ્યાં સસલાને ઉંઘ આવી જાય છે અને કાચબો ધીમે-ધીમે ચાલવા લાગે છે અને હરીફાઇ જીતી જાય છે. રિયલ લાઇફમાં પણ આવું કંઇક જોવા મળ્યું છે. કાચબા અને સસલાની વચ્ચે હરિફાઇ થઇ જ્યાં કાચબો જીતી ગયો. આ વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

આ વીડિયોમાં જોઇ શકો છો કે સસલા અને કાચબાની વચ્ચે હરિફાઇ થાય છે. સસલું સ્પીડમાં નીકળી જાય છે અને અડધા રસ્તે આવીને રોકાઇ જાય છે. જ્યારે કાચબો ધીમે-ધીમે ચાલે છે અને સસલુ ત્યાં રોકાઇ જાય છે. જોત-જોતામાં કાચબો રેસ પુરી કરી લે છે. જે વાર્તા આપણે બાળપણમાં સાંભળી હતી તે ખરેખરમાં પણ સાચી સાબિત થઇ. આ વીડિયો ખૂબ જુનો છે. આઇપીએસ દ્રારા શેર કર્યા બાદ તે ફરીથી વાયરલ થઇ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન