એક ક્લિકે જાણો, દરિયાકાંઠે બંદરો પર લગાડાતા 11 ભયસૂચક સિગ્નલો વિશે - Sandesh
NIFTY 10,253.50 -106.65  |  SENSEX 33,356.26 +-329.28  |  USD 64.8750 -0.06
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • એક ક્લિકે જાણો, દરિયાકાંઠે બંદરો પર લગાડાતા 11 ભયસૂચક સિગ્નલો વિશે

એક ક્લિકે જાણો, દરિયાકાંઠે બંદરો પર લગાડાતા 11 ભયસૂચક સિગ્નલો વિશે

 | 11:17 pm IST

જયારે જયારે વાવાઝોડા આવે છે કે દરિયામાં આફત આવે છે ત્યારે માછીમારોને સાવધાન કરવા જુદા જુદા નંબરના સિગ્નલ ચડાવવામાં આવે છે. જેનાથી દરિયાની અને આફતની તીવ્રતા આંકી શકાય છે. આવા જુદા જુદા કુલ અગિયાર સિગ્નલ નકકી કરાયા છે. અને દર વખતે જે તે સ્થિતિ મુજબ સિગ્નલ ચડાવાય છે. આમ તો આ માહિતિ માછીમારોને જ લાગુ પડતી હોય છે. પણ દરેક નંબરની વેલ્યુ શુ છે એ જાણવુ રસપ્રદ બની રહેશે.

વાવાઝોડા દરમ્યાન માછીમારો ને તેમની તીવ્રતા તેમજ થનારા નુકસાન ની માહિતી માટે વિવિધ બંદરોની પરિસ્થિતિ પ્રમાણે 1 થી 11 નંબરના સિગ્નલ મુકવામાં આવે છે જેમાં બંદર ઉપર ભયસૂચક જાણ કરાય છે.

સિગ્નલ નંબર – 1 લગાડેલું હોય તો હવા તોફાની અથવા સપાટી પર છે કે નથી ,વાવાઝોડું આવશે કે નહીં તેની ચેતવણી આપતી નિશાની રાખવામા આવે છે.
સિગ્નલ નંબર – 2 લગાડવામા આવેલું હોય તો વાવાઝોડું થયું છે. અને બંદર છોડયા પછી વહાણોને બળનો સામનો કરવો પડશે.
સિગ્નલ નંબર – 3 લગાડવામાં આવેલું હોય તો ત્યારે સપાટીવાળી હવાથી બંદર ભયમાં છે.
સિગ્નલ નંબર – 4 લગાડવામાં આવેલું હોય તો વાવાઝોડાથી બંદર ભયમાં છે પરંતુ અત્યાસુધી ભય એવો ગંભીર જણાતો નથી જેના માટે સાવચેતીના કોઈ પગલા લેવાની જરૃર પડે.
સિગ્નલ નંબર – 5 લગાડેલું હોય તો થોડા અથવા સાધારણ પ્રકારનું વાવાઝોડું બંદરથી દક્ષિણ દિશા તરફ કિનારાઓ ઓળંગવાનો સંભવ છે, જેથી બંદર ઉપરમાં હવાનો સંભવ છે.
સિગ્નલ નંબર – 6 લગાડેલું હોય તો ભય થોડા અથવા સાધારણ પ્રકારનું વાવાઝોડું બંદરથી ઉત્તર દિશા તરફનો કિનારાઓ ઓળંગવાનો સંભવ છે જેથી બંદર ઉપર ભારે હવાનો અનુભવ છે.
સિગ્નલ નંબર – 7 લગાડેલું હોય તો ભય પહોળો અથવા સાધારણ પ્રકારનું વાવાઝોડું બંદર નજીક અગર બંદર ઉપર થઈને પસાર થવાનો સંભવ છે. જેમાંથી બંદરે ભારે તોફાની હવાનો સામનો કરવો પડે.
સિગ્નલ નંબર – 8 લગાડવામાં આવે તો (મહાભય) ભારે જોરવાળુ વાવાઝોડું બંદરથી દક્ષિણ તરફ કિનારો તરફ ઓળંગવાનો સંભવ છે. જેથી બંદરે બહુ જ તોફાની હવાનો અનુભવ થશે.
સિગ્નલ નંબર – 9 લગાડવામાં આવે તો મહાભય ભારે જોરવાળું વાવાઝોડું બંદરથી ઉત્તર તરફ કિનારો ઓળંગવાનો સંભવ છે. જેથી બંદરે ભારે હવાનો અનુભવ થાય.
સિગ્નલ નંબર – 10 લગાડેલું હોય ત્યારે મહાભય ભારે જોરવાળું વાવાઝોડું બંદરથી અગર બંદર ઉપર થઈને પસાર થવાનો સંભવ છે. આથી બંદર ને ભારે તોફાની હવાનો અનુભવ થવાની શકયતા છે.
સિગ્નલ નંબર – 11 લગાડેલું હોય ત્યારે તાર વ્યવહાર બંધ,કોલબા હવા ચેતવણીનાં કેન્દ્ર સાથેનો તાર વ્યવહાર ખોરવાઈ ગયેલ છે કે જેથી સ્થાનિક અધિકારીનું માનવું છે કે ખરાબ હવામાનનો ભય છે.

આમ દરેક સિગ્નલ નો અલગ અલગ મતલબ હોય છે.