સ્પર્શ-ચિકિત્સાથી નિદાન કરનારો વિશ્વનો પ્રથમ રોબોટિક સર્જન વિકસાવાયો - Sandesh
  • Home
  • World
  • સ્પર્શ-ચિકિત્સાથી નિદાન કરનારો વિશ્વનો પ્રથમ રોબોટિક સર્જન વિકસાવાયો

સ્પર્શ-ચિકિત્સાથી નિદાન કરનારો વિશ્વનો પ્રથમ રોબોટિક સર્જન વિકસાવાયો

 | 4:58 am IST

મેલબોર્ન :

૨૦૨૦માં ટોકિયોમાં યોજાનારી ઓલિમ્પિકનું મોટાભાગનું સંચાલન રોબોટ દ્વારા કરવામાં આવવાનું છે ત્યારે ટેક્નોલોજીના પ્રતાપે રોબોટ ધીરે-ધીરે માનવ શક્તિની ગરજ પૂરી પાડી રહ્યું છે. તાજેતરમાં અમેરિકા અને ઓસ્ટ્રેલિયાની સંશોધન ટીમે એક એવો રોબોટ તૈયાર કર્યો છે, જે એક સર્જન ડોક્ટરની ગરજ સારશે એટલું જ નહીં મુશ્કેલ ગણાતા સર્જિકલ ઓપરેશનને પણ તે સફળતાથી પાર પાડશે.

હીરો સર્જ નામના આ રોબોટિક સર્જનની શોધ એન્જિનિયર્સ દ્વારા કરવામાં આવી છે. અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટી અને ઓસ્ટ્રેલિયાની ડેકીન યુનિવર્સિટી તેમજ રોયલ એડેલાઇડ હોસ્પિટલના પ્રોફેસર સુરેન ક્રિષ્નને સાથે મળીને આ રોબોટને વિકસાવ્યો છે. આ સંશોધન અંગે ભારતીય મૂળના સુરેશ ક્રિષ્નનનું કહેવું છે કે આ રોબોટિક સર્જનની ખાસિયત એ છે કે તે સ્પર્શ ચિકિત્સા દ્વારા નિદાન કરશે સાથે ઓપરેશન બાદ દર્દીને સારામાં સારા પરિણામો મળે તે માટે તેનામાં ખાસ પ્રોગામ ફિટ કરવામાં આવ્યો છે. હાલના રોબોટમાં સ્પર્શેન્દ્રીયનો અભાવ જોવા મળે છે ત્યારે આ રોબોટમાં અમે ખાસ પ્રકારની સ્પર્શ ઇન્દ્રિયોને ગોઠવી છે.

આ પ્રોજેક્ટ અંગે લીડ રિસર્ચર મોહસેન મારાડી ડાલ્વન્ડ કહે છે કે, હીરો સર્જમાં કેટલીક વિશેષ ખાસિયતો છે, જે અગાઉના રોબોટ સર્જનમાં રહેલી મર્યાદાઓને દૂર કરશે. લેપ્રોસ્કોપી જેવી સર્જરીમાં પહેલાં રોબોટ સર્જનનો મર્યાદિત ઉપયોગ થતો પરંતુ હવે હીરો સર્જ હાઇ રિઝોલ્યુશન ૩- ડી ઇમેજને ક્પ્ચર કરશે તે સાથે તે સર્જરી દરમિયાનની પક્રિયાઓને આસિસ્ટ કરશે. જેના કારણે મેડિકલ સાધનોને વધારે આરામથી, ચોકસાઇથી અને સલામત રીતે ઓપરેટ કરી શકાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન