tourism-management-husband and air-hostes-wife-buffalo-dohve does-farming
  • Home
  • Featured
  • ‘પતિ કરે છે ખેતી, પત્ની દોહે છે ભેંસો’, લંડનની લક્ઝુરિયસ લાઈફ છોડી ગામડાંમા વસ્યુ દંપતી

‘પતિ કરે છે ખેતી, પત્ની દોહે છે ભેંસો’, લંડનની લક્ઝુરિયસ લાઈફ છોડી ગામડાંમા વસ્યુ દંપતી

 | 11:42 am IST

આજની 21મી સદીમાં યુવક હોઈ કે યુવતીને ગ્રામ્ય વિસ્તારમાં રહેવું કે ખેતી કામ કરવું ગમતું નથી. મોટા શહેર કે વિદેશમાં વસવાટ કરી હાઇફાઇ લાઈફ જીવવામાં વધુ રસ ધરાવે છે. તેની સામે પોરબંદર જીલ્લાના બેરણ ગામે એર હોસ્ટેસની ડીગ્રી મેળવીને ખેતી કામ કરી ભેસો દોહવાનું કામ કરતી પરણિતા ખુબ ખુશ જોવા મળી રહી છે.

આ વિશે તમને જણાવીએ કે, આ એરહોસ્ટેસ યુવતીના 2009માં લગ્ન થયા, ત્યારે તે 12 સાયન્સમાં અભ્યાસ કરતી હતી. ત્યારબાદ તેમનો અભ્યાસ રાજકોટમાં પૂર્ણ કર્યો હતો. પરણિતા જણાવે છે કે, મને સાસુ સસરાએ ખુબ સપોટ કર્યો છે. લગ્ન પછી મારે ડીગ્રી કરવાનો વિચાર હતો, એટલે યુ.કે જઈને ઇન્ટરનેશનલ ટુરીઝમ હોસ્પિટાલિઝ મેનેજમેન્ટ કોર્ષ પૂર્ણ કર્યો હતો.

મેં ત્યાં એક બી.એસ.સીનો કોર્સ પણ પૂરણ કર્યો. તેમજ રાજકોટ અભ્યાસ કરતી ત્યારે એક કોર્ષ કર્યો હતો, તેમાં હેલ્થ એન્ડ સેફટીનો પણ સમાવેશ થાય છે. બ્રિટીશ એરવેઝ સાથે હિથ્રો એરપોર્ટ પર તે કોર્ષ કર્યા પછી મેં ડીગ્રી મેળવી હતી. મારા પતિએ સાથે મળીને એક બેબી પ્લાન કરેલું હતું. માસ્ટર પ્રોજેક્ટ પુરો થયો નહોતો, તેમ છતાં હું અને મારા પતિ કામ કરતા હતા.

હું કોલેજ બાદ પણ ઘણુબધું કામ કરતી હતી. અમે યુ.કે ગયા ત્યારે જ અમે નક્કી કરેલ કે ફરીથી ભારત આવીને માતા પિતાની સેવા કરવી, પરંતુ મને ખેતી કામ કે ભેસ દોહવાનું આવડતું નહોતું. મેં ધીમેધીમે સીખી લીધું. આજે અમારે 7 જેટલી ભેસો છે. મને અને મારા પતિને ભારતીય કલ્ચરમાં જ રહેવું હતું. ગામડાંમાં જ રહીને અમારું કલ્ચર જાળવી રાખવું હતું. બન્નેની ઈચ્છા હતી કે પુત્ર ઓમ પણ દેશી કલ્ચરમાં ઉછરે અને અભ્યાસ કરે.

અમારા વિઝા ચાલુ હતા અને અમે ભારત આવી ગયા હતી. અમને ત્યાં છ મહિના સેટ થવામાં લાગી ગયા હતા. ભારતમાં આવ્યા પછી મેં હાઉસ વાઈફ તરીકે રહેવું એના કરતા થોડું કામ કરવાની ઈચ્છા હતી, બાળક પણ નાનું હતું. તેથી વિચારીને પરમ્પરાગત ડેરીફોર્મનો વ્યવસાય અમે વિકસાવ્યો હતો. આજે અમારે 7 ભેસો છે અને પતિ, પુત્ર, સાસુ અને સસરા સાથે સુખી જિંદગી જીવીએ છીએ. અહી રહીને યુટ્યુબ પર ગ્રામ્ય સંસ્કૃતિની વાત મૂકી હતી. એવું નથી કે ભણેલા લોકો ગ્રામ્ય સંસ્કૃતિ જાળવી ના શકે.

એર હોસ્ટેસની ડીગ્રી મેળવ્યા પછી પણ ગામડા ગામમાં રહી ખેતી કામ કરી સમાજને નવો સંદેશ આપવા માટે યુટ્યુબ પર ચેનલ શરૂ કરી હતી. લોકો સુધી પહોચી અને ભણેલા પણ ભેસ દોહી શકે તેવો મેસેજ આપવા માગતી બેરણ ગામની પુત્રવધુએ યુટ્યુબ પર ગ્રામ્ય સંસ્કૃતિ મૂકી હજારો સબસ્ક્રાઇબને જોડી લીધા છે.

તેમના પતિએ જણાવ્યું હતું કે, વર્ષો પહેલા એકલો ગયેલો 2009માં ભારત આવી ભરતી સાથે લગ્ન કરી ફરીથી યુકે ગયો હતો. ફૂલ ટાઈમ અલગ અલગ કામ કરતો હતો. જયારે યુ.કે ગયો ત્યારે નક્કી કરીને ગયો હતો કે ત્યાથી 5થી 7 વર્ષ કામ કરી પૈસા કમાઈને પરત આવી જઇશ. કારણ કે હું મારા માતા પિતાનો એક જ દીકરો છું. ગ્રામ્ય રહેણીકહણી વાળા લોકોને વિદેશમાં અનુકુળ ના હોઈ લગ્ન બાદ પત્નીને મેં વાત કરી હતી. અને આ વાતમાં મારી પત્નીએ પણ સહકાર આપ્યો હતો.

મોટાભાગે એવું બને છે કે ગામડામાંથી ગયેલા વિદેશમાં મોટાભાગે પાછા આવતા નતી. પરંતુ ભારતી ભણેલી ગણેલી હોવા છતાં આજે અમારી ખેતીનું અને ભેસો દોહવાનું કામ કરે છે અને અને ગામડામાં રહીએ છીએ. હું એક ખેડૂત પુત્ર છું અને ભારતી પણ ખેડૂત પુત્રી છે. પરંતુ કામ ના આવડતું હોવા છતાં તે આજે બધું શીખી લીધું છે.

આજની યુવા પેઢી ગામડા છોડી શહેર તરફ દોટ મૂકી રહી છે. આજની વહુ સાસુ સસરા સાથે રહેવા ત્યાર નથી, ત્યારે વિદેશમાં અભ્યાસ કરી એર હોસ્ટેસની ડીગ્રી મેળવી ગામડામાં પરત આવીને ગામડામાં પોતાના પતિ, સાસુ અને સસરા સાથે રહી ખેતી કામ કરતા આ કપલ પાસેથી આજની યુવા પેઢીએ શીખ લેવાની જરૂર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન