વાયગ્રાનો ઓવરડોઝ, અરરર...આ શખ્સ એરપોર્ટ પર શું કરવા લાગ્યો! - Sandesh
  • Home
  • World
  • વાયગ્રાનો ઓવરડોઝ, અરરર…આ શખ્સ એરપોર્ટ પર શું કરવા લાગ્યો!

વાયગ્રાનો ઓવરડોઝ, અરરર…આ શખ્સ એરપોર્ટ પર શું કરવા લાગ્યો!

 | 12:39 pm IST

વધુ વાયગ્રા લેવાના લીધે એક વ્યક્તિએ થાઇલેન્ડના ફુકેત એરપોર્ટ પર હોબાળો મચાવી દીધો હતો. આ આખી ઘટના 4 જાન્યુઆરીના રોજ જ્યારે એક વ્યક્તિ વધુ વાયગ્રા લીધા બાદ આખા એરપોર્ટ પર કપડાં ઉતારીને ભાગવા લાગ્યો હતો. વાત અહીં જ પૂરી થતી નથી ભાગતા-ભાગત આ વ્યક્તિ પોતાની પૉટી એરપોર્ટ પર હાજર સ્ટાફ અને બીજા પેસેન્જરની તરફ ફેંકી રહ્યો હતો.

ન્યૂયોર્ક પોસ્ટના મતે 27 વર્ષનો સ્ટીવ ચો અમેરિકાના ન્યૂયોર્કનો રહેવાસી છે. સ્ટીવ દક્ષિણ કોરિયાની ફ્લાઇટની રાહ જોઇ રહ્યો હતો ત્યારે ફુકેત ઇન્ટરનેશનલ એરપોર્ટના ડિપાર્ચર હોલમાં તેમણે પોતાના તમામ કપડાં ઉતારી દીધા. આ દરમ્યાન આ શખ્સ એ એરપોર્ટ પરની કેટલીય દુકાનોને નુકસાન પહોંચાડ્યું અને વસ્તુઓ પણ બર્બાદ કરી દીધી. આખરે એરપોર્ટ સ્ટાફની સાથે મળી 6 ગાર્ડ એ સ્ટીવને પકડ્યો અને ત્યારબાદ એરપોર્ટની ટુરિસ્ટ પોલીસે તેની ધરપકડ કરી લીધી.

સ્ટીવ એ પોલીસ ઓફિસરોને કહ્યું કે તેમણે ખૂબ જ વધુ માત્રામાં સેક્સ ડ્રગ્સ લીધું હતું અને સાથો સાથ પોતે કરેલા વર્તન માટે તેમને માફી પણ માંગી. સ્ટીવે પોતાના લીધે થયેલ નુકસાનની ભરપાઇ કરવાને લઇ મંજૂરી આપી દીધી. ફુકેત ઇન્ટરનેશનલ એરપોર્ટની તરફથી એક નિવેદન બહાર પાડવામાં આવ્યું તેમાં કહ્યું કે આ શખ્સે માન્યું છે કે તેને વધુ માત્રામાં વાયગ્રા લઇ લીધો હતો. સ્થિતિને કાબૂમાં લેવા માટે અને બીજા કોઇને નુકસાન ના થાય તેથી બચાવ માટે એરપોર્ટ પોલીસે સ્ટીવની ધરપકડ કરી.