અમેરિકા સાથે વેપાર કરાર કરવા માટે ચીન આતુર, સંઘર્ષ માટે પણ તૈયાર : શી જિનપિંગ - Sandesh
  • Home
  • Newspaper
  • અમેરિકા સાથે વેપાર કરાર કરવા માટે ચીન આતુર, સંઘર્ષ માટે પણ તૈયાર : શી જિનપિંગ

અમેરિકા સાથે વેપાર કરાર કરવા માટે ચીન આતુર, સંઘર્ષ માટે પણ તૈયાર : શી જિનપિંગ

 | 3:08 am IST

। બીજિંગ ।

અમેરિકા અને ચીન વચ્ચે છેલ્લા એક વર્ષથી ચાલી રહેલા ટ્રેડ વોરની વચ્ચે બેઉ દેશો વેપાર કરાર કરવા માટે કોશિશ કરી રહ્યા છે ત્યારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પહેલી વાર ટ્રેડ વોરના મુદ્દે જાહેરમાં નિવેદન કરતાં કહ્યું છે કે ચીન અમેરિકા સાથે વેપાર કરાર કરવા માટે કામ કરવા તૈયાર છે પણ ક્યારેક સંઘર્ષ કરવો પડે તો એના માટે પણ તૈયાર છે. અમે અમારી રીતે આર્થિક સુધારા કરવા માટે પણ તૈયાર છીએ.

અમેરિકાના એક વ્યાપારિક પ્રતિનિધિમંડળને સંબોધતાં શી જિનપિંગે કહ્યું હતું કે વ્પાપાર કરારને લઈને ચીનનો અભિગમ સકારાત્મક છે. હું એ કહેવા માગું છું કે ચીન વેપાર યુદ્ધ શરૂ કરવા માગતું નથી, પણ અમે એનાથી ગભરાતા પણ નથી. જ્યારે જરૂર પડશે ત્યારે અમે જવાબી પ્રતિક્રીયા આપીશું, પણ હાલમાં અમે સક્રીય રીતે વેપાર કરાર કરવા માટે પ્રયાસ કરી રહ્યા છીએ.

શી જિનપિંગે કહ્યું હતું કે અમે પરસ્પર સન્માન અને સમાનતાના આધારે પહેલા ચરણના કરાર પર કામ કરી રહ્યા છીએ. વેપાર કરાર માટે આ સૌથી જરૂરી છે. બ્લૂમબર્ગ ન્યૂ ઇકોનોમી ફોરમના પ્રતિનિધિઓમાં અમેરિકાના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન હેનરી કિસિંજર, ભૂતપૂર્વ નાણા પ્રધાન હેંક પોલસન, ભૂતપૂર્વ વેપાર પ્રતિનિધિ માઈક ફ્રોમેન, ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વડા પ્રધાન કેવિન રૂડ અને અન્ય લોકોનો સમાવેશ થતો હતો. બીજિંગની સંસદમાં આ બેઠક યોજાઈ હતી.

વન બેલ્ટ, વન રોડ માટે ભારતના વિરોધને અમેરિકાનો ટેકો

વોશિંગ્ટન । ચીનના વન બેલ્ટ, વન રોડ (ઓબીઓઆર) યોજનાનો ભારતે કાયમથી વિરોધ કર્યો છે અને હવે અમેરિકાએ પણ એમાં ભારતને ટેકો આપ્યો છે. અમેરિકાએ કહ્યું છે કે ચીનના અબજો ડોલરના આ પ્રોજેક્ટ સામે ભારતે ઉઠાવેલા સવાલ વાજબી છે. ઓબીઓઆરનો વિરોધ કરનારો ભારત સૌથી મોટો દેશ છે. પ્રાદેશિક સાર્વભૌમત્વના મુદ્દે ભારત આ પ્રોજેક્ટનો વિરોધ કરે છે. ચાઈના-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરમાંથી પસાર થાય છે અને ભારત આ પ્રદેશને પોતાનો માને છે. ઓબીઓઆર એ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે અને એશિયન દેશો, આફ્રિકા, ચીન અને યુરોપ માટે કનેક્ટીવિટી પૂરી પાડેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન