Traders and locals in the province closed the city as Corona's case escalated
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • કોરોના કેસ વધતા ગુજરાતના આ શહેરમાં જડબેસલાક બંધ, લોકો ઘરમાં પૂરાઇ ગયા

કોરોના કેસ વધતા ગુજરાતના આ શહેરમાં જડબેસલાક બંધ, લોકો ઘરમાં પૂરાઇ ગયા

 | 5:41 pm IST

રાજ્યમાં વધતા કોરોના સંક્રમણ (Corona transition)ને અટકાવવા માટે રાજ્ય સરકાર અને સ્થાનિક પ્રસાશન અથાક પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે જિલ્લાના પ્રાંતિજ શહેર (Prantij City)માં દિવાળી (Diwali-2020) શહેર બાદ કોરોના પોઝીટીવ કેસ વધતા શહેર વેપારીઓએ સ્વંયભુ બંધ પાળ્યો છે ત્યારે પ્રાંતિજ શહેર સજ્જડ બંધ જોવા મળી રહ્યા છે.

સાબરકાંઠા જિલ્લા (Sabarkantha District) સહિત સમગ્ર ગુજરાતમાં કોરોના કહેર વધી રહ્યો છે. જેને અટકાવવા માટે સ્થાનિક પ્રસાશન અને રાજ્ય સરકાર યથાર્થ પ્રયત્નો કરી રહ્યા છે. ત્યારે દિવાળીના તહેવાર બાદ જિલ્લાના પ્રાંતિજ અને આસપાસના વિસ્તારમાં કોરોના પોઝીટીવ કેસમાં વધારો થયો છે. જેને લઇ સ્થાનિક વેપારીઓએ સ્વંયભુ બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. સ્થાનિક વેપારીઓએ પાલિકા સાથે બેઠક યોજી રવિવાર અને સોમવારે બજાર સજ્જડ બંધ રાખવાનો નિર્ણય લીધો હતો જેના પગલે આજે શહેર સજ્જડ બંધ રહ્યું છે.

એક તરફ વધતા સંક્રમણને અટકાવવા માટે મહાનગરોમાં કરફ્યુ જાહેર કરાયો છે. તો બીજી તરફ પ્રાંતિજ શહેરમાં સ્વંયભુ બંધ પાળ્યો છે. શહેરના વેપારીઓ અને સ્થાનિક લોકો સંક્રમિત ના થાય એ માટે વેપારી એસોસિએશને બંધ પાળ્યો છે. બંધના પ્રથમ દિવસે શહેર સજ્જડ બંધ જોવા મળ્યું હતું. માત્ર આવશ્યક ચીજ વસ્તુની સેવાઓ જેવીકે મેડિકલ અને દૂધ પાર્લર ચાલુ રાખવામાં આવ્યા છે. સાથે જ 21 તારીખથી 30 તારીખ સુધી રાત્રીના 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી જનતા કરફ્યુ પણ લાદવામાં આવ્યું છે. જેનો ચુસ્ત અમલ કરવા માટે પણ પાલિકા પ્રમુખે અપીલ કરી છે.

એક તરફ મહાનગરોમાં વધતા સંક્રમણને અટકાવવા સરકાર દ્વારા કરફ્યુ લાદવામાં આવ્યો છે તો બીજી તરફ પ્રાંતિજ શહેરમાં સંક્રમણ ઘટાડવા માટે વેપારીઓ અને સ્થાનિકોએ સ્વંયભુ બંધ પાળ્યો છે.

આ વીડિયો પણ જુઓ : કોરોના કહેર વચ્ચે ભાજપના નેતાઓના તાયફા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન