ટ્રેડવોર : ચીને કહ્યું અમારો ગ્રોથ થયો, અમેરિકા હજી નુકસાનમાં - Sandesh
  • Home
  • World
  • ટ્રેડવોર : ચીને કહ્યું અમારો ગ્રોથ થયો, અમેરિકા હજી નુકસાનમાં

ટ્રેડવોર : ચીને કહ્યું અમારો ગ્રોથ થયો, અમેરિકા હજી નુકસાનમાં

 | 3:35 am IST

બેઇજિંગ

ચીન સાથે ટ્રેડવોરમાં ઊતરવાથી અમેરિકાને ભાગ્યે જ પોતાની વેપારી ખાધ ઘટાડવામાં મદદ મળશે. અમેરિકાની વેપારી ખાધ વીતેલાં પાંચ મહિનામાં સૌથી ઊંચા સ્તરે પહોંચી ગઈ છે. જૂનની સરખામણીએ જુલાઈમાં અમેરિકાની નિકાસમાં એક ટકાનો ઘટાડો થતાં આ સ્થિતિ સર્જાઈ છે. તો બીજી તરફ અમેરિકાને મુકાબલે ચીનની નિકાસો જુલાઈ મહિનામાં વીતેલાં વર્ષની તુલનામાં ૧૨.૨ ટકાને દરે વધી છે. અમેરિકાએ ટેરિફ વધાર્યા પછીની આ સ્થિતિ છે. ચીનના સરકારી માધ્યમ ગ્લોબલ ટાઇમ્સે અમેરિકા સાથે ચાલી રહેલી ટ્રેડવોરના સંદર્ભમાં આ વાત કરી છે. અખબારે પ્રશ્ન ઉઠાવ્યો છે કે અમેરિકા સાથે વેપારી યુદ્ધ શરૂ થયા પછી પણ ચીનનું અર્થતંત્ર મજબૂત બનીને બહાર આવ્યું છે. એવું કેમ બન્યું? ચીનની ઔદ્યોગિક સ્પર્ધા તેનો જવાબ છે. અખબારનું કહેવું છે કે અમેરિકી ગ્રાહકો ટૂંકા ગાળામાં ચીની પ્રોડક્ટનો વિકલ્પ મેળવી શકે તેમ નથી. તેને કારણે અમેરિકા દ્વારા થયેલા ટેરિફ વધારાની અસર ચીનના વેપાર પર નથી પડી.

ચીન હજી પણ નિકાસમાં આગળ

ચીની અખબારનું કહેવું છે કે વેપારમાં ચીન સરપ્લસ હોવાનું મુખ્ય કારણ મિકેનિકલ અને ઇલેકટ્રોનિક પ્રોડક્ટની નિકાસ છે. અખબારે આ રીતે અમેરિકી નીતિઓ પર કટાક્ષ કરતાં કહ્યું છે કે ચીનનું પ્રોડક્ટ સેક્ટર પ્રતિસ્પર્ધી છે ત્યાં સુધી નિકાસ વિપરીત પણે પ્રભાવિત નહીં થાય. એટલું જ નહીં અખબારે ત્યાં સુધી દાવો કર્યો છે કે ચીન પોતાના વ્યૂહોને વળગી રહે તો કોઇ પણ પ્રકારના વેપારી ટેન્શનનો સામનોે કરવા સક્ષમ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.