ટ્રેડ વોરથી શેર માર્કેટમાં ખળભળાટ, સેન્સેક્સ 300 અને નિફ્ટી 100 અંકનાં ઘટાડા સાથે બંધ - Sandesh
  • Home
  • Business
  • ટ્રેડ વોરથી શેર માર્કેટમાં ખળભળાટ, સેન્સેક્સ 300 અને નિફ્ટી 100 અંકનાં ઘટાડા સાથે બંધ

ટ્રેડ વોરથી શેર માર્કેટમાં ખળભળાટ, સેન્સેક્સ 300 અને નિફ્ટી 100 અંકનાં ઘટાડા સાથે બંધ

 | 4:37 pm IST

સોમવારનાં રોજ આજે ભારતીય શેર બજારો સપ્તાહનાં પ્રથમ ટ્રેડિંગ સેશનમાં તૂટ્યા. ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ વોરના ડરે સેન્સેક્સમાં 300 અંકનો ઘટાડો થયો, ત્યાં જ નિફ્ટી પણ 100ના ઘટાડા સાથે બંધ થયો. આજના ટ્રેડિંગ સેશનમાં નિફ્ટી 10,323.9 સુધી નીચો ગયો. જ્યારે સેન્સેક્સ 33,653.4 સુધી નીચે છલાંગ લગાવી હતી. અંતમાં નિફ્ટી 10,360ની પાસે બંધ થયો હતો જ્યારે સેન્સેક્સ 33,705 નજીક બંધ થયો.

મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ વેચવાલી જોવા મળી છે. બીએસઇનું મિડકેપ ઇન્ડેક્સ 1 ટકાનાં ઘટાડા સાથે બંધ થયુ. નિફ્ટીનું મિડકેપ 100 ઇન્ડેક્સમાં 1 ટકાનો ઘટાડો નોધાયો છે. બીએસઇનો સ્મોલકેપ ઇન્ડેક્સ 1.1 ટકાના ઘટાડા સાથે બંધ થયો છે.

ફાર્મા-મેટલમાં સૌથી વધુ ઘટાડો
ટ્રેડિંગ સેશનમાં પણ સેક્ટોરલ ઇન્ડેક્સમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. સૌથી વધુ ઘટાડો નિફ્ટી મેટલ ઇન્ડેક્સમાં 2.61 ટકા નોંધાઇ છે. આ સિવાય નિફ્ટી ફાર્મામાં 1.37 ટકા, નિફઅટી ઓટોમાં 1017 ટકા, નિફ્ટી એફએમસીજીમાં 0.95 ટકા અને નિફ્ટી રિયાલ્ટીમાં 0.92 ટકાનો ઘટાડો જોવા મળ્યો.