traffic-moved-and-demolition-will-be-laldarwaja-to-kakariya-on-today
  • Home
  • Ahmedabad
  • મેગા ડિમોલિશનનો આજે સાતમો દિવસ, નોન-વેજ માટે પ્રખ્યાત ભઠીયાર ગલી ફર્યું બુલડોઝર

મેગા ડિમોલિશનનો આજે સાતમો દિવસ, નોન-વેજ માટે પ્રખ્યાત ભઠીયાર ગલી ફર્યું બુલડોઝર

 | 9:13 am IST

અમદાવાદ સહિત ગુજરાતમાં ટ્રાફિક અને દબાણ પર સરકારે ઝુંબેશ હાથ ધરી છે. હાઈકોર્ટની ટકોર પછી અમદાવાદમાં ગેરકાયદે કરાયેલાં દબાણોને દૂર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.

આજે કોટ વિસ્તારના ભદ્ર, ત્રણ દરવાજા, પાનકોર નાકા, કારંજ અને ભઠીયાર ગલીથી લઈ કાલુપુર સહિતના અનેક વિસ્તારોમાં બુલડોઝર દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આમ લો-ગાર્ડનની ખાઉ ગલી બાદ નોન-વેજ માટે પ્રખ્યાત ભઠીયાર ગલી પર પણ એએમસીનું જેસીબી ફરી વળ્યું હતું.

શહેરમાં દિવસેને દિવસે ટ્રાફિકની સમસ્યા વકરી છે ત્યારે ટ્રાફિક પોલીસે શહેરનો ટ્રાફિક ઓછો કરવા દબાણો હટાવવાની ઝૂંબેશ હાથ ધરી છે. તેના ભાગરૂપે આજે અમદાવાદ ટ્રાફિક પોલીસ શહેરના 7 મહત્વપૂર્ણ એરિયામાં ટ્રાફિક ડ્રાઈવ કરશે.

અમદાવાદમાં આજે લાલદરવાજાથી લઈને મેધાણીનગર, દાણીલીમડા અને કાંકરિયામાં ટ્રાફિક પોલીસની સાથે અમદાવાદ કોર્પોરેશન દ્વારા દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવશે. અમદાવાદમાં આજે થનાર ટ્રાફિક પોલીસના મેગા ડ્રાઈવમાં સુરક્ષાના કારણોસર મોટી સંખ્યામાં પોલીસ કાફલો રહેશે.

સરખેજ ચારરસ્તા પર AMCનું મેગા ડિમોલિશન કરવામાં આવ્યું હતું. અહીં 4 JCB મશીનો દ્ગારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. સુરક્ષાના કારણોસર DCP, ACP, PI સહિતનો સ્ટાફ બંદોબસ્તમાં ગોઠવાયો હતો. આજે અહીં વર્ષો જુની ઈમારતો AMCના બુલડોઝર ફરી વળ્યા હતા.

નવા પશ્ચિમ ઝોનમાં આવેલા સરખેજથી જુહાપુરા સુધીના રોડ અને અંદરના સંકલિતનગર સહિતના વિસ્તારોના દબાણો પહેલી વખત એસ્ટેટ વિભાગે પોલીસને સાથે રાખી તોડી નાખ્યા હતા. મ્યુનિ.અને પોલીસના કાફલાને જોતા જ સંખ્યાબંધ વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક દબાણો તોડી નાખવામાં આવ્યા હતા. મધ્ય ઝોનના કાલુપુર દરવાજા પાસે પણ દબાણો તોડાયા હતા.