ગાડી આપવાના બદલામાં ટ્રાફિક પોલીસે કરી મોટી તોડ...જુઓ શું કહે છે કેમેરો - Sandesh
NIFTY 10,936.85 -82.05  |  SENSEX 36,323.77 +-217.86  |  USD 68.5700 +0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • ગાડી આપવાના બદલામાં ટ્રાફિક પોલીસે કરી મોટી તોડ…જુઓ શું કહે છે કેમેરો

ગાડી આપવાના બદલામાં ટ્રાફિક પોલીસે કરી મોટી તોડ…જુઓ શું કહે છે કેમેરો

 | 12:02 pm IST

ગુજરાતમાં ટ્રાફિક પોલીસના લાંચ લેવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે વધુ એક લાંચ લેતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. રાજકોટનો હોવાનું કહેવાઈ રહેલા આ વીડિયોમાં ટ્રાફિક પોલીસ કર્મી રૂપિયા લેતો કેમેરામાં કેદ થયો છે. જેમા રીતસર જોઈ શકાય છે કે પૈસા લીધા બાદ ટ્રાફિક કર્મી બાઈકની ચાવી આપે છે.

સમગ્ર ધટનામાં મહિલા ટ્રાફિક પોલીસ કર્મચારી પણ કેમેરામાં કેદ થઈ છે. વારંવાર પ્રજાને અનેક રીતે હેરાન કરી ટ્રાફિક પોલીસ પોતાના ખિસ્સા ભરતા કેમરામાં કેદ તો થાય છે. પરંતુ જ્યારે ઘટનાની તપાસ કે ટ્રાફિક કર્મીને સજા આપવાની હોય ત્યારે ટ્રાફિક વિભાગ ઢાંક પિછોડા કરતું નજરે ચડે છે.