Traffic police swoosh teaching training lesson in humility
  • Home
  • Ahmedabad
  • મહિલાઓની હાજરીમાં પૂર્વ IPSનો અભદ્ર વાણીવિલાસ, કાનમાંથી કિડા ખરી જાય તેવી ભાષાનો કર્યો ઉપયોગ

મહિલાઓની હાજરીમાં પૂર્વ IPSનો અભદ્ર વાણીવિલાસ, કાનમાંથી કિડા ખરી જાય તેવી ભાષાનો કર્યો ઉપયોગ

 | 10:55 am IST

ટ્રાફીક પોલીસને વિન્રમતાના પાઠ શીખવવાના ટ્રેનિંગ સેશનમાં આવેલા નિવૃત્ત આઈપીએસ અધિકારીએ કાનમાંથી કિડા ખરી પડે તેવી ભાષાનો પ્રયોગ કર્યો હતો. આ જોઈને ટ્રાફિકના અધિકારીઓ અને કર્મચારીઓ પણ અચંબામાં પડી ગયા હતા. ટ્રાફિક પોલીસની સેન્સ સુધારવા આવેલા નિવૃત્ત આઈપીએસએ ટ્રેનિંગમાં મહીલા પોલીસની હાજરીમાં બેફામ અપશબ્દો સાથેના ઉદાહરણ આપવાનું શરૃ કર્યું હતું. તે સમયે PSIએ મહીલાઓ સેશનમાં હોવાનું IPSનું ધ્યાન દોર્યું હતું.

જો કે, IPSએ કહ્યું હતું કે, તો શું થઈ ગયું? આ ટ્રેનિંગ છે તેવો જવાબ આપીને ફરી અપશબ્દો કહ્યા હતા. જેના પગલે સેશનમાં હાજર સ્ટાફે તેનો વિરોધ કરતાં આ નિવૃત્ત આઈપીએસ કમિશનર ઓફીસ દોડી ગયા હતા. 10 દિવસ પહેલાની આ ઘટનાને પગલે વિવાદમાં ઉચ્ચ આઈપીએસ અધિકારીઓએ ઝંપલાવ્યું હતું. આઈપીએસ અધિકારીઓએ ટ્રાફિક પોલીસને સમજાવીને ફરી ટ્રેનિંગ શરૂ કરાવી હતી.

ટ્રાફીકના લાલદરવાજા ખાતે ચિલ્ડ્રન પાર્કમાં ટ્રેનિંગ સેશન ચાલી રહ્યું છે. વિવિધ આઈપીએસ અધિકારીઓ પોલીસને પ્રજા સાથે કઈ રીતે વર્તાવ કરવો તેની ટ્રેનિંગ આપે છે. પોલીસના વર્તનની અનેક ફરિયાદો બહાર આવી હોવાથી આ પ્રકારના સેશન શરૂ કરવા પડયા છે. જેના પગલે ટ્રાફીકમાંથી બદલી થઈને ગયેલા અધિકારીએ આ ટ્રેનિંગ સેશન માટે એક નિવૃત્ત આઈપીએસ અધિકારીને પણ મહારાષ્ટ્ર સ્ટેટમાંથી બોલાવ્યા હતા. આ આઈપીએસ અધિકારીનું સેશન શરૂ પણ થયું હતું.

વાહન ચાલક સાથે કઈ રીતે વર્તવું તેનું સેશન આપતાં પહેલાં અધિકારીએ પોલીસને તમારામાં પ્રજા દ્વારા બોલવામાં આવતાં અપશબ્દો સાંભળવાની તાકાત ના હોય તો નોકરી છોડી દેવી જોઈએ તેવી સલાહ ટ્રાફીકના અધિકારી અને કર્મચારીઓને આપવામાં આવી હતી. પ્રજા કેવા અપશબ્દો બોલે છે તે પણ ટ્રેનિંગમાં બોલવાનું અધિકારીએ શરૂ કર્યું હતું.

નિવૃત્ત આઈપીએસ બાદમાં અચાનક તમે કોઈ વાહન ચાલકને રોકો તે તમને (અપશબ્દ) કેમ મને રોક્યો? લાઈસંસ માંગે છે? અપશબ્દ, સસ્પેન્ડ કરાવી દઈશ અપશબ્દ આ રીતના વાહનચાલકો દ્વારા બોલવામાં આવતાં ઉદાહરણ પોલીસને આપવા માંડયા હતા. તે સમયે ટ્રાફીકના પીએસઆઈએ ઊભા થઈને સર મહીલાઓ ટ્રેનિગમાં હોવાથી મર્યાદા રાખો તેમ જણાવ્યું હતું.

જો કે, અધિકારીએ (તો શું થઈ ગયું?) તેમ જણાવી ફરી અપશબ્દો સાથેના વાકયપ્રયોગ કરી ટ્રેનિંગ શરૂ કરી હતી. ટ્રેનિંગ સેશનમાં હાજર મહીલા કર્મચારીઓ અસમંજસમાં મુકાઈ હતી. જો કે, ટ્રાફિક પોલીસે આ પ્રકારની ટ્રેનિંગનો વિરોધ કર્યો હતો. જો કે, ઉચ્ચ આઈપીએસ અધિકારીઓએ મામલો થાળે પાડીને ફરી ટ્રેનિંગ શરૂ કરાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન