જો તમે ઇ-મેમોનો દંડ ભર્યો નથી? તો વાંચો આ સમાચાર - Sandesh
NIFTY 10,741.10 -60.75  |  SENSEX 35,387.88 +-156.06  |  USD 67.7925 -0.28
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • જો તમે ઇ-મેમોનો દંડ ભર્યો નથી? તો વાંચો આ સમાચાર

જો તમે ઇ-મેમોનો દંડ ભર્યો નથી? તો વાંચો આ સમાચાર

 | 6:25 pm IST

શહેરીજનોમાં ટ્રાફીકની અવેરનેશ આવે અને લોકો ટ્રાફીકના નિયમોનું પાલન કરે તે હેતુથી અમદાવાદ ટ્રાફીક વિભાગ દ્રારા ઇ-મેમો સિસ્ટમ દોઢ વર્ષ પહેલા શરૂ કરવામાં આવી હતી પરંતુ તે નિષ્ફળ નિવડતા ટ્રાફિક વિભાગ દ્રારા ટ્રાફિક પોલીસને જ મેમો ફાડીને દંડ લેવાની પરવાનગી ફરી આપવામાંઆવી છે. પરંતુ જે લોકોના ઇ-મેમો ઇસ્યુ થયા હોય અને દંડ ભરવામાં ન આવ્યો હોય તેવા 600 લોકોનાં લાયસન્સ આરટીઓ દ્વારા સસ્પેન્ડ પણ કરવામાં આવ્યાં છે. પરંતુ હાલમાં જ અમદાવાદ ટ્રાફીક વિભાગ દ્વારા ઇસ્યુ કરવામા આવેલ 32 કરોડ રૂપિયાની વસુલાત હજુ સુધી કરવામાં ન આવી હોવાનુ એક RTIમાં સામે આવ્યુ છે.

શહેર ટ્રાફીક પોલિસ વિભાગ દ્વારા ડિસેમ્બર 2017 સુઘીમાં કુલ 19 લાખ લોકોને ઇ-મેમો અંતર્ગત 42 કરોડ રૂપિયાના ઇ-મેમો જનરેટ કરવામાં આવ્યા હતા પરંતુ તૈ પૈકી ફક્ત 9.97 કરોડ રૂપિયાની વસુલાત કરતા 32 કરોડ રૂપિયાની વસુલાત બાકી હોવાનો ખુલાસો આરટીઆઇમાં થયો છે. સામાજીક કાર્યકર રોહિત પટેલ દ્વારા કરવામાં આવેલ આરટીઆઇમાં સામે આવ્યુ છે કે આ ઇ-મેમો સરકારી ગાડીઓને પણ મોકલવામા આવ્યાં છે.

તમને જણાવી દઇએ કે, લગભગ 1726 ઇ-મેમો મંત્રીઓની કારને પણ મોકલવામાં આવ્યા છે. સાથે-સાથે બીઆરટીએસ રૂટમાં વાહન હંકારનાર 19635 વાહનોને પણ ઇ-મેમો મોકવવામાં આવ્યા છે. આ આરટીઆઇમમાં એમ પણ જણાવવામાં આવ્યુ છે કે ટ્રાફીક નિયમભંગ બદલ દંડ ભર્યો હોય તે દિવસે બીજી વખત દંડ ભરવાની છુટ પણ આપવામાં આવતી નથી. તમને જણાવી દઇએ કે, હાલમાં ટ્રાફિક પોલીસ ઇ-મેમોનો દંડ ન ભરનારા વાહન ચાલકોનાં ઘેર-ઘેર ફરીને દંડ વસૂલી રહી છે.