Traffic Policeman had to Cut his Partner Challan in Delhi
  • Home
  • Videos
  • Featured Videos
  • યુવતીએ એવો દેકારો મચાવ્યો કે ફફડી ઉઠ્યો પોલીસકર્મી અને સાથી પોલીસકર્મીને જ…Video

યુવતીએ એવો દેકારો મચાવ્યો કે ફફડી ઉઠ્યો પોલીસકર્મી અને સાથી પોલીસકર્મીને જ…Video

 | 8:02 pm IST

નવા ટ્રાફિક નિયમો લાગુ કરવામાં આવ્યા બાદ લોકો આકરા દંડને લઈને હેરાન પરેશાન છે અને તેમનામાં ભારોભાર રોષ પ્રવર્તી રહ્યો છે. સાથે જ લોકોમાં ટ્રાફિકના નિયમોને લઈને જાગૃકતા પણ આવી રહી છે. તો બીજી બાજુ એક વર્ગ એવો પણ છે જે કાયદાનું પાલન કરનારાઓ છે જે પોતે જ નિયમોનો છડેચોક ભંગ કરી રહ્યાં છે. રાજધાની દિલ્હીમાં કંઈક આવી જ ઘટના સામે આવી છે.

અહીં તીસ હજારી કોર્ટ પાસે એક યુવતીએ ભારે હોબાળો મચાવી દીધો હતો. કારણ કે ત્યાં એક કાળા રંગના કાચ ધરાવતી કાર પડી હતી. જ્યારે યુવતીએ આ કારના માલિક વિષે પુછપરછ કરી તો જાણવા મળ્યું કે, આ કાર દિલ્હી ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા પોલીસકર્મીની છે. જેને લઈને યુવતીએ ભારે હોબાળો મચાવી દીધો હતો. યુવતી આ કારના માલિકને દંડ ફટકારવાની જીદ પર ઉતરી આવી હતી.

યુવતીના સપોર્ટમાં અનેક લોકો પણ આવ્યા હતા અને તેમણે પણ કાર માલિકને દંડ ફટકારવા દેકારો કરી મુક્યો હતો. આખરે આ દેખારો કામ આવ્યો હતો અને પોલીસની કારને જ દંડ ફટકારવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન