Traffic Police most unique clash with a girl funny video
  • Home
  • Videos
  • Featured Videos
  • વીડિયો પૂરો થાય ત્યાં સુધી હસવાની ગેરન્ટી, યુવતીએ દંડ ન ભરવા માટે ગજબનાં રમુજી બહાના આપ્યાં

વીડિયો પૂરો થાય ત્યાં સુધી હસવાની ગેરન્ટી, યુવતીએ દંડ ન ભરવા માટે ગજબનાં રમુજી બહાના આપ્યાં

 | 4:18 pm IST

ગુજરાતમાં તો નવા ટ્રાફિક નિયમો લાગુ થતાં સૌ કોઈ મસમોટા દંડને કારણે ગભરાઈ જ રહ્યા છે પરંતુ હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે કે જેમાં દિલ્હીની એક યુવતી જબરો ખેલ કરતી જોવા મળી રહી છે. આમ જોવા જઈએ તો લોકોએ પીયુસી અને બીજા ડોક્યુમેન્ટ માટે લાઈનો લગાવી દીધી. જો કે સરકારે હજુ પણ થોડી રાહત આપતાં ગુજરાતવાસીઓને 15 દિવસનો સમય આપ્યો છે.

પરંતુ આ વીડિયો છે દિલ્હીનો. એક યુવતી ફોન પર વાત કરતી કરતી સ્કૂટી ચલાવતી હતી અને ટ્રાફિક પોલીસ તેને પકડી લે છે. એવામાં આ યુવતી જે પ્રમાણે ફન્ની રિએક્શન આપી રહી છે એ ખરેખર જોવા લાયક છે અને આ વીડિયો જોઈને લોકો હસી લોથપોથ થઈ રહ્યા છે.

બાળકોની જેમ આ યુવતી મમ્મીને ફોન કરવાની અને હેલ્મેટ માથામાં મારવા જેવી રમુજી વાતો પણ કરતી જોવા મળે છે. આ વીડિયો હાલમાં લાખો લોકો જોઈ ચૂક્યા છે અને હજુ પણ વધુને વધુ આ વીડિયો શેર થઈ રહ્યો છે. પણ 15 દિવસ બાદ તો નિયમો ફોલો કરવા જ પડશે.

ઉલ્લેખનીય છે કે સરકારે જાહેર કરેલી જાહેરાત પ્રમાણે નવા ટ્રાફિક નિયમનો અમલ હવે ઓક્ટોબર મહિનામાં થશે. ત્યારે લોકોમાં મસમોટા દંડને લઈ ભારે દોડધામ મચી ગઈ છે. લોકો પીયુસી માટે લાઈનો લગાવી રહ્યા છે. આરટીઓમાં કલાકો સુધી લાઈનોમાં ઉભા રહે છે. હેલ્મેટ માટે પણ પડાપડી છે. તો જુઓ દિલ્હીની આ છોકરીનો રમૂજી વીડિયો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન