NIFTY 9,657.55 +69.50  |  SENSEX 31,311.57 +255.17  |  USD 64.4250 -0.01
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • ઈન્દોરમાં આજે ટ્રાફિક પોઈન્ટ મૂકાયો એવો રોબોટ કે વાહનચાલકોને સીધો કરી દેશે

ઈન્દોરમાં આજે ટ્રાફિક પોઈન્ટ મૂકાયો એવો રોબોટ કે વાહનચાલકોને સીધો કરી દેશે

 | 7:41 pm IST

ટ્રાફિક પોલીસની મદદથી ખાનગી સંસ્થાએ એક રોબોટ બનાવ્યો છે. રોબોટ ટ્રાફિક નિયમ તોડનારનું ચલન બનાવશે. રોબોટ ફક્ત ટ્રાફિક જ કન્ટ્રોલ નહીં કરે, પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ પણ જઈ શકશે. જો વાહનચાલક નિયમ તોડશે તો એ માઇક પરથી અનાઉન્સમેન્ટ પણ કરશે.

વાહન પકડવા માટે એ તેમના ફોટા પણ પાડી લેશે અને આ ફોટાના આધારે નિયમ તોડનારાના પણ ચલન બનાવશે. ભવિષ્યમાં ટ્રાફિક સિગ્નલની માફક પણ કામ કરી શકે છે. ઇંદોરના એમઆર ૯ સર્કલ પર રવિવારે સાંજે ટ્રાફિક પોલીસની ટીમ રોબોટ લઈને પહોંચી હતી. સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ યુસુફ કુરેશીના માર્ગદર્શન હેઠળ ટીમે અહીં રોબોટની મદદથી કેટલાંક ચલન બનાવ્યાં હતાં. આ રોબોટ પોલીસ માટે સંસ્થાએ દોઢ વર્ષમાં બનાવ્યો હતો. સંસ્થાના વિષ્ણુ પસારીના કહેવા પ્રમાણે જો કોઈ વાહન રેડ સિગ્નલ તોડે તો રોબોટ એનો ફોટો પાડી લેશે અને કમ્પ્યૂટરથી એનું ચલન બની જશે. અન્ય બીજી કાર્યવાહી માટે પણ તેનો ઉપયોગ થઈ શકે છે. પોલીસ હાલ આ રોબોટની ટ્રાયલ લઈ રહી છે.

ઇંદોરના ડીઆઇજી હરિનારાયણચારી મિશ્રાના કહેવા પ્રમાણે જેવું કોઈ વાહન રેડ સિગ્નલ તોડશે કે રોબોટ કેમેરાથી ફોટો પાડી લેશે. એ સાથે ઈ-ચલન પણ બની જશે. રોબોટ પોલીસ કન્ટ્રોલ રૃમની વાઇ-ફાઇ સિસ્ટમ સાથે સંકળાયેલો રહેશે. ઓનલાઇન નિર્દેશ આપી રોબોટનું સંચાલન થઈ શકે છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે આ રોબોટમાં ટેક્નિકલ સુવિધાઓ ઉપલબ્ધ છે, જે ટ્રાફિક કન્ટ્રોલ કરવામાં મદદરૃપ પુરવાર થશે. હાલમાં રોબોટની ટ્રાયલ ચાલી રહી છે. જો સફળતા મળી તો બીજે પણ એનો ઉપયોગ કરવામાં આવશે.