NIFTY 9,657.55 +69.50  |  SENSEX 31,311.57 +255.17  |  USD 64.4250 -0.01
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • 21મી જૂને ક્યાં રૂટ પરથી થવું ક્યારે પસાર જાણી લો અહિં.. નહિં પડી જશો મુશ્કેલીમાં..

21મી જૂને ક્યાં રૂટ પરથી થવું ક્યારે પસાર જાણી લો અહિં.. નહિં પડી જશો મુશ્કેલીમાં..

 | 6:51 pm IST

વિશ્વ યોગ દિવસ તારીખ 21-06-17ના દિવસે ટ્રાફિક બંદોબસ્ત માટે કેટલાંક વૈકલ્પિક રૂટો ફાળવવામાં આવ્યા છે. વિશ્વ યોગ દિવસે અમદાવાદમાં જીએમડીસી ખાતે આશરે સવા બે લાખ લોકો ભેગા થવાના છે ત્યારે તેમના આવાગમન માટે આશરે 6000 જેટલી બસો દોડાવવામાં આવનારી છે. જેને પગલે સર્જાનારી ટ્રાફિક સમસ્યાથી નિપટવા માટે 1500 જેટલાં ટ્રાફિક જવાનો ખડેપગે સેવા આપશે. જેમાં 05 એસીપી, 01ટ્રાફિક ડીસીપી,15 પી.આઈ,50 પી.એસ.આઈ પણ હશે. 3000 જેટલી સરકારી બસો તથા અન્ય ટુ વહીલર અને ફોર વહીલર 10 જેટલા રૂટો બંધ કરીને 06 જેટલા વૈકલ્પિક રૂટો ફળવાયા છે. સાથો સાથ વાહનોના પાર્કિગ માટે પણ અમદાવાદની 12 જેટલી વૈકલ્પિક જગ્યાઓ ફાળવાઈ છે.

આ જાહેરનામું 21 તારીખ સવારે 03 વાગ્યાથી બપોરે 11 વાગ્યા સુધી લાગુ રહેશે.

ટ્રાફિક જામ ના થાય માટે અલગ અલગ સમયે પાર્કિંગમાંથી વાહનો બહાર લાવવામાં આવશે.

યોગ શિબિર દરમ્યાન તારીખ 21-06-17 અમદાવાદમાં ક્યાં ક્યાં રુટ બંધ રહેશે…? …જાણો અહિં..

– કેશવબાગ ત્રણ રસ્તા થઈને અંધજન મંડળ ચાર રસ્તા પર થઈને હેલ્મેટ સર્કલ ચાર રસ્તા થઈને એ.ઇ.સી ચાર રસ્તા સુધીનો માર્ગ પર કર્યક્રમ સિવાયના વાહનો પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

– સાંઈબાબા ચાર રસ્તા પર થઈને હેલ્મેટ ચાર રસ્તા થઈને વિજય ચાર રસ્તા થઈને કોમર્સ છ રસ્તા સુધીના માર્ગો પર કર્યક્રમ સિવાયના વાહનો આવી શકશે નહીં.

-પાંજરાપોળ ચાર રસ્તા થઈને અંધજન મંડળ ચાર રસ્તા થઈને વસ્ત્રાપુર ગામ સુધીના માર્ગ પર સામાન્ય વાહનો બંધ રહેશે.

-કલ્યાણ પુષ્ટિ હવેલી વસ્ત્રાપુરથી આલ્ફાવન મોલથી લઈને જીએમડીસી કોર્નરના ખાંચા સુધીના માર્ગ ઉપર કાર્યક્રમ સિવાયના કોઈ વાહનો પ્રવેશી શકશે નહીં…

-વિજય ચાર રસ્તા થઈને દાદા સાહેબના પગલાં થઈને એલ.ડી કોલેજના ત્રણ રસ્તા થઈને પાસપોર્ટ ઓફીસ સુધી આવતા બન્ને માર્ગો ઉપર કર્યક્રમ સિવાયના વાહનો પર અવર જવર કરી શકશે નહીં…

– દાદા સાહેબના પગલાં વાળા ચાર રસ્તા થઈને યુનિવર્સીટી લાયબ્રેરી અને યુનિવર્સીટીના ક્રિકેટ ગ્રાઉન્ડ તરફનો રોડ તથા તેના જોડતા અન્ય રસ્તાઓ સુધીનો માર્ગ કાર્યક્રમમાં આવનારા વાહનો સિવાયના વાહનો પર પ્રતિબંધ રહેશે…

– મોદી સ્કૂલથી પી.આર.એલ ચાર રસ્તા થઈને ગુજરાત સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ તરફના રોડ રસ્તા પર કાર્યક્રમમાં આવનારા વાહનો સિવાયના વાહનો પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે…

-કોમર્સ છ રસ્તાથી હનુમાન મંદિર થઈને જૈન દેરાસર વાળી ગલીથી લુત્ફ રેસ્ટોરન્ટ જંકશનથી સામે એ.ઇ.એસ મેદાન સુધીનો રોડ તેમજ સૌરભ ચાર રસ્તા થઈને યુનિવર્સીટી ક્રિકેટ ગ્રાઉન્ડ સુધીનાં માર્ગ ઉપર કાર્યક્રમમાં આવનારા સિવાયના વાહનો પર પ્રતિબંધ રહેશે…

-કોમર્સ છ રસ્તાથી લઈને એ.જી ચોકી થઈને એમ.જી સાયન્સ કોલેજ ગેટ થઈને દાદા સાહેબના પગલાંના ચાર રસ્તા સુધીના માર્ગ ઉપર કાર્યક્રમમાં આવનારા વાહનો સિવાયના વાહનો પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે…

– સેન્ટ ઝેવિયર્સ કોલેજના ચાર રસ્તા થઈને એલ.ડી એન્જીનયરિંગ કોલેજના ગેટના ત્રણ રસ્તા સુધીના માર્ગ ઉપર કાર્યક્રમ સિવાયના વાહનો પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે…

“વૈકલ્પિક રૂટની વ્યવસ્થા”

-કેશવાબાગ ત્રણ રસ્તા થઈને માનસી સર્કલ થઈને જજીસ બંગલો થઈને એન.એફ.ડી થઈને સાંઈબાબા ચાર રસ્તા થઈને થલતેજ થઈને સાલ હોસ્પિટલ વાળા રોડ ઉપર અવર જવર કરી શકાશે…

– એ.ઇ.સી ચાર રસ્તાથી નારણપુરા ચાર રસ્તા થઈને નવરંગ સર્કલ સુધીના રસ્તા પર અવર જવર કરી શકાશે…

– જોધપુર ચાર રસ્તાથી શિવરંજની ચાર રસ્તા થઈને નહેરુનગર સર્કલ તરફ અવર જવર કરી શકાશે…

-કોમર્સ છ રસ્તાથી લઈને સ્વસ્તિક ચાર રસ્તા થઈને સી.જી.રોડ તરફ અવર જવર કરી શકાશે…

-ગિરીશ કોલડ્રિન્ક ચાર રસ્તા થઈને સેન્ટ ઝેવિયર્સ થઈને વાઘબકરી લોજથી ડાબી તરફ વળી સમર્પણ ચાર રસ્તા થઈને જમણી બાજુ વળી જોગણી માતાના મંદિર વાળા ચાર રસ્તા થઈને

ડાબી બાજુ વાળી પોલીટેક્નિક તરફ અવર જવર કરી શકાશે…