Yamraj on Road to make people understand about road sefty
  • Home
  • India
  • હેલ્મેટની કિંમત સમજાવવા રસ્તા ઉપર ઉતર્યા ખુદ ‘યમરાજ’

હેલ્મેટની કિંમત સમજાવવા રસ્તા ઉપર ઉતર્યા ખુદ ‘યમરાજ’

 | 4:15 pm IST

વધતા જતાં રોડ અકસ્માત અને તેના થકી મોતની ખબરો છાશવારે સમાચારપત્રોમાં છપાતા રહે છે ત્યારે લોકોને જિંદગીનું મૂલ્ય સમજાવવા માટે ખુદ યમરાજ રોડ પર ઉતર્યા અને લોકોને હેલ્મેટ પહેરવા સમજાવ્યા હતા. લોકો આ યમરાજનું સાભળે પણ છે કારણકે આખરે યમરાજાની વાત કોની હિંમત છે કે નજર અંદાજ કરવાની ગુસ્તાખી કરે.

વાત એમ છે કે બેગ્લુરુમાં ટ્રાફિક વીકની ઉજવણી કરવામાં આવી રહી છે. આ માટે સત્તાવાળાઓ દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં એક ઓફિસરને યમરાજ તરીકે તૈયાર કરીને રસ્તા પર પ્રસ્તુત કરવામાં આવી રહી છે. જે ટ્રાફકના નિયમોનું પાલન ન કરતાં લોકોને પ્રેમથી ફૂલ આપે છે તે પછી તેઓ હેલ્મેટ પહેરાવતા નજરે પડે છે. એ થકી તે લોકોને જિંદગીનું મૂલ્ય સમજાવે છે. આ થકી પોલીસ એ સંદેશ આપવા માંગે છે કે યમરાજને પોતાની પાસે ન આવવા દે અને હેલ્મેટ પહેરે.

રોડ સેફ્ટી વીક કેમ્પેન હેઠળ ટ્રાફિક પોલીસે લોકોની સુરક્ષા માટે નિયમો વિશે જાગૃતતા લાવવા માટે મનાવવામાં આવી રહ્યો છે. દર વર્ષે મોટી સંખ્યામાં લોકોની રોડ અકસ્માતમાં મોત થઈ જાય છે. આ કારણે થી ટ્રાફિક પોલીસે આ ખાસ પહેલ કરી છે.