Tragic thing happned with son after doing last funeral of father in Dang
  • Home
  • Featured
  • પરિવારને માથે આભ ફાટ્યું, પિતાની અંતિમ વિધિ કરી પાછા ફરતા પુત્રની સાથે થયું કંઇક એવું કે છવાયો માતમ

પરિવારને માથે આભ ફાટ્યું, પિતાની અંતિમ વિધિ કરી પાછા ફરતા પુત્રની સાથે થયું કંઇક એવું કે છવાયો માતમ

 | 2:35 pm IST

આપણે ઘણી વખત એવી કેટલીક ઘટનાઓ સાંભળીએ છીએ. જેને સાંભળીને  આપણૂું ચોક્કસ દિલ ભરાઇ આવે છે. તમે એવી ઘટનાઓને નસીબ કે કાળને દોષ આપશો તે નક્કી કરી શકતા નથી. આવીજ એક ઘટના ડાંગ જિલ્લાના કસાડબારી ગામેથી સામે આવી છે. જ્યાં એક પુત્ર પોતાના પિતાની અંતિમ વિધિ કરીને પાછો આવતો હોય છે, ત્યાં રસ્તામાં ભારે વરસાદના કારણે તે નદીમાં તણાઇ જાય છે. સાંભળીને ઝાટકો લાગ્યોને…

ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા કસાડબારી ગામે પિતાના અંતિમ સંસ્કારમાંથી પરત ફરી રહેલા પુત્રનું પૂર્ણા નદીનો કોઝવે ઓળંગવા જતા તણાઈ જઇ મોત નીપજતા પરિવારમાં શોકની કાલિમા ફેલાઇ છે.

આ ઘટનાની મળતી માહિતી અનુસાર સુબીર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા કસાડબારીના ઉમરપાડા ફળિયામાં રહેતા ઇરમાભાઇ ગાંવિત (ઉ.વ.૩૫)તેમના પિતા ભાઉભાઇ ગાંવિતનું અવસાન થતા અંતિમ સંસ્કાર કરી ઘરે પરત ફરી રહ્યા હતા, તે દરમિયાન સુબિર પંથકમાં પડેલા ભારે વરસાદને પગલે ઇરમાભાઇ  કોઝવે પરથી પસાર થઇ રહ્યા હતા.

ત્યારે એકાએક પૂર્ણા નદીમાં પાણીનું વહેણ વધી જતા  નદીના પ્રવાહમાં તણાઈ ગયા હતા,  ગ્રામજનો દ્વારા તેમની ઘણી શોધખોળ કરાતા ઇરમાભાઇનો મૃતદેહ નદી કિનારથી મળી આવ્યો હતો.

આ અંગેની જાણ પરિવારજનોને કરવામાં આવતાં સમગ્ર પરિવાર શોકની ગર્તામાં ધકેલાઈ ગયો હતો. કારણ કે, પરિવારના મોભી ગુમાવ્યા બાદ પોતાના સંતાનને પણ ગુમાવવાની સ્થિતિ ઊભી થઈ હતી. સુબીર પોલીસે મૃતક યુવકની લાશને પી.એમ.માટે હોસ્પિટલમાં મોકલી દઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન