Trai fines 35 Crore Rs to Telecom Companies for Fraud Messages
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ફ્રોડ મેસેજ પર રોક ન લગાવતાં TRAIની મોટી કાર્યવાહી, ટેલિકોમ કંપનીઓ પર 35 કરોડનો દંડ

ફ્રોડ મેસેજ પર રોક ન લગાવતાં TRAIની મોટી કાર્યવાહી, ટેલિકોમ કંપનીઓ પર 35 કરોડનો દંડ

 | 4:05 pm IST
  • Share

દૂરસંચાર નિયામક TRAIએ ગ્રાહકોને ઠગાઈવાળા ફ્રોડ મેસેજ પર રોક ન લગાવી શકવા માટે BSNL, રિલાયન્સ JIO, ભારતી એરટેલ (Airtel) અને વોડાફોન આઈડિયા (Vi) સહિત અન્ય કંપનીઓ પર કુલ 35 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. અન્ય કંપનીઓમાં વીડિયોકોન, ક્વાડ્રન્ટ ટેલિસર્વિસીસ અને ટાટા ટેલિસર્વિસીસ સામેલ છે.

BSNLને સૌથી વધારે 30 કરોડ રૂપિયાનો દંડ

ઉલ્લેખનીય છે કે, TRAIએ સૌથી વધારે 30.1 કરોડ રૂપિયાનો દંડ સરકારી કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) પર લગાવ્યો છે. ટ્રાઈએ આ કંપનીઓને કારણદર્શક નોટિસ પાઠવી હતી અને અનેક વખત રિમાઈન્ડર પણ મોકલાવ્યું હતું. પણ તેમ છતાં આ કંપનીઓએ કોઈ જવાબ આપ્યો ન હતો. આ ઉપરાંત વોડાફોન આઈડિયા પર 1.82 કરોડ, ક્વાડ્રન્ટ પર 1.41 કરોડ, એરટેલ પર 1.33 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

PAYTMને રાહત

તેનાથી સ્પેમ કોલ અને ફેક ટેક્સ્ટ મેસેજ સામે અભિયાન ચલાવનાર પેટીએમ જેવી ઈ પેમેન્ટ કંપનીઓને પ્રોત્સાહન મળશે. ઉલ્લેખનીય છે કે, આ મામલામાં સપ્ટેમ્બરમાં એક સુનાવણી કરતાં દિલ્હી હાઈકોર્ટે ટ્રાઈને નિર્દેશ આપ્યો હતો કે, જે કંપનીઓ અને વ્યક્તિ રેગ્યુલેશનનું પાલન નથી કરતાં તેઓની સામે કાર્યવાહી કરવામાં આવે. ટ્રાઈએ દિલ્હી હાઈકોર્ટને આ કાર્યવાહી કરતાં જણાવ્યું હતું કે એપ્રિલથી જૂન 2020 સુધી ટેલિકોમ કંપનીઓ પર 34 હજાર રૂપિયાથી લઈને 30 કરોડ રૂપિયા સુધીનો દંડ કરવામાં આવ્યો છે.

આ વીડિયો પણ જુઓઃ કોરોના વેક્સિન ટ્રાયલ મુદ્દે નીતિન પટેલનું નિવેદન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન